ગુજરાતના સહુથી મોટા જિલ્લા કચ્છનું નાનકડું ધોરડો ગામ આજે વિશ્વમાં પોતાનો ડંકો વગાડી રહ્યું છે. પોતાની સંસ્કૃતિક વિવિધતા, લેન્ડસ્કેપ, સ્થાનિક મુલ્યો અને પરંપરાગત ખાણીપીણીથી કચ્છનું ધોરડો સર્વશ્રેષ્ટ પર્યટન ગામની સૂચિમાં સામેલ થયું છે. વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઈઝેશન એટલે કે UNWTO દ્વારા જાહેર કરવામાં આવેલી વિશ્વના ઉત્કૃષ્ટ પ્રવાસન ગામોની સૂચિ 2023માં કુલ 54 ગામોના નામ છે જેમાંથી એક આપણા કચ્છનું ધોરડો પણ છે.
મળતી માહિતી અનુસાર માત્ર 600 લોકોની વસ્તી ધરાવતું કચ્છનું ધોરડો ‘સર્વશ્રેષ્ટ પર્યટન ગામ’ની સૂચિમાં સામેલ થવા પર ભારતીય પર્યટન મંત્રાલયે આ વિશે માહિતી આપી હતી. મંત્રાલયના આધિકારિક X પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, “પર્યટન મંત્રાલયે એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ગુજરાતના ધોરડોને UNWTO દ્વારા ‘બેસ્ટ ટૂરિઝમ વિલેજ’ તરીકે સન્માનિત કરવામાં આવ્યું છે. આ પ્રશંસા લાંબાગાળાના અને જવાબદાર પર્યટનમાં ગામના અનુકરણીય યોગદાનને પ્રતિબિંબિત કરે છે.”
Ministry of Tourism is pleased to announce that Dhordo in Gujarat has been honoured as the "Best Tourism Village" by the @UNWTO. This accolade reflects the village's exemplary contribution to sustainable and responsible tourism. #Dhordo #UNWTO #SustainableTourism https://t.co/jnYXwRi8Na
— Ministry of Tourism (@tourismgoi) October 19, 2023
54 ગામોની પસંદગીમાં ધોરડો પણ સામેલ
ઉલ્લેખનીય છે કે UNWTO દ્વારા એક જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 2021માં શરૂ કરાયેલી આ પહેલ UNWTOના ગ્રામીણ વિકાસ પ્રવાસન કાર્યક્રમનો એક ભાગ છે. કાર્યક્રમ ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ અને સમાવેશને પ્રોત્સાહન આપવા, વસ્તીમાં ઘટાડા સામે લડવા, એડવાન્સ ઇનોવેશન અને પર્યટન દ્વારા મૂલ્ય સાંકળ એકીકરણ અને ટકાઉ પ્રક્રિયાઓને પ્રોત્સાહિત કરવા માટે કામ કરે છે. મેડ્રિડ સ્થિત સંસ્થાએ જણાવ્યું હતું કે એવોર્ડની ત્રીજી આવૃત્તિમાં લગભગ 260 અરજીઓમાંથી તમામ પ્રદેશોમાંથી 54 ગામોની પસંદગી કરવામાં આવી છે.”
અહીં જ ઉજવાય છે વિશ્વ વિખ્યાત રણોત્સવ
બીજી તરફ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ધોરડોને શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે પસંદ કરવામાં આવતા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે પણ પોતાના X એકાઉન્ટ પર પોસ્ટ કરીને પૂછ્યું કે, “તમે ધોરડોની તમારી ટ્રીપ ક્યારે બુક કરી રહ્યા છો? ગુજરાતના કચ્છના આ ગામને શ્રેષ્ઠ પ્રવાસન ગામનો ટેગ મળ્યો છે. અહીં ટેન્ટ સિટી ખાતે આ વર્ષે 10મી નવેમ્બરથી શરૂ થતા રણ ઉત્સવના વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવનો અનુભવ કરવાની તક ચૂકશો નહીં.”
When are you booking your trip to Dhordo?
— Piyush Goyal (@PiyushGoyal) October 20, 2023
This village in Kutch, Gujarat has been honoured with the "Best Tourism Village" tag by @UNWTO.
Don't miss the opportunity to experience the annual cultural extravaganza of the Rann Utsav at the tent city here that begins on November… pic.twitter.com/VObsp94wbt
કેવું છે ધોરડો
નોંધનીય છે કે ધોરડો એ કચ્છના સફેદ રણની નજીકમાં સ્થિત એક નાનકડું ગામ છે. માત્ર 600 લોકોની વસ્તી ધરાવતું આ ગામ શિયાળામાં વાર્ષિક રણ ઉત્સવનું આયોજન કરવા માટે જાણીતું છે. તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના દુર્ગમ વિસ્તારોના અંતરિયાળ સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો નિર્ણય કર્યો હતો. તેમણે કચ્છના દુર્ગમ ગણાતા સફેદ રણને પર્યટનના મોટા અવસરમાં ફેરવી નાંખ્યું અને દર શિયાળાની ઋતુમાં અહીં કચ્છ રણોત્સવ કરવાની શરૂઆત થઇ. શરૂઆતમાં નરેન્દ્ર મોદી પોતે જ આ સ્થળની મુલાકાત લેતા ત્યાં તૈયાર કરવામાં આવતા ટેન્ટ સીટી, કાળા ડુંગર પર આવેલા દત્ત મંદિર તેમજ સ્થાનિક સ્થળોની મુલાકાત લેતા અને તે જગ્યાઓને પ્રમોટ કરતા હતા.
એક સમયે સાવ દુર્જન એવા આ સ્થળો આજે આ વિશ્વભરમાં ખ્યાતી પામ્યા છે. કચ્છ રણોત્સવમાં દેશ-વિદેશથી પર્યટકો આવે છે, અહીં ટેન્ટ સિટીમાં રોકાય છે, આસપાસના સ્થળોએ ફરે છે. પર્યટન ઉભું કરવાના પ્રયત્નએ અહીં વસતા લોકોની જીવનશૈલી બદલી નાંખી છે. લોકો માટે નવા રોજગારના અવસરો ઉભા થયા અને સાથે-સાથે સ્થાનિક ગ્રામીણ વિકાસ પણ વધી રહ્યો છે.