Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘કેદારનાથ ધામમાં સવા અબજનું સોનુ પિત્તળમાં બદલાઈ ગયું’: વાયરલ દાવાને લઈને મંદિર...

    ‘કેદારનાથ ધામમાં સવા અબજનું સોનુ પિત્તળમાં બદલાઈ ગયું’: વાયરલ દાવાને લઈને મંદિર સમિતિએ કરી સ્પષ્ટતા, કહ્યું- ફેક ન્યૂઝ ફેલાવનારો સામે કાર્યવાહી કરીશું 

    કેદારનાથ મંદિર સમિતિએ આ અંગે સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું કે આ આરોપોમાં કોઈ તથ્ય નથી અને ભ્રામક જાણકારી પ્રસારિત કરીને જનમાનસની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

    - Advertisement -

    સુપ્રસિદ્ધ તીર્થધામ કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં લગાવાયેલા સોનાને લઈને તાજેતરમાં સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી હતી. એક વાયરલ વિડીયોમાં ચારધામ તીર્થ પુરોહિત સમાજના ઉપપ્રમુખ આચાર્ય સંતોષ ત્રિવેદીએ કેદારનાથ મંદિર સમિતિ પર ગર્ભગૃહમાં ચડાવવામાં આવેલા સોનામાં કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ગર્ભગૃહમાં લગાવવામાં આવેલ સોનુ પિત્તળમાં બદલાઈ ગયું છે. 

    વીડિયોમાં આચાર્ય ત્રિવેદી કેદારનાથ મંદિરની બહાર ઉભેલા જોવા મળે છે. તેઓ કહે છે કે થોડા સમય પહેલાં મંદિરના ગર્ભગૃહમાં સોનુ લગાવવામાં આવ્યું હતું પરંતુ આજે તેમણે જઈને જોતાં તે પિત્તળમાં બદલાઈ ગયું હતું. આગળ તેમણે મંદિર સમિતિ પર આરોપ લગાવતાં કહ્યું કે, શા માટે સોનાની તપાસ ન કરવામાં આવી અને આ માટે જવાબદાર કોણ છે? તેમણે મંદિરમાં સવા અબજનું કૌભાંડ થયાનો આરોપ લગાવ્યો હતો. 

    તેમના આ આરોપોના આધારે ઘણાં મીડિયા સંસ્થાનોએ પણ આ વાતને આગળ ધપાવી હતી. ત્યારબાદ વિવાદ વધુ વકરતાં કેદારનાથ મંદિર સમિતિએ આ અંગે સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું કે આ આરોપોમાં કોઈ તથ્ય નથી અને ભ્રામક જાણકારી પ્રસારિત કરીને જનમાનસની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

    - Advertisement -

    બદરી-કેદારનાથમંદિર સમિતિ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘શ્રી કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં દીવાલો અને ગેલેરીને સ્વર્ણમંડિત કરવાનું કામ વર્ષ 2022માં એક દાતાના સૌજન્યથી કરવામાં આવ્યું હતું. વર્તમાનમાં કેટલાક લોકો દ્વારા સોશિયલ મીડિયા પર વિડીયો પ્રસારિત કરવામાં આવી રહ્યો છે કે એક અબજ 15 કરોડ રૂપિયાનું સોનુ મંદિરના ગર્ભગૃહમાં લગાવવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવમાં ગર્ભગૃહમાં 23,77.8 ગ્રામ સોનુ લગાવાયું છે, જેની વર્તમાન કિંમત 14.38 કરોડ રૂપિયા છે. 

    મંદિર પ્રશાસને સ્પષ્ટ કર્યું કે સ્વર્ણમંડિત કરવા માટે તાંબાની પ્લેટો પણ વાપરવામાં આવી હતી, જેનું કુલ વજન 1,001.30 કિલોગ્રામ છે અને તેનું કુલ મૂલ્ય રૂ.29 લાખ જેટલું થાય છે. આ તમામ ખર્ચ એક ડેટા દ્વારા કરવામાં આવ્યો છે. મંદિર સમિતિએ એમ પણ કહ્યું કે, ભ્રામક જાણકારી ફેલાવનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં