Sunday, December 22, 2024
More
    હોમપેજરાજકારણ'આખી નોટિસમાં ત્રુટિઓ જ ત્રુટિઓ, સ્પેલિંગ પણ ખોટાં': રાજ્યસભાના ઉપાધ્યક્ષે ધનખડ વિરુદ્ધ...

    ‘આખી નોટિસમાં ત્રુટિઓ જ ત્રુટિઓ, સ્પેલિંગ પણ ખોટાં’: રાજ્યસભાના ઉપાધ્યક્ષે ધનખડ વિરુદ્ધ અવિશ્વાસની નોટિસ ફગાવતા કહ્યું- ઉપરાષ્ટ્રપતિની છબી ખરાબ કરવાનું ષડયંત્ર

    નોટિસ ફગાવતા ઉપાધ્યક્ષે કહ્યું હતું કે, “આ નોટિસ એક યોગ્ય ફોર્મેટમાં લખવામાં આવી નથી. બંધારણના આર્ટીકલ 90-(C)ના પ્રાવધાન અનુસાર કોઈ પણ પ્રસ્તાવ લાવવા માટે 14 દિવસ પહેલાં નોટિસ આપવી પડે છે."

    - Advertisement -

    રાજ્યસભાના (Rajya Sabha) સભાપતિ અને દેશના ઉપરાષ્ટ્રપતિ (Vice President) જગદીપ ધનખડ (Jagdeep Dhankhar) વિરુદ્ધ INDI ગઠબંધનના સાંસદોએ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા માટે જે નોટિસ દાખલ કરી હતી તે ફગાવી દેવામાં આવી હતી. ઉપરાંત વિપક્ષી સાંસદોને ફટકાર પણ લગાવી હતી. રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે (Harivansh Narayana Singh) ગુરુવારે 19 ડિસેમ્બરના રોજ વિપક્ષની અવિશ્વાસની નોટિસ ફગાવી દીધી હતી. આ નોટિસમાં રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડ પર ગૃહને પક્ષપાતી રીતે ચલાવવાનો આરોપ મૂકીને પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી હતી.

    નોંધનીય છે કે ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંઘે જગદીપ ધનખડ વિરુદ્ધ વિપક્ષની નોટિસ અવિશ્વાસની ફગાવી દેતા કહ્યું હતું કે નોટિસ તથ્યોરહિત છે અને તેનો હેતુ માત્ર પ્રસિદ્ધિ મેળવવાનો છે. ઉપાધ્યક્ષે કહ્યું કે ધનખડ સામેની નોટિસ અયોગ્ય અને ખામીયુક્ત છે, જે ઉપરાષ્ટ્રપતિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે ઉતાવળે તૈયાર કરવામાં આવી હતી.

    ઉપાધ્યક્ષ હરિવંશે કહ્યું હતું કે, “આ નોટિસમાં ઘણી ખામીઓ હતી. નોટિસને બેદરકારીપૂર્વક ખૂબ ઉતાવળે તૈયાર કરવામાં આવી હતી. જેમાં ઘણી ત્રુટિઓ હતી. જેમકે, નોટિસ જેને લખવામાં આવી છે તેના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, આખી અરજીમાં ઉપરાષ્ટ્રપતિના નામનો સ્પેલિંગ પણ ખોટો લખવામાં આવ્યો છે.”

    - Advertisement -

    તેમણે કહ્યું હતું કે, “નોટિસમાં ઉલ્લેખિત બાબતો સંલગ્ન કોઈ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નથી. સાથે પ્રમાણિકતા વિના માત્ર મીડિયાના અહેવાલોના આધારે આ નોટિસ તૈયાર કરવામાં આવી છે.” રાજ્યસભાના મહાસચિવ પી.સી મોદીને સોંપવામાં આવેલા નિર્ણયમાં હરિવંશે કહ્યું હતું કે, “નોટિસ દેશની બંધારણીય સંસ્થાઓની ગરિમાના સ્તરને નીચે લાવવા અને વર્તમાન ઉપરાષ્ટ્રપતિની છબી ખરાબ કરવાના ષડયંત્રનો એક ભાગ છે.”

    નોટિસ ફગાવતા તેમણે કહ્યું હતું કે, “આ નોટિસ એક યોગ્ય ફોર્મેટમાં લખવામાં આવી નથી. બંધારણના આર્ટીકલ 90-(C)ના પ્રાવધાન અનુસાર કોઈ પણ પ્રસ્તાવ લાવવા માટે 14 દિવસ પહેલાં નોટિસ આપવી પડે છે. પરંતુ સંસદની આ સત્રની કાર્યવાહી 20 ડિસેમ્બરે પુરી થવાની છે. તેથી વિપક્ષના નેતા તેમજ અન્ય સાંસદો દ્વારા આપવામાં આવેલ આ નોટિસ સ્વીકાર્ય નથી.”

    10 ડિસેમ્બરે દાખલ કરી હતી નોટિસ

    નોંધનીય છે કે વિપક્ષી INDI ગઠબંધને ધનખડ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા માટે અનુચ્છેદ 67-B અંતર્ગત 10 ડિસેમ્બરે નોટિસ દાખલ કરી હતી. આ નોટિસ પર 60 સાંસદોએ હાસ્તાક્ષર કર્યા હતા. જેમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના (UBT), NCP (શરદ પાવર), ઝારખંડ મુક્તિ મોરચા અને DMK સહિતની વિપક્ષી પાર્ટીના સાંસદોનો સમાવેશ થતો હતો.

    આ નોટિસમાં વિપક્ષી દળોએ આરોપ લગાવ્યો હતો કે તેમને રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડ પર વિશ્વાસ નથી અને તેઓ ‘પક્ષપાતી’ છે. અધ્યક્ષ જગદીપ ધનખડે આ મામલામાં કોઈ હસ્તક્ષેપ કર્યા વિના નોટિસ સંભાળવાની જવાબદારી ઉપાધ્યક્ષને સોંપી દીધી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં