Tuesday, April 16, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ‘આપને મત આપવા કરતાં ભાજપને આપજો’: પાટીદાર નેતા અને કોંગ્રેસ ધારાસભ્ય લલિત...

  ‘આપને મત આપવા કરતાં ભાજપને આપજો’: પાટીદાર નેતા અને કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા, વિડીયો વાયરલ

  અગાઉ પણ લલિત વસોયા ભાજપમાં જોડાશે તેવી અટકળો અનેક વખત વહેતી થઇ છે, ઘણીવાર ભાજપ નેતાઓ સાથે પણ જોવા મળ્યા હતા.

  - Advertisement -

  છેલ્લા ઘણા સમયથી જેમની ભાજપમાં જોડાવાની અટકળો ચાલતી રહે છે એવા કોંગ્રેસી ધારાસભ્ય લલિત વસોયા હવે જાહેરમાં આડકતરી રીતે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરતા જોવા મળ્યા છે. તેમણે એક પ્રચાર સભામાં કહ્યું કે, આમ આદમી પાર્ટીને મત આપવા કરતાં ભાજપને મત આપજો. 

  લલિત વસોયા ધોરાજીમાં આ સભા સંબોધી રહ્યા હતા. આ દરમિયાન વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને સાંસદ શક્તિસિંહ ગોહિલ પણ મંચ પર હાજર હતા. લલિત વસોયાએ આમ આદમી પાર્ટી અને ભાજપની વાત કરીને ‘આપ’ને ભાજપની બી ટીમ ગણાવીને કહ્યું કે, આમ આદમી પાર્ટીને મત આપવા કરતાં ભાજપને મત આપજો. 

  લલિત વસોયાએ કહ્યું, ‘ભારતીય જનતાની તાકાત નથી કે ધોરાજી-ઉપલેટામાં કોંગ્રેસને હરાવી શકે. એટલા માટે ભાજપ તેની બી ટીમ લઈને આવ્યું છે- આમ આદમી પાર્ટી. રામાયણનો એક પ્રસંગ કહીને તેમણે કહ્યું કે, ભાજપ પહોંચી શકે તેમ નથી એટલે તેઓ ત્રણસો યુનિટ વીજળી, ગેરેન્ટી કાર્ડ લઈને આમ આદમી પાર્ટી આવી છે. પરંતુ કોઈએ ભરમાવાની જરૂર નથી. 

  - Advertisement -

  તેમણે આગળ કહ્યું કે, “કોઈ આમ આદમી પાર્ટીની વાત કરે તો હું આ મંચ પરથી કહું છું, આમ આદમી પાર્ટીને મત આપવા કરતાં ભારતીય જનતા પાર્ટીને મત આપજો.” લલિત વસોયાની આ વિડીયો ક્લિપ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.  

  ઉલ્લેખનીય છે કે આ પહેલાં અનેક વખત લલિત વસોયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે તેવી મીડિયા અને સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી ચૂકી છે. ઘણી વખત તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે પણ જોવા મળ્યા છે

  લલિત વસોયા હાલ ધોરાજી-ઉપલેટા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તેઓ હાર્દિક પટેલના નજીકના નેતા ગણાતા હતા. હાર્દિક પટેલે ભાજપ પ્રવેશ કર્યા બાદ તેઓ પણ બીજેપીમાં જોડાશે તેવી અટકળો સતત વહેતી થઇ રહી હતી. ત્યારબાદ ગત 24 સપ્ટેમ્બરના રોજ પણ તેઓ ભાજપ નેતાઓ સાથે દેખાયા હતા. તે પહેલાં પણ તેમની ભાજપ નેતાઓ સાથેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વહેતી થઇ હતી. 

  જોકે, લલિત વસોયા કોંગ્રેસ છોડવાની કે ભાજપમાં પ્રવેશ કરવાની વાતો નકારતા રહ્યા છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં