મદ્રાસ હાઇકોર્ટે હિંદુ સંગઠન દ્વારા આયોજિત એક ધાર્મિક કાર્યક્રમ પર સરકાર દ્વારા રોક લગાવી હતી, તેના વિરોધમાં જઈને સંગઠનના પક્ષમાં નિર્ણય જાહેર કર્યો છે. સાથે ટિપ્પણી પણ કરી કે, ધાર્મિક આયોજનો પર સંપુર્ણ પ્રતિબંધ શક્ય નથી.
મળતી માહિતી અનુસાર તમિલનાડુનું પ્રખર રાષ્ટ્રવાદી હિંદુ સંગઠન ઇંદુ મક્કલ કાચી-તમિઝગમ ( IMKT ) 29 જાન્યુઆરી 2023ના રોજ તેમનું રાજ્ય સ્તરનું વાર્ષિક આયોજન કરવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારે તેમને આ કાર્યક્રમ કરવા માટે મંજૂરી નહોતી આપી. તેમણે ધાર્મિક ઉન્માદ વધી જશે અને રાજ્યનો કાયદો-વ્યવસ્થા ખતરામાં પડી શકે છે તેવી શંકા જાહેર પણ કરી હતી.
પરંતુ, સરકારના આ નિર્ણયને હિંદુ સંગઠન ઇંદુ મક્કલ કાચી-તમિઝગમ (IMKT)એ ઉચ્ચ ન્યાયાલયમાં પડકારતી અરજી કરી હતી. જેને કોર્ટે સ્વીકારી હતી. જ્યાં ન્યાયાધીશ ન્યાયમૂર્તિ જી. ચંદ્રશેખરનએ આ મામલાની સુનાવણી કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે “કલમ 25 મુજબ દરેક નાગરિકને ધાર્મિક આયોજનો કરવાનો હક છે.” વધુમાં તેમણે ઉમેર્યું હતું કે “કોઈ પણ કારણ બતાવીને ધાર્મિક આયોજનો પર સંપૂર્ણ પ્રતિબંધ ન લગાવી શકાય.”
“Total Ban For Conduct Of Religious Meetings Not Possible”: Madras High Court Allows Hindu Outfit’s Conference @UpasanaSajeev https://t.co/LK8BTvZINI
— Live Law (@LiveLawIndia) January 28, 2023
સરકાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે “ધાર્મિક આયોજનમાં ઘણા ધર્મ ગુરુઓ, કેટલાક ઉન્માદી લોકો પણ આવશે. તેમના દ્વારા અન્ય ધર્મના લોકો વિશે બોલવામાં આવશે તો રાજ્યની કાયદો વ્યવસ્થા બગડશે.”
મદ્રાસ હાઇકોર્ટે હિંદુ પક્ષ અને સરકારના પક્ષને સાંભળીને ઇંદુ મક્કલ કાચી-તમિઝગમ (IMKT)ને કાર્યક્રમ કરવાની મંજૂરી આપી છે. જેમાં તેમણે બપોરે 3:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધીમાં આયોજન પૂર્ણ કરવાનું રહેશે. સાથોસાથ એમ પણ કહ્યું છે કે આયોજન દરમિયાન સંગઠનનો કોઈ પણ સભ્ય અન્ય ધર્મ કે જાતિ વિશે ખોટુ ઉચ્ચારણ ન કરે. જોકે કાર્યક્રમ કરવાની છૂટ આપી છે, પરંતુ ટ્રાફિક સમસ્યાના કારણે રેલી કરવાની છૂટ આપી નથી.
હિંદુવાદી સંગઠન ઇંદુ મક્કલ કાચી-તમિઝગમ (IMKT) દ્વારા કોર્ટને એક સોગંધનામુ પણ આપવામાં આવ્યું છે, જેમાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા નહીં સર્જાય તેમજ કોઈ જ અન્ય ધર્મ કે જાતિ વિરુદ્ધ નિવેદન નહીં આપાય તેની બાંયધરી આપવામાં આવી છે. એ પણ ઉલ્લેખનીય છે કે આ સંગઠન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે મળીને કાર્ય કરી રહ્યું છે.