Friday, October 18, 2024
More
    હોમપેજદેશમુસ્લિમ મહિલા પણ તલાક બાદ પતિ પાસેથી ભરણપોષણ ખર્ચ મેળવવાની હકદાર: સુપ્રીમ...

    મુસ્લિમ મહિલા પણ તલાક બાદ પતિ પાસેથી ભરણપોષણ ખર્ચ મેળવવાની હકદાર: સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, કહ્યું- CrPC 125 હેઠળ દાવો યોગ્ય

    સુપ્રીમ કોર્ટ તેલંગાણાના એક મુસ્લિમ વ્યક્તિની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં તેણે હાઈકોર્ટના એક આદેશને પડકાર્યો હતો, જેમાં કોર્ટે તેની પૂર્વ પત્નીને ભરણપોષણ રૂપે ₹10,000 આપવા માટે કહ્યું હતું.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે બુધવારે (10 જુલાઈ) એક અગત્યનો ચુકાદો આપતાં કહ્યું છે કે તલાક બાદ મુસ્લિમ મહિલા પણ પતિ પાસેથી ભરણપોષણ ખર્ચ માંગી શકે છે અને CrPC 125 હેઠળ તેમને આ અધિકાર પ્રાપ્ત છે. જસ્ટિસ બીવી નાગરત્ના અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે અલગ-અલગ પણ એકમત ધરાવતા ચુકાદામાં આ વાત કહી. કોર્ટે કહ્યું કે, CrPCની કલમ 125 તમામ મહિલાઓ માટે લાગુ પડશે, માત્ર પરણિત મહિલાઓ માટે જ નહીં. 

    સુપ્રીમ કોર્ટ તેલંગાણાના એક મુસ્લિમ વ્યક્તિની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં તેણે હાઈકોર્ટના એક આદેશને પડકાર્યો હતો, જેમાં કોર્ટે તેની પૂર્વ પત્નીને ભરણપોષણ રૂપે ₹10,000 આપવા માટે કહ્યું હતું. જસ્ટિસ બીવી નાગરત્ના અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે બે અલગ-અલગ પણ એકમત ચુકાદામાં અરજી ફગાવીને કહ્યું કે, CrPCની કલમ 125 તમામ મહિલાઓને લાગુ પડે છે. 

    જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે, “CrPCની કલમ 125 માત્ર પરણિત જ નહીં પણ તમામ મહિલાઓને લાગુ પડશે તેવું ઠેરવ્યા બાદ અમે આ ક્રિમિનલ અપીલ રદબાતલ ઠેરવી રહ્યા છીએ. કોર્ટે કહ્યું કે, જો મુસ્લિમ મહિલાને તેની CrPC 125 હેઠળની અરજી પર સુનાવણી દરમિયાન તલાક આપવામાં આવે તો તે 2019ના મુસ્લિમ વુમન (પ્રોટેક્શન ઑફ રાઇટ્સ ઓન મેરેજ) એક્ટનો સહારો લઇ શકે છે. આ એક્ટ હેઠળ મોદી સરકારે ટ્રિપલ તલાકને ગેરકાયદેસર ઠેરવ્યા હતા. 

    - Advertisement -

    વાસ્તવમાં સુપ્રીમ કોર્ટ એક મોહમ્મદ અબ્દુલ સમદ નામના વ્યક્તિની અરજી પર સુનાવણી કરી રહી હતી. પતિ-પત્નીના વર્ષ 2017માં તલાક થયા હતા. ત્યારબાદ મહિલાએ CrPC 125 હેઠળ ફેમિલી કોર્ટમાં અરજી કરીને ફરિયાદ કરી હતી. આ મામલે સુનાવણી કરતાં કોર્ટે સમદને પૂર્વ પત્નીને ₹20,000 ભરણપોષણ તરીકે ચૂકવવા માટે આદેશ કર્યો હતો. જેની વિરુદ્ધ તેણે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જ્યાં હાઈકોર્ટે ભરણપોષણ ખર્ચ ₹10,000 કરીને ફેમિલી કોર્ટને 6 મહિનામાં કેસનો નિકાલ કરવાનો આદેશ આપ્યો હતો. જે નિર્ણયને સમદે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. 

    સમદે સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, તેઓ બંને મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ અલગ થયાં હતાં અને મુસ્લિમ વુમન (પ્રોટેક્શન ઑફ રાઇટ્સ ઓન ડિવૉર્સ) એક્ટ, 1986 મુજબ મુસ્લિમ મહિલા CrPCની કલમ 125 હેઠળ  તલાક બાદ ભરણપોષણ માંગી શકે નહીં. નોંધવું જોઈએ કે આ 1986નો કાયદો તત્કાલીન રાજીવ ગાંધી સરકારે શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાને પલટાવવા માટે બનાવ્યો હતો.

    શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું હતું કે CrPCની કલમ 125 એ પંથનિરપેક્ષ જોગવાઈ છે અને મુસ્લિમ મહિલાઓને પણ લાગુ પડે છે. જોકે, પછીથી રાજીવ ગાંધી સરકારે એક કાયદો બનાવીને આ ચુકાદાને પલટાવી દીધો હતો. પરંતુ હવે કોર્ટે ઠેરવ્યું છે કે આ એક્ટની જોગવાઈઓથી સેક્યુલર કાયદો બિનઅસરકારક બની જતો નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં