Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમુસ્લિમ યુવકના ત્રાસથી હિંદુ યુવતીએ આપઘાત કર્યાનો વધુ એક કિસ્સો: કપડવંજની પરણિતાએ...

    મુસ્લિમ યુવકના ત્રાસથી હિંદુ યુવતીએ આપઘાત કર્યાનો વધુ એક કિસ્સો: કપડવંજની પરણિતાએ કેનાલમાં ઝંપલાવ્યું, આરોપી મોહસીન સૈયદની ધરપકડ

    પોલીસે IPCની કલમ 306 હેઠળ ગુનો દાખલ કરીને આરોપી મોહસીનની ધરપકડ કરી, બે બાળકોનો પિતા હોવાનું સામે આવ્યું.

    - Advertisement -

    તાજેતરમાં ખેડાના ડાકોરમાં એક 22 વર્ષીય હિંદુ યુવતીએ મુસ્લિમ યુવકના બ્લેકમેઈલિંગથી ત્રાસીને આત્મહત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો હતો. હવે આવો જ એક કિસ્સો ખેડાના જ કપડવંજ ખાતેથી સામે આવ્યો છે. અહીં એક પરણિત હિંદુ મહિલાએ મુસ્લિમ યુવકના ત્રાસથી કંટાળીને નહેરમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

    વાસ્તવમાં, દસેક દિવસ પહેલાં કપડવંજના દહીયપ ગામમાંથી પસાર થતી કેનાલમાંથી એક 26 વર્ષીય મહિલાની લાશ મળી આવી હતી. પોલીસે લાશ કબ્જે કરીને તેના વાલીવારસો અંગે તપાસ કરતાં તે કપડવંજના જ તૈયબ કરસનપુરાની રહેવાસી હોવાનું સામે આવ્યું હતું, જ્યારે તેનું પિયર દહીયપ ગામમાં જ છે. પોલીસે જે-તે સમયે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. 

    જિલ્લા પોલીસ વડાએ આ મામલે જણાવ્યું કે, મૃતક મહિલાની અંતિમવિધિ બાદ તેના પરિજનોને જાણવા મળ્યું હતું કે તેમના જ ગામનો એક છોકરો, જેનું નામ મોહસીન અલી સતત દબાણ કરતો હતો અને પ્રેમસંબંધ રાખવા માટે મજબુર કરતો હતો. આ બાબતની જાણ યુવતીના પિતાએ પોલીસ સ્ટેશને કરતાં પોલીસ તપાસમાં આરોપી મોહસીન અલી ગુનાહિત જણાઈ આવતાં તેની સામે IPC 306 હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી લેવામાં આવી હતી અને હાલ કપડવંજ રૂરલ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. 

    - Advertisement -

    રિપોર્ટ્સ અનુસાર, મોહસીન પરણિતાને અવારનવાર મોબાઈલ પર હેરાન કરતો હતો તેમજ જો તેની સાથે પ્રેમસંબંધ નહીં રાખે તો બદનામ કરવાની ધમકીઓ પણ આપતો હતો. તેના ત્રાસથી કંટાળી ગયેલી મહિલાએ આખરે કેનાલમાં ઝંપલાવી દીધું હોવાનું જાણવા મળ્યું છે. મૃતકને એક ચાર મહિનાનું બાળક હતું જ્યારે આરોપી મોહસિન પણ પરણિત હોવાનું અને બે બાળકો હોવાનું જાણવા મળ્યું છે. 

    ડાકોરની 22 વર્ષીય યુવતીના આપઘાત મામલે અબ્દુલ્લા મોમિનની ધરપકડ

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આવો જ એક કિસ્સો ખેડા જિલ્લાના જ ડાકોરમાંથી સામે આવ્યો છે. ડાકોરમાં એક 22 વર્ષીય હિંદુ યુવતીએ અબ્દુલ્લા મોમિન નામના એક ઈસમના બ્લેકમેઈલિંગથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. જેની પણ કેસ દાખલ કરીને ધરપકડ કરી લેવામાં આવી છે. 

    ગત 11-12 મેના રોજ યુવતીનો પરિવાર લગ્નપ્રસંગ માટે બહારગામ ગયો હતો ત્યારે યુવતીએ જીવન ટૂંકાવી લીધું હતું. ત્યારબાદ પરિજનોને જાણ કરવામાં આવતાં તેમણે ઘરે આવીને મૃતદેહ કબ્જે કરી વતન લઈ જઈને અંતિમવિધિ કરી હતી. બીજી તરફ, અંતિમવિધિ પૂર્ણ થયા બાદ પિતાએ તેનો ફોન ચેક કરતાં અબ્દુલ્લા નામનો ઈસમ ઘણા સમયથી તેને પરેશાન કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત, બંને વચ્ચેની વાતચીતના રેકોર્ડિંગ્સ પણ મળી આવ્યાં હતાં. જેના આધારે યુવતીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતાં અબ્દુલ્લાની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં