દિવસે ને દિવસે દેશમાં લવ જેહાદ જેવા દુષણોની ઘટનાઓ વધી રહી છે, તેવામાં ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઈડાના એક ઇન્તજારે સોનુ બની હિંદુ યુવતીને માદક દ્રવ્ય આપી બળાત્કાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. અધૂરામાં પૂરું આ ગુનામાં આરોપીને તેના અબ્બા અબ્બાસ અને ભાઈ સુહૈલે પણ સહયોગ આપ્યો હતો. હાલ પોલીસે તમામ આરોપીઓને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
મળતા અહેવાલો અનુસાર ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઈડાના જીમ સંચાલક ઇન્તજારે સોનુ બની હિંદુ યુવતીને માદક દ્રવ્ય પીડાવી બળાત્કાર આચર્યો હતો. આ પહેલાં તેણે હિંદુ યુવતીને જીમ ખાનામાં મેનેજરની પોસ્ટ પર નોકરી રાખી. એક દિવસે મોકો જોઇને તેને માદક પદાર્થ ભેળવેલું પીણું પીવડાવ્યું અને યુવતી બેભાન થઇ જતાં તેની સાથે પાશવી બળાત્કાર ગુજાર્યો. આરોપીની આ કરતૂતમાં તેના અબ્બુ અબ્બાસ અલી અને ભાઈ સુહૈલ અલીએ પણ તેને સહયોગ કર્યો હતો.
નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મામલો બિસરખ પોલીસ મથક વિસ્તારનો છે. નોઈડા સેન્ટ્રલ એડીસીપીએ જણાવ્યું હતું કે, ગ્રેટર નોઈડા વેસ્ટના શાહબેરી ગામનો રહેવાસી ઈન્તજાર નામનો વ્યક્તિ ASR નામનું જીમ ચલાવતો હતો અને યુવતી સાથે લવ જેહાદ અને દુષ્કર્મ આચરવાના આ ગુનામાં તેના અબ્બા અને ભાઈ પણ સામેલ હોવાની ફરિયાદને ધ્યાને લઈને પોલીસે ઇન્તેજારે સાથે તેના ભાઈ અને અબ્બુની પણ ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર યુવતી જયારે ભાનમાં આવી ત્યારે તેણે આરોપીના પરિવારને આ આખી ઘટનાની જાણ કરી હતી, પણ આરોપીના પિતા અબ્બાસ અને ભાઈ સોહેલે ઉપરથી પીડિતાને ધર્મ બદલીને આરોપી સાથે નિકાહ કરવા દબાણ કર્યું હતું. આરોપીઓએ પીડિતાને પોલીસ ફરિયાદ ન કરવાના બદલામાં મો માંગ્યા પૈસા આપવાની પણ લાલચ આપી હતી. આ કેસમાં એડીસીપીનું કહેવું છે કે પીડિતાની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો છે અને તેના પિતા અને ભાઈ સહિત આરોપીની ધરપકડ કરી છે. પોલીસ હકીકતના આધારે આ મામલે તપાસ કરશે.