Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસંસ્કૃતિ યુનિવર્સીટીમાં નમાજ પઢવાનો વિડીયો વાયરલ, હિંદુ સંગઠનોનો ભારે વિરોધ: કાર્યવાહી ન...

    સંસ્કૃતિ યુનિવર્સીટીમાં નમાજ પઢવાનો વિડીયો વાયરલ, હિંદુ સંગઠનોનો ભારે વિરોધ: કાર્યવાહી ન થાય તો હનુમાન ચાલીસાના પાઠ કરવાની આપી ચીમકી

    અખિલ ભારત હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ શર્માએ યુનિવર્સિટીમાં નમાઝ પઢવાને ગંભીર બાબત ગણાવી છે. તેમણે કહ્યું છે કે અખિલ ભારતીય હિંદુ મહાસભા વિદ્યા મંદિરમાં નમાઝ પઢવાની આ રીતને સહન કરશે નહીં. જો આ મામલે જલ્દી કાર્યવાહી નહીં કરવામાં આવે તો હિંદુ મહાસભા યુનિવર્સિટીમાં હનુમાન ચાલીસાના પાઠ કરશે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના મથુરામાં સ્થિત સંસ્કૃતિ યુનિવર્સિટીમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ નમાઝ પઢતા હોવાનો મામલો સામે આવ્યો છે. આ બાબતનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વિડીયો વાયરલ થતા જ હિંદુ સંગઠનોએ વિરોધ નોધાવ્યો છે. તેઓએ કહ્યું પણ છે કે જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે પણ હનુમાન ચાલીસાના પાઠ કરીશું. 

    મળતી માહિતી અનુસાર, સંસ્કૃતિ યુનિવર્સિટીમાં 6 મુસ્લિમ વિદ્યાર્થીઓ નમાઝ પઢતા હોય તેવો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો એક મહિના જુનો હોવાનું કહેવાઈ રહ્યું છે. પરંતુ, વિડીયો હાલમાં વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતા જ હિંદુ સંગઠનોએ આ બાબતે વિરોધ નોધાવ્યો છે. તેમજ કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે. હિન્દુ મહાસભાના જિલ્લા અધ્યક્ષ છાયા ગૌતમનું કહેવું છે કે યુનિવર્સિટીમાં લાંબા સમયથી નમાઝ પઢવામાં આવે છે. હમણાં સુધી આ મામલે કોઈ પુરાવાઓ હતા નહીં, આ પહેલીવાર પુરાવાઓ હાથ લાગ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે જો આરોપીઓ પર કાર્યવાહી કરવામાં ન આવી તો તેઓ મોટું આંદોલન કરશે. 

    એક મીડિયા રીપોર્ટ અનુસાર, વિડીયોમાં દેખાતા વિદ્યાર્થીઓ કાશ્મીરના છે. જમ્મુ-કાશ્મીરના લગભગ 82 વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ પર અભ્યાસ કરવા માટે સંસ્કૃતિ યુનિવર્સિટીમાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ગ્રુપના વિદ્યાર્થીઓએ નમાજ અદા કરી હતી. 

    - Advertisement -

    આ મામલે સંસ્કૃતિ યુનિવર્સિટીના પીઆરઓ કિશન ચતુર્વેદીએ જણાવ્યું કે આ વિડીયો 25 થી 30 દિવસ જૂનો છે. જેવી આં વાત ધ્યાનમાં આવી ત્યારે તે લોકોને બોલાવીને સમજાવી દેવામાં આવ્યા હતા. હાલમાં આવી કોઈ જ પ્રવૃત્તિ ખુલ્લામાં કરવામાં આવતી નથી. જે પણ વિદ્યાર્થીઓ છે તે તમામ પોત પોતાની ધાર્મિક પ્રવૃતિઓ હોસ્ટેલના રૂમમાં જ કરે છે. કેટલાક લોકો દ્વારા આ ઘટનાને ખોટું તુલ આપવામાં આવી રહ્યું છે. 

    બીજી તરફ અખિલ ભારત હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ શર્માએ યુનિવર્સિટીમાં નમાઝ પઢવાને ગંભીર બાબત ગણાવી છે. તેમણે કહ્યું છે કે અખિલ ભારતીય હિંદુ મહાસભા વિદ્યા મંદિરમાં નમાઝ પઢવાની આ રીતને સહન કરશે નહીં. જો આ મામલે જલ્દી કાર્યવાહી નહીં કરવામાં આવે તો હિંદુ મહાસભા યુનિવર્સિટીમાં હનુમાન ચાલીસાના પાઠ કરશે. સતત વિરોધ અને કાર્યવાહી બાદ પણ ખાસ સમુદાયના લોકો તેમની હરકતો છોડતા નથી. તેઓએ વધુમાં કહ્યું  છે કે કેમ્પસમાં ગંગાજળ છાંટીને શુદ્ધિકરણ કરશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં