દેશમાં ખાલિસ્તાની સમર્થકોની હિંમત દિવસે ને દિવસે વધી રહી છે. હિમાચલ પ્રદેશની શીતકાલીન રાજધાની ધર્મશાળાના વિધાનસભા પરિસરના ગેટ પર ખાલીસ્તાનીઓએ ઝંડા લગાવી દીધા હતા. રવિવાર (8 મે 2022)ની સવારે વિધાનસભાના મુખ્ય ગેટ પર ખાલિસ્તાની જંડા અને દીવાલો ઉપર ખાલિસ્તાન લખેલું જોઇને લોકો ચોંકી ઉઠ્યા હતાં. ઘટનાની સુચના મળતાજ પોલીસે ઝંડા ઉતારીને ખાલિસ્તાન લખેલા ઉપર કલરકામ કરાવી દીધું હતું.
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આ ઘટના બાદ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે. “રાતના અંધારામાં આવવાની હિમત છે, તેઓ દિવસે આવીને બતાવે,આ ઘટનામાં સામેલ લોકોની ભાળ મેળવવા પોલીસ આખા વિસ્તારના CCTV ફુટેજ તપાસી રહી છે.”
વધુમાં તેમને જણાવ્યું હતું કે “આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે, આ પ્રકારની ઘટનાને અંજામ દેવા વાળા લોકો નિષ્ફળ થશે. આ મામલામાં FIR દાખલ થયા બાદ અમે તપાસના આદેશ આપ્યા છે,ધર્મશાળાના દોષીઓ જ્યાં પણ ત્યાંથી તેમને તરત પકડી લેવામાં આવશે. તે લોકોનો કાયરતાપૂર્ણ વ્યવહાર સમય વધુ નહીં ટકી શકે. આ ઘટનાને અંજામ દેવાવાળા ઉપર કઠોરમાં કઠોર પગલા લેવામાં આવશે.”
જણાવી દઈએ કે માર્ચ 2022 માં જયરામ ઠાકુર સરકારે ખાલિસ્તાની આતંકી ભિંડરાવાલેના પોસ્ટર લાગેલી ગાડીઓને રાજ્યમાં ઘુસવા પર રોક લગાવવાના આદેશો આપ્યા હતા, સીએમ જયરામ ઠાકુરે સ્પષ્ટપણે કહ્યું હતું કે અમે ‘નિશાન સાહિબ’ (શીખ ધ્વજ) નું પૂરું સન્માન કરીએ છીએ, પરંતુ ખાલિસ્તાની આતંકી ભિંડરાવાલેને સહન કરવામાં નહીં આવે.
વાસ્તવમાં પંજાબથી આવવા વાળી ઘણી ગાડીઓ ઉપર ખાલિસ્તાની આતંકી ભિંડરાવાલેની તસ્વીરો વાળ બેનર લાગેલા હતા, જેના ઉપર જ્વાળામુખી અને મંડી જીલ્લાના લોકોએ આપત્તિ જતાવી હતી.એવા અનેક વિડીઓ પણ સામે આવ્યા હતા જેમાં સ્થાનીય લોકો આ ઝંડા હટાવવાની માંગ કરતા જોવા મળ્યા હતા, ત્યારબાદ સરકારે પગલા ભર્યા હતા.
અમન બાલી નામના ટવીટર યુઝરે ભિંડરાવાલેનો ઝંડો પકડેલા એક શીખ વ્યક્તિનો વિડીયો શેર કર્યો હતો, જેમાં કેટલાક લીકો ભિંડરાવાલેની તસવીરનો વિરોધ કરતા જોવા મળ્યા હતા. અમન બાલીએ અને ગુંડાગર્દી જાહેર કરતા ખાલિસ્તાની આતંકી ભિંડરાવાલેને ‘સંત જી’ કહીને સંબોધ્યો હતો.
આ પહેલા પણ ઓગસ્ટ 2021 માં આતંકી ગુરપવંત સિંહ પન્નુંએ હિમાચલ પ્રદેશ ના મુખ્યમંત્રી જયરામ ઠાકુરને ધમકી આપી હતી કે તે 15મી ઓગસ્ટે તિરંગો નહિ ફરકાવવા દે, ઓડિયો સંદેશમાં તે હિમાચલ પ્રદેશ પર કબજો કરવાની વાત પણ કરી રહ્યો હતો, કારણકે હિમાચલ પ્રદેશ પહેલા પંજાબ પ્રાંતમાં શામેલ હતું.