Wednesday, June 26, 2024
More
    હોમપેજગુજરાતભડકાઉ ભાષણ મામલે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાયો મુફ્તી અઝહરી, 1 દિવસના રિમાન્ડ...

    ભડકાઉ ભાષણ મામલે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાયો મુફ્તી અઝહરી, 1 દિવસના રિમાન્ડ થયા મંજુર: પોલીસ પુછપરછમાં થઈ શકે છે નવા ખુલાસા

    જૂનાગઢ પોલીસે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, પકડાયેલા આરોપીઓ તપાસમાં સહયોગ આપી રહ્યા નથી. આ ઉપરાંત આ પહેલાં આપેલા ભડકાઉ ભાષણો અંગેની પણ તપાસ બાકી હોવાનું જણાવ્યું હતું.

    - Advertisement -

    જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા મામલે ગુજરાત પોલીસે મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ કરી હતી. જેને મંગળવારે (06 ફેબ્રુઆરી 2024) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢ પોલીસે મૌલાના અઝહરીના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જે પછી કોર્ટમાં દલીલના અંતે કોર્ટે પોલીસને મૌલાના અઝહરીના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

    આ પહેલાં જૂનાગઢ પોલીસે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, પકડાયેલા આરોપીઓ તપાસમાં સહયોગ આપી રહ્યા નથી. આ ઉપરાંત આ પહેલાં આપેલા ભડકાઉ ભાષણો અંગેની પણ તપાસ બાકી હોવાનું જણાવ્યું હતું. પરંતુ કોર્ટે ફક્ત બુધવાર (07 ફેબ્રુઆરી)ની બપોરના 4 વાગ્યા સુધીના જ રિમાન્ડ મંજુર કર્યા હતા.

    વ્યસન મુક્તિ કાર્યક્રમના નામે ગુજરાતમાં આવીને ઝેર ઓકનારા સલમાન અઝહરીને ATS મુખ્યાલય અમદાવાદથી જૂનાગઢ લાવવામાં આવ્યો હતો. જૂનાગઢના જયશ્રી ટોકીઝ નજીકના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે તેને રાખવામાં આવ્યો હતો. સાથે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી હતી. સઘન સુરક્ષા વચ્ચે મૌલાના સલમાન અઝહરીની LCBની ટીમ દ્વારા આકરી પૂછપરછ કરવામાં હતી. જે બાદ એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે, 6 ફેબ્રુઆરીએ 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે મૌલાના મુફ્તી સલમાન અઝહરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પરંતુ બુધવારે (06 ફેબ્રુઆરી 2024) કોર્ટે ફક્ત એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

    - Advertisement -

    મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ કચ્છમાં પણ ફરિયાદ નોંધાઈ છે. કચ્છના સામખીયાળી પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કચ્છમાં પણ તેણે જૂનાગઢની જેમ ભડકાઉ ભાષણ આપ્યું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ મૌલાનાના આ કાર્યક્રમની મંજૂરી માંગનારા આયોજકો સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કચ્છના સામખીયાળીમાં ગુલસને માદરી ટ્રસ્ટ દ્વારા મૌલાનાનો કાર્યક્રમ 31 જાન્યુઆરીએ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પણ મૌલાના દ્વારા ઘણા વિવાદિત નિવેદનો આપવામાં આવ્યા હતા. આ મામલે પોલીસ અને ATS સંયુકત રીતે તપાસ કરી રહી છે.

    શું છે મામલો?

    31 જાન્યુઆરીના રોજ યોજાયેલા કાર્યક્રમમાં ભાષણ આપતી વખતે મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ અમુક ભડકાઉ વાતો કહી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. જેમાં તે ‘કરબલા કા આખિરી મૈદાન બાકી હૈ’ અને ‘કુત્તોં કા વક્ત હૈ, હમારા દૌર આયેગા’ વગેરે જેવી વાતો કહેતો સંભળાય છે.

    વિડીયો વાયરલ થયા બાદ જૂનાગઢ પોલીસે સ્વતઃ સંજ્ઞાન લઈને આ મામલે FIR દાખલ કરી હતી. જ્યારે ગુજરાત ATSની ટીમ પણ તેની અટકાયત માટે મુંબઈ પહોંચી હતી. બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ બાદ રાત્રે જ ATSની ટીમ મૌલાનાને લઈને જૂનાગઢ માટે રવાના થઈ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં