Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'મોદીને પાકિસ્તાનથી ડર લાગે છે', 'બાબા રામદેવ લશ્કર-એ-તૈયબા સાથે સંબંધ ધરાવે છે':...

    ‘મોદીને પાકિસ્તાનથી ડર લાગે છે’, ‘બાબા રામદેવ લશ્કર-એ-તૈયબા સાથે સંબંધ ધરાવે છે’: JDU નેતા ગુલામ રસૂલ બલિયાવીના મનઘડંત નિવેદનો

    ગુલામ રસૂલ બલિયાવી વિવાદાસ્પદ નિવેદનો આપવાનો લાંબો ઇતિહાસ ધરાવે છે. 20 જાન્યુઆરીના રોજ, એવું નોંધાયું હતું કે બલિયાવીએ ધમકી આપી હતી કે જો પયગંબર મુહમ્મદનો અનાદર કરતી કોઈ ટિપ્પણી કરવામાં આવશે તો મુસ્લિમો શહેરોને કરબલા બનાવી દેશે.

    - Advertisement -

    ભૂતપૂર્વ MLC અને વરિષ્ઠ JDU નેતા ગુલામ રસૂલ બલિયાવીએ રવિવારે PM મોદી, રામદેવ બાબા અને બાબા બાગેશ્વર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે “જો વડાપ્રધાન પાકિસ્તાનથી ડરતા હોય તો તેમણે સેનામાં 30 ટકા મુસ્લિમોની ભરતી કરવી જોઈએ. અમે જવાબ આપીશું.” તેમણે બાબા રામદેવનું લશ્કર-એ-તૈયબા સાથે કનેક્શન હોવાનું જણાવ્યું હતું અને બાબા બાગેશ્વરને બહુરૂપિયા પણ કહ્યા હતા.

    રવિવારે નવાદામાં મરકજી ઇદારા-એ-શરિયા દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન JDU નેતા ગુલામ રસૂલ બલિયાવીએ આ નિવેદન આપ્યું હતું.

    યોગગુરુ બાબા રામદેવ પર ભારતીય ન હોવાનો લગાવ્યો આરોપ

    બલિયાવીએ યોગગુરુ બાબા રામદેવ વિશે કહ્યું કે તેમની જમીન અને ઉત્પાદનોની તપાસ થવી જોઈએ. આ ઉત્પાદનો ક્યાં બને છે તેની પણ તપાસ થવી જોઈએ.

    - Advertisement -

    ખુલ્લા મંચ પરથી રામદેવ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ‘રામદેવ ભારતીય નથી. પાકિસ્તાનના લશ્કર-એ-તૈયબા સાથે તેનું કનેક્શન છે. આની પણ તપાસ થવી જોઈએ. રામદેવની સંપત્તિની પણ તપાસ થવી જોઈએ.’

    પ્રધાનમંત્રી મોદીને ગણાવ્યા ડરપોક

    બલિયાવીએ વડાપ્રધાન પર પણ નિશાન સાધતા કહ્યું કે જો તેઓ પાકિસ્તાન સાથે લડાઈ કરતા ડરતા હોય તો સેનામાં મુસ્લિમોને માત્ર 30% જગ્યા આપવાનો પ્રયાસ કરો.

    તેમને આગળ કહ્યું હતું કે જ્યારે પાકિસ્તાન મિસાઈલ બનાવીને ભારતને બતાવી રહ્યું હતું ત્યારે નાગપુરનો કોઈ બાબા જવાબ આપવા આવ્યો ન હતો. માત્ર એક મુસ્લિમનો પુત્ર જ આગળ આવ્યો હતો. જેનું નામ એપીજે અબ્દુલ કલામ છે.

    બાબા બાગેશ્વરને ઢોંગી ગણાવ્યા

    JDU નેતા ગુલામ રસૂલ બલિયાવીએ બાબા બાગેશ્વર પર પણ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે “બાબા બાગેશ્વર એક ઢોંગી છે. તે કોણ છે, તે શું છે તે ખબર નથી, તેના વિશે ખબર નથી, પરંતુ આપણે દેશના બંધારણ અને અદાલતને જાણીએ છીએ, આપણા દેશમાં આવા ઢોંગ કરનારાઓને કોઈ સ્થાન નથી. કપડાં પહેરીને અને મેક-અપ કરીને તે આપણા દેશને ગેરમાર્ગે દોરી શકે નહીં.”

    ગુલામ રસૂલ બલિયાવીએ કહ્યું કે દેશમાં દલિતોની જેમ મુસ્લિમો માટે પણ એક એક્ટ બનાવવો જોઈએ. મુસ્લિમોની સુરક્ષા માટે કાયદો ઘડવાની જરૂર છે.

    બલિયાવીના વિવાદાસ્પદ નિવેદનોનો ઇતિહાસ

    ગુલામ રસૂલ બલિયાવી વિવાદાસ્પદ નિવેદનો આપવાનો લાંબો ઇતિહાસ ધરાવે છે. 20 જાન્યુઆરીના રોજ, એવું નોંધાયું હતું કે બલિયાવીએ ધમકી આપી હતી કે જો પયગંબર મુહમ્મદનો અનાદર કરતી કોઈ ટિપ્પણી કરવામાં આવશે તો મુસ્લિમો શહેરોને કરબલા બનાવી દેશે.

    તેમણે કહ્યું, “અમે કરબલાના મેદાનમાં છીએ… જો તમે અમારા પયગંબરનો અનાદર કરશો, તો અમે શહેરોને કરબલા બનાવી દઈશું.” તેમણે આગળ કહ્યું, “હું કોઈ પાર્ટીનું નામ લેવા માંગતો નથી. એક પણ કહેવાતા બિનસાંપ્રદાયિક નેતાએ આ પાગલ મહિલાની ધરપકડની માગણી કરી નથી.” તે અસ્પષ્ટ છે કે તે કોનો ઉલ્લેખ કરી રહ્યા હતા, પરંતુ તે સંભવતઃ હાલના સસ્પેન્ડ કરાયેલા ભાજપ પ્રવક્તા નૂપુર શર્મા વિશે વાત કરી રહ્યા હતા.

    જાન્યુઆરી 2022 માં, તેણે સૂર્ય નમસ્કારનો વિરોધ કરતા કહ્યું હતું કે ‘અલ્લાહે સૂર્યને જન્મ આપ્યો છે, અમે તેની પૂજા કરી શકતા નથી’.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં