Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘અર્જુન કપૂર ‘ફ્લૉપ અને ફસ્ટ્રેટેડ’: એમપીના ગૃહમંત્રીએ કહ્યું- ટુકડે-ટુકડે ગેંગમાં અન્ય ધર્મો...

    ‘અર્જુન કપૂર ‘ફ્લૉપ અને ફસ્ટ્રેટેડ’: એમપીના ગૃહમંત્રીએ કહ્યું- ટુકડે-ટુકડે ગેંગમાં અન્ય ધર્મો પર ફિલ્મ બનાવવાની ત્રેવડ નથી, અભિનેતાને એક્ટિંગ પર ધ્યાન આપવા કહ્યું

    અર્જુન કપૂરે ફિલ્મોના બહિષ્કાર પર આપેલા નિવેદન મામલે મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પ્રતિક્રિયા આપી હતી.

    - Advertisement -

    “અર્જુન કપૂર ફ્લૉપ અને ફ્રસ્ટ્રેટેડ છે.” આ શબ્દો છે મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાના. બોલીવુડના બહિષ્કાર ઉપર લાલ-પીળા થવા બદલ અર્જુન કપૂરને આ પ્રતિક્રિયાનો સામનો કરવો પડી રહ્યો છે. નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે “અર્જુન કપૂર ફ્લોપ અને ફ્રસ્ટ્રેટેડ એક્ટર છે, તેણે જનતાને ધમકી આપવાની જગ્યાએ પોતાની એક્ટિંગ ઉપર ધ્યાન આપવું જોઈએ, તે તેના માટે વધુ સારું રહેશે.”

    નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે, “હવે કોઈપણ ફ્લોપ અને ફ્રસ્ટ્રેટેડ એક્ટર લોકોને ધમકાવે તેને હું વ્યાજબી નથી માનતો. જો લોકોને ધમકાવવાને બદલે તેઓ તેમના અભિનય પર ધ્યાન આપે તો તેમના માટે સારું રહેશે.” બોલિવૂડના હિંદુફોબિક ચરિત્ર પર સવાલ ઉઠાવતા મંત્રીએ કહ્યું હતું કે, “હું તેમને પૂછવા માંગુ છું કે શું તેમનામાં અને ટુકડે ટુકડે ગેંગના સમર્થકોમાં અન્ય કોઈ ધર્મો પર ફિલ્મો બનાવવાની હિંમત છે? બીજા ધર્મ માટે અપમાનજનક શબ્દો બોલવા અને એ ધર્મના દેવી-દેવતાઓનું અપમાન કરવાની હિમ્મત તેમનામાં છે? આ બધું તો આપણા સનાતની ધર્મના લોકો સાથે જ થાય છે. અને આ બધું કાર્ય પછી બહિષ્કાર ઉપર લોકોને ધમકાવો છો. તમે પણ રાહ જુઓ અર્જુન કપૂર હવે જનતા જાગૃત બની છે. ફિલ્મ અભિનેતાએ જનતાને ધમકાવવી એ સારી બાબત નથી. લોકોને ધમકાવવાને બદલે તમારે તમારા અભિનય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.”

    વાસ્તવમાં, બોલિવૂડ ફિલ્મોના બહિષ્કારના વલણને કારણે, ઘણા સ્ટાર્સ તેમની અગામી ફિલ્મોને લઈને ડરી રહ્યા છે. અહેવાલો અનુસાર, ‘લાલ સિંહ ચઢ્ઢા’ અને ‘રક્ષાબંધન’ના વિરોધ પછી લોકો હવે રિતિક રોશનની ‘વિક્રમ વેધા’, શાહરૂખ ખાનની ‘પઠાણ’ અને સલમાન ખાનની ‘ટાઈગર 3’ ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે.

    - Advertisement -

    ફિલ્મોના બહિષ્કારને લઈને ગુસ્સે થઈને અર્જુન કપૂરે કહ્યું હતું કે, “મને લાગે છે કે અમે બહિષ્કાર અંગે ચૂપ રહીને ભૂલ કરી છે અને તે અમારી શાલીનતા હતી, પરંતુ લોકો તેનો ફાયદો ઉઠાવવા લાગ્યા છે.” તેણે એમ પણ કહ્યું હતું કે, “હવે ઇન્ડસ્ટ્રીના લોકો એકસાથે આવે અને તેના વિશે ખુલીને વાત કરે તે જરૂરી છે. કારણ કે લોકો તેમના માટે જે લખે છે તે સત્યથી દૂર હોય છે. હવે આ બધું કૈક વધારે પડતુંજ થઇ રહ્યું છે અને તે ખોટું છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં