Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ2017ના કેસમાં જીગ્નેશ મેવાણી, રેશમા પટેલ સહિત 10 દોષીઓને સજામાં કામચલાઉ શરતી...

    2017ના કેસમાં જીગ્નેશ મેવાણી, રેશમા પટેલ સહિત 10 દોષીઓને સજામાં કામચલાઉ શરતી રાહત: 5 વર્ષ જૂના ‘આઝાદી કૂચ’ના કેસમાં સેશન્સ કોર્ટનો ચુકાદો

    આ મામલે મે 2022 માં મેવાણી અને અન્ય 9 લોકોને દોષિત ઠેરવતા મેજિસ્ટ્રિયલ કોર્ટના ચુકાદા પછી જિલ્લા અને સેશન્સ કોર્ટમાં બે અપીલ દાખલ કરવામાં આવી હતી.

    - Advertisement -

    વર્ષ 2017માં મહેસાણાથી ધાનેરા સુધી કથિત આઝાદી કુચ કરવા મામલે જીગ્નેશ મેવાણી, રેશમા પટેલ, સુબોધ પરમાર અને કૌશિક પરમાર સહિતના દોષિતોને મહેસાણા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસના 3 માસની સજાની સામે સેશન્સ કોર્ટમાં કરેલ અપીલમાં તમામને દોષિતોને સજામાં કામચલાઉ રાહત આપવાનો હુકમ કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. એ નોંધવું જરૂરી છે કે હજુ આ તમામ આ કેસમાં દોષિત તો છે જ.

    મળતી માહિતી મુજબ 2017માં તથાકથિત ઉનાકાંડની વરસી નિમિત્તે બનાસકાંઠાના દલિત પરિવારને ફાળવેલી જમીનનો પ્રત્યક્ષ કબ્જો સોંપવાની માંગ સાથે મહેસાણાથી ધાનેરા સુધી કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા ‘આઝાદી કુચ’ના નામથી રેલી યોજવામાં આવી હતી. જુલાઈ 2017માં મંજૂરી વગર રેલી યોજવા મામલે જીગ્નેશ મેવાણી, રેશમા પટેલ સહિત 10 લોકોને મહેસાણા ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટ દ્વારા 3 માસની જેલ અને 1000 રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી હતી.

    આ મામલે મે 2022 માં મેવાણી અને અન્ય 9 લોકોને દોષિત ઠેરવતા મેજિસ્ટ્રિયલ કોર્ટના ચુકાદા પછી જિલ્લા અને સેશન્સ કોર્ટમાં બે અપીલ દાખલ કરવામાં આવી હતી. જેમાં એક અપીલ રાજ્ય દ્વારા સજામાં વધારો કરવા માટે કરવામાં આવી હતી અને બીજી અપીલ 12 આરોપીઓ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં ચૂકાદાને પડકારવામાં આવ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, કથિત ગુનો થયો તે સમયે કોઈ નુકસાન થયું નહોતું, પોલીસને કોઈ નુકસાન થયું નહોતું અને આ ગુના વખતે કલમ 144 અમલમાં નહોતી.

    - Advertisement -

    જે બાદ જીગ્નેશ મેવાણી સહિતના તમામ આરોપીઓએ સજા માફીની માંગ કરતી મહેસાણા સેશન્સ કોર્ટે તમામ આરોપીઓની અરજી ગ્રાહ્ય રાખી હતી. ત્યાર બાદ આજે મહેસાણા સેશન્સ કોર્ટે નીચલી અદાલતનો હુકમ રદ કરવા સાથે જ જીગ્નેશ મેવાણી, સુબોધ પરમાર, રેશ્મા પટેલ સહિત તમામ દોષિતોને સજામાં કામચલાઉ રાહત આપી છે.

    શું હતી આખી ઘટના

    12 જુલાઈ, 2017 ના રોજ, ઉનામાં દલિત સમાજના લોકોને કથિત રીતે જાહેરમાં કોરડા મારવાની ઘટના બાદ રાજ્યમાં મોટા પાયે આંદોલનનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો, ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયાં બાદ જીગ્નેશ મેવાણી અને તેમના સહયોગીઓએ મહેસાણાથી બનાસકાંઠાના ધાનેરા સુધી ‘આઝાદી કૂચ’નામની રેલીનું પરવાનગી વગર આયોજન કર્યું હતું.

    કહેવામાં આવી રહ્યું છે કે મેવાણીના એક સહયોગી કૌશિક પરમારે કથિત રીતે મહેસાણા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નામે રેલી માટે પરવાનગી માંગી હતી. તેમની અરજી રદ્દ થવા છતાં આયોજકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં