Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવિરમગામ: પાટડી લવ જેહાદ મામલે મોટા અલી શોરૂમના સંચાલકોએ જેહાદી હુસૈનને મદદ...

    વિરમગામ: પાટડી લવ જેહાદ મામલે મોટા અલી શોરૂમના સંચાલકોએ જેહાદી હુસૈનને મદદ કરી હોવાનો આક્ષેપ: પાટડી સજ્જડ બંધ, મામલો થાળે પડ્યાના અહેવાલો ખોટા ઠર્યા

    વિરમગામના પાટડી ખાતે આવેલા મોટા અલી શો રૂમમાં લવ જીહાદનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ધાક ધમકી જેવી ગંભીર બાબતો પણ સામેલ હોવાનું પીડિત પરિવારે ઑપઇન્ડિયા સાથેની એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું.

    - Advertisement -

    પાટડીનો મોટા અલી શોરૂમ જેહાદ કરાવતા હોવાના આક્ષેપો સાથે ગઈકાલે પાટડીમાં મૌન રેલી કાઢવામાં આવી હતી, વિરમગામના પાટડી ખાતે આવેલા મોટા અલી શોરૂમમાં કામ કરતી હિંદુ યુવતી સાથે હુસૈન યુનીસ વોરા નામના મુસ્લિમ યુવકે લવ જેહાદ આચર્યો હોવાનો આક્ષેપ યુવતીના પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો. સાથે આજે ઘટનાના વિરોધમાં પાટડી તાલુકો સજ્જડ બંધ રહ્યો હતો. પીડિત પરિવારનો આક્ષેપ છે કે શોરૂમ સંચાલકોએ તેમની દીકરીને ભોળવીને હુસૈન સાથે ભગાડી મૂકી છે.

    મળતી માહિતી અનુસાર વિરમગામ તાલુકાના પાટડી ખાતે મધ્યમ વર્ગીય યુવતી પોતાના ભાઈ સાથે નજીકમાં આવેલા ઈલેક્ટ્રોનિક એપ્લાયન્સીસના શોરૂમમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી, દરમિયાન આજ શોરૂમમાં નોકરી કરતો હુસૈન યુનીસ વોરાનામનો મુસ્લિમ યુવક યુવતીને યેનકેન પ્રકારે ઉઠાવી ગયો હતો. જે પછી યુવતીના પરિવારજનો સહિત હિંદુ સંગઠનો અને સ્થાનિક લોકો દ્વારા પાટડી અને માંડલ ખાતે આવેલ શોરૂમ ખાતે ઉગ્ર રજૂઆત કર્યા બાદ બંને શોરૂમ મંગળવારના રોજ બંધ કરવામાં આવ્યા હતા.

    ભાઈ ઉપર ચોરીનો આરોપ નાખીને કાઢી મુક્યો, અને દીકરીને ઉઠાવી ગયા

    - Advertisement -

    સમગ્ર ઘટના વિષે વાત કરતા પીડિત પરિવારના વડીલે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે “અમારા પરિવારનો દીકરો પાટડીના મોટાભાઈ અલીભાઈ શોરૂમમાં નોકરી કરતો હતો, ભાઈ નોકરી કરતો હોવાના વિશ્વાસે અમારા ઘરની દીકરી પણ તે જગ્યાએ નોકરી અર્થે જવા લાગી, શોરૂમ સંચાલકો પહેલેથીજ લવ જેહાદની માનસિકતા ધરાવતા હતા, પાટડી શોરૂમ મેનેજર હોઝી અને અન્ય મુસ્લિમ સ્ટાફ દીકરીને ફસાવાની કોશિશો કરી રહ્યા હતા, શોરૂમનો મુસ્લિમ મેનેજર હોઝી અમારી દીકરીને રાત્રે 12 વાગે ફોન કરીને ભાગવા દબાણ કરતો હતો, દરમિયાન આ સમગ્ર ઘટના ઘટી, અમે અને અમારા દીકરાએ આ બાબતની રજૂઆત કરતા સંચાલકોએ અમારા દીકરા ઉપર ચોરીના આક્ષેપો નાખીને તેને કામ પરથી કાઢી મુક્યો હતો, મોટા અલી શોરૂમનો લવ જેહાદ કરાવવામાં સંડોવાયેલો છે.”

    આ ઘટનાના સમગ્ર વિરમગામ પંથકમાં ઘેર પ્રત્યાઘાત પડ્યા છે, વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય ઘણા હિંદુ સંગઠનો દ્વારા અનેક જગ્યાએ રેલીઓ કાઢવામાં આવી હતી, તથા અંદાજે 5000 જેટલાં લોકોએ એકઠા થઈને મોડી સાંજે વિરમગામ મામલતદારને આવેદનપત્ર આપ્યા હતા બાદ વિરમગામ ખાતે આવેલ મોટાભાઈ અલીભાઈના ઇલેક્ટ્રોનિક ના શોરૂમ ઉપર યુવતીના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં હિંદુ સંગઠન કાર્યકરો સહિત લોકો ભેગા થયા હતા અને શોરૂમના મુખ્ય માલિક પાસે રજૂઆત કરી હતી. ત્યારે અન્ય મુસ્લિમો આવી પહોંચતા પીડિત પરિવારે પોતાની દીકરી પાછી લાવી આપવા બાબતે ઉગ્ર બોલચાલ પણ થઇ હતી.

    પાટડીમાં મૌન રેલી સાથે 5000 લોકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું

    યુવતીના પરિવારજનો અને હિંદુ સંગઠનો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે મોટાભાઈ ઇલેક્ટ્રોનિક્સની દરેક શાખાઓમાં મુસ્લિમ યુવકો અને હિન્દુ યુવતીઓને નોકરીએ રાખી લવ જેહાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ બાબતે માહિતી આપતા સ્થાનિક હિંદુ સંગઠનના આગેવાન ચિંતન મહેતાએ ઑપઈન્ડિયા સાથે થયેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે “લવ જેહાદની આ ઘટનાને લઈને અમે ગઈકાલે જ પાટડી બંધનું એલાન આપ્યું હતું, આજે આખું પાટડી સ્વયંભુ સજ્જડ બંધ રહ્યું છે, મુસ્લિમ જેહાદીએ દીકરીને કડીથી ઉઠાવી હતી જેથી અમે પરિવાર સાથે કડી ખાતે ફરિયાદ નોંધાવી છે, સમગ્ર હિંદુ સમાજના 5000 જેટલાં લોકોએ પાટડીમાં મૌન રેલી કરીને મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું. આખો હિંદુ સમાજ પીડિત પરિવાર સાથે છે”

    મોટા અલી શોરૂમમાં મુસ્લિમ યુવકો અને હિન્દુ યુવતીઓને નોકરીએ રાખી લવ જેહાદને પ્રોત્સાહન: હિંદુ સંગઠનો

    શોરૂમ વિષે માહિતી આપતા ચિંતન મહેતા જણાવે છે કે “મોટા અલીનો શોરૂમના માલિકો અને સંચાલક મોઈઝ પટેલની આમાં સીધી સંડોવણી છે. પાટડી સહિતના અન્ય શોરૂમોમાં આ પ્રકારની મોડસઓપરેન્ડી તેઓ વાપરી રહ્યા છે, તેઓ માત્ર મુસ્લિમ યુવકો અને હિંદુ યુવતીઓને જ નોકરી પર રાખે છે, અને મોટા અલીના તમામ શોરૂમો આ પ્રકારના લવ જેહાદના કિસ્સાઓને પ્રોત્સાહન આપે છે, આ લોકોના સાણંદ, વિરમગામ, પાટડી, માંડલ, કડી સહીત અનેક શોરૂમ આવેલા છે, તાજેતરમાં તેઓ શંખેશ્વર ખાતે નવી શાખા ખોલવા જઈ રહ્યા હતા, પરંતુ તેમની લવ જેહાદને પ્રોત્સાહન અને કટ્ટર માનસિકતાના કારણે શંખેશ્વરમાં લોકોએ વિરોધ કર્યો હતો જેથી હાલ પુરતું સંચાલકોએ તે શોરૂમ ન ખોલવાનો નિર્ણય લીધો હતો. મોટા અલી પેઢી વિરુદ્ધ તમામ જગ્યાઓ પર આક્રોશ છે અને આવેદન પત્રો અપાઈ રહ્યા છે.”

    “મામલો થાળે પાડ્યો” ના દાવા ખોટા સાબિત થયા

    તાજેતરમાં ગુજરાતી સમાચારપત્ર દિવ્યભાસ્કરે આ અંગે “મામલો થાળે પાડ્યો” ની હેડલાઈન સાથે અહેવાલ આપ્યો હતો કે વિરમગામના પાટડીનો લવ જેહાદ મામલો થાળે પાડી ગયો છે, પરંતુ ઑપઇન્ડિયાએ ગ્રાઉન્ડ રીપોર્ટ અને પરિવાર સાથે થયેલી વાતચીત કરતા ધ્યાને આવ્યું હતું કે હજુ પણ આ મામલે અનેક જગ્યાઓ પર આવેદન પત્રો આપવામાં આવવાના છે. તથા પીડિત પરિવારના જણાવ્યાં અનુસાર જો યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો મામલો વધુ ગરમાય તેવી શક્યતાઓ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં