બિહારના મસૌઢીથી એક ખૂબ જ ઘૃણાસ્પદ મામલો સામે આવી રહ્યો છે. મસ્જિદના એક મૌલવીએ એક હિંદુ બાળકીને ચોકલેટની લાલચ આપી છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. બિહારના મસૌઢી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા એક ગામની એક મસ્જિદમાં 60 વર્ષીય ફિરોજ આલમ નામનો મૌલવી અઝાન આપવાનું કામ કરે છે. તે મૂળ બિહારના ભાગલપુરનો હોવાની વાત સામે આવી છે. આ ઘટના સામે આવતા જ વિસ્તારમાં ચકચારી મચી ગઈ હતી.
આખો મામલો એવો છે કે, તારીખ 11 જાન્યુઆરીના રોજ ગામની એક મસ્જિદમાં આરોપી મૌલાના બેઠો હતો ત્યારે એક હિંદુ સગીરા કે જેની ઉંમર ફક્ત 12 વર્ષની જ છે, તે ત્યાંથી પસાર થઈ રહી હતી. ત્યારે આ મૌલવીની તેના પર નજર પડી. તેણે ચોકલેટની લાલચ આપીને તેને મસ્જિદમાં બોલાવી હતી. અંદર બોલાવ્યા બાદ મૌલવીએ તેની છેડતી કરી હતી. તેણે તેનો દુપટ્ટો ખસેડવાનો પણ પ્રયત્ન કર્યો હતો. ઘટનાની ગંભીરતા સમજી ગયેલી સગીરા ત્યાંથી ભાગીને ઘરે પહોંચી હતી. ઘરે પહોંચ્યા બાદ તેણે આખી ઘટના તેના પરિવારને જણાવતા જ પરિવાર એકદમ ગુસ્સામાં આવી ગયો હતો.
સગીરાના પરિવારે આ ઘટનાની જાણ ગામના લોકોને કરતા ગ્રામજનો અતિ ગુસ્સામાં મસ્જિદ પાસે પહોંચી જઈને મૌલવીને બહાર કાઢી, તેને ઢોર માર માર્યો હતો. જોકે કોઈએ પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પોલીસ આવી પહોંચી હતી. મામલો અતિ ગંભીર હોવાના કારણે પોલીસે યેનકેન પ્રકારે ભીડને શાંત કરીને મૌલવીને પોતાના કબજામાં લઈને જેલના હવાલો કર્યો હતો. આ તમામ ઘટનામાં મૌલવી સતત કહેતો રહ્યો કે આવી કોઈ જ ઘટના બની નથી અને મેં આવું કોઈ જ કૃત્ય કર્યું નથી. પરંતુ ગામલોકો તેને સજા અપાવવા પર અડગ રહ્યા હતા.
આ ગામમાં મસ્જિદમાં ઉર્દૂ ભણાવવામાં આવે છે. અહીં દરેક ધર્મના લોકો પોતાના બાળકો ભણવા મોકલે છે, પરંતુ આ ઘટના બન્યા બાદ લોકો પોતાના બાળકો માટે ચિંતાની સ્થિતિમાં મૂકાયા છે. બીજી તરફ સગીરાના પરિવારજનોની ફરિયાદ બાદ પોલીસ આ મામલાની ઊંડી તપાસમાં લાગી ગઈ છે.