પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહામહીમ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા કરીને પોતાનો વાત મૂકી હતી. તેઓએ પોતાની આગવી છટામાં પોતાની સરકારના વિકાસના કર્યો ગણાવ્યા હતા સાથે સાથે વિપક્ષને નકરાત્મ ગણાવીને શેર શાયરીઓ ટાંકીને ચાબખા પણ માર્યા હતા.
પોતાના ભાષણની શરૂઆત મહામહીમ રાષ્ટ્રપતિ મુર્મુજીએ કહેલી એક વાતથી શરુ કરી હતી જેમાં મુર્મુજીએ બદલતા ભારતની કેટલીક બાબતો ગણાવી હતી. આ બાબતે તેમણે આભાર માન્યો હતો. પરંતુ રાષ્ટ્રપતિના ભાષણ દરમિયાન કેટલાક લોકોએ સદન છોડ્યું હતું તેને તેમના અપમાન સાથે પણ જોડ્યું હતું.
દેશનો વિપક્ષ નકારાત્મક માનસિકતા ધરાવે છે તેવો આરોપ મૂકીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની નકારાત્મકતાના કારણો પણ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે 2004થી 2014 સુધીની સરકારમાં આ લોકોએ કોઈ કામ નથી કર્યા. આ ઉપરાંત તેમને જેટલા પણ અવસરો મળ્યા હતા. તે તમામ અવસરોને આફતમાં ફેરવ્યા હતા. ઉદાહરણ આપતા તેમણે કહ્યું હતું કે જ્યારે દુનિયામાં ટેલીકોમ ક્ષેત્રે પ્રગતી કરી રહી હતી, ત્યારે આ લોકો 2G ઘોટાળો કરી રહ્યા હતા અને જયારે તેમને દેશના યુવાનોની રમત ગમત ક્ષેત્રેની તાકાતનો પરચો બતવવાનો અવસર મળ્યો, ત્યારે તે લોકોએ CWG ઘોટાળો કરવામાં વ્યસ્ત હતા. માટે આ લોકો સ્વીકારી શકતા નથી કે દેશમાં આટલી તાકાત પણ છે કામ કરવાની. જો અમે લોકો સત્તામાં આવીને તેમના જેવું જ કર્યું હોત તો આટલો વિરોધ અમારો ન કરતે.
ED બાબતે પ્રધાનમંત્રીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે કોંગ્રેસેતો EDનો આભાર માનવો જોઈએ , કારણ કે EDના કારણે આખો વિપક્ષ એક થયો છે. યાદ રહે કે વિપક્ષ હમેશા EDની કાર્યવાહી બાબતે સરકાર પર સવાલો ઉઠાવતો આવ્યો છે. ઘણા વિપક્ષી નેતાઓ પર ED દ્વારા કાર્યવાહી થઇ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની આગવી છટામાં સમયે સમયે શાયરીઓ બોલીને પણ કટાક્ષ કર્યો હતો. કોંગ્રેસની વર્તમાન સ્થિતને લઈને તેમણે કવિ દુષ્યંતની એક કડી કહી હતી કે “तुम्हारे पाँव के निचे कोई जमीन नहीं, कमाल यह है की फिर भी तुम्हे यकीन नहीं” તેઓ ઈસરો કરવા માંગતા હતા કે હાલમાં જનતા તમારી સાથે નથી. વર્તમાન વિપક્ષ સરકારના સારા કામો પણ જોઈ શક્તિ નથી તેવો આરોપ મૂકીને કાકા હાથરાશીની એક કડી ઉચ્ચારી હતી કે “आग पीछा देख कर क्यों होई गमगीन, जेसी जिसकी भावना वेसी उनका सिन”
“तुम्हारे पाँव के नीचे कोई ज़मीन नहीं,
— Charu Pragya🇮🇳 (@CharuPragya) February 8, 2023
लेकिन कमाल ये है कि फिर भी तुम्हें यक़ीन नहीं।”
– प्रधानमंत्री श्री @narendramodi जी#ModiInParliament #NarendraModiSpeech pic.twitter.com/aXJcJYKxas
આ સિવાય પણ તેમણે દેશ હાલમાં કયા ક્યા ક્ષેત્રમાં પ્રગતી કરી રહ્યો હતો તે આંકડા સાથે કહ્યું હતું. દેશમાં હાલમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે થઇ રહેલા કર્યો પણ ગણાવ્યા હતા. રેલ્વેની કાયાપલટ કર્યાના પણ દાવા કર્યા હતા. સાથે સાથે દેશમાં આંતરિક સુરક્ષામાં આવેલો ફેરફાર પણ ગણાવ્યો હતો અને 2004થી 2014 દરમિયાન થયેલા બોમ્બ ધડાકા બાબતે પણ જૂની સરકારને દોષી ગણાવી હતી. 370 કલમ હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં સ્થાપિત શાંતિની પણ વાત કરી હતી તો સાથે તેમણે લાલ ચોક પર ફરકાવેલા ત્રિરંગા બાબતે પણ સ્મરણ કર્યું હતું.
કોરોનાકાળ દરમિયાન દેશે જે કામ કર્યું તે પણ વિગતવાર ગણાવતા કહ્યું હતું કે ભારત દેશે પોતાના કરોડો નાગરિકોને તો રસી આપી જ સાથે સાથે 150થી વધુ દેશોને મદદ કરી હતી. જેના કારણે આજે વિશ્વમાં ભારતની શાખ વધી છે. તેમની સરકાર દ્વારા કરેલા કામો જેમાં આયુષ્યમાન કાર્ડ, ઉજ્જવલા યોજના, કોરોનાના 80 કરોડ લોકોને અનાજપૂરું પડ્યું તે ગણાવીને કહ્યું હતું કે તમે લોકો મને ગાળો આપો છો, ત્યારે આ 140 કરોડ દેશવાસીઓ મારા સુરક્ષા કવચ સમાન છે.
The blessings of 140 crore Indians is my 'Suraksha Kavach'. pic.twitter.com/HX5tloJUm8
— PMO India (@PMOIndia) February 8, 2023
આ તમામ ઉપલબ્ધિઓનો શ્રેય તેમણે દેશની 140 કરોડ જનતાને આપ્યો હતો. સાથે હવે વિપક્ષ ફરીથી સત્તામાં આવવાના સપના ન જુએ તે બાબતે પણ ટોણો માર્યો હતો.