મધ્ય પ્રદેશની એક મિશનરી સ્કૂલમાં એક વિદ્યાર્થીએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવવા બદલ તેને સજા કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યા બાદ વાલીઓ અને હિંદુવાદી સંગઠનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. આ મામલે શાળાના બે શિક્ષકો સામે FIR દાખલ કરવામાં આવી છે.
આ મામલો એમપીના ગુનાનો છે. અહીં આવેલ ક્રાઈસ્ટ સિનિયર સેકન્ડરી સ્કુલમાં સાતમા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ જણાવ્યું કે, શાળામાં રાષ્ટ્રગીત પૂર્ણ થયા બાદ તેણે ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા. તેણે કહ્યું કે, ત્યારબાદ તેના શિક્ષકે તેનો કોલર પકડીને લાઈનમાંથી બહાર કાઢ્યો હતો અને તેના વર્ગશિક્ષકે તેને આ નારા ઘરે જઈને લગાવવાનું કહીને ચારથી પાંચ તાસ સુધી ફર્શ પર બેસાડી રાખ્યો હતો.
“I chanted ‘Bharat Mata ki jai’ after national anthem. A teacher held my collar, pulled me out of queue & told me to go to Principal. My class teacher told me to chant this at home¬ in school. She made me sit on floor for 4-5 periods, ” says student who was allegedly punished pic.twitter.com/jOPocIwvzO
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) November 3, 2022
બાળકે ઘરે જઈને ફરિયાદ કરતાં તેના વાલીઓએ અન્ય વાલીઓ અને હિંદુવાદી સંગઠનો સાથે શાળાએ પહોંચીને હોબાળો મચાવ્યો હતો અને ઉગ્ર વિરોધ કર્યો હતો. વાલીઓ, એબીવીપી અને બજરંગ દળ જેવાં સંગઠનોએ શાળાએ પહોંચીને ધરણાં કર્યાં હતાં અને જવાબદાર શિક્ષકો સામે કાર્યવાહીની માંગ કરીને ભજન ગાઈ સુંદરકાંડ અને હનુમાન ચાલીસના પાઠ પણ કર્યા હતા.
વિરોધ બાદ પોલીસ અને તંત્રના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને કાર્યવાહી કરવાની બાહેંધરી આપી હતી. આ ઉપરાંત, શાળા મેનેજમેન્ટે પણ કાર્યવાહી કરશે તેમ કહ્યું હતું. જોકે, સંગઠનોએ શાળા મેનેજમેન્ટ પર FIR કરવાની માંગ કરી હતી. ત્યારબાદ SDM, CSP વગેરે અધિકારીઓ પહોંચીને મામલો શાંત પાડવાના પ્રયાસ કર્યા હતા. અધિકારીઓના હસ્તક્ષેપ બાદ મામલો શાંત પડી શક્યો હતો.
શાળા તરફથી વાલીઓને માફીપત્ર લખી આપવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું કે, આગળ આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન નહીં થાય અને પ્રાર્થના સભામાં રાષ્ટ્રગાન બાદ ભારત માતા કી જયનો ઉદ્ઘોષ પણ કરવામાં આવશે.
A few parents and some organisations are protesting outside the school after a students was reportedly punished over chanting ‘Bharat Mata ki jai’. DEO has taken statements. FIR will be registered on the basis of complaints that are being given: Guna ADM Virendra Singh Baghel pic.twitter.com/RdY3cQYOec
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) November 3, 2022
બીજી તરફ, મિશનરી શાળાના આચાર્ય થોમસે એજન્સી ANI સાથે વાત કરતાં દાવો કર્યો હતો કે, બાળકે ‘ભારત માતા કી જય’ના નારા એક મજાક તરીકે લગાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ આગળ શું કરવું તે માટે એક સમિતિની બેઠક બોલાવશે. બીજી તરફ, ગુનાના એડીએમ વીરેન્દ્રસિંહ બઘેલે જણાવ્યું કે, ફરિયાદીઓની ફરિયાદના આધારે FIR દાખલ કરવામાં આવશે. આ મામલે DEOએ નિવેદન નોંધી લીધું છે.
આ મામલે આઇપીસીની કલમ 323, 506 અને 34 તેમજ જુવેનાઇલ જસ્ટિસની કલમ 75 હેઠળ જસ્ટિન અને જાસ્મિના ખાતૂન સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. એમપીના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પણ આ FIR દાખલ થઇ હોવાની પુષ્ટિ કરી હતી.