ઇઝરાયેલે (Israel) આતંકી સંગઠન હિઝબુલ્લાહ ચીફ હસન નસરલ્લાહને (Hezbollah Chief Nasrallah) મોતને ઘાટ ઉતર્યા બાદ હવે યમન (Yemen) ખાતે હુતી આતંકીઓ (Houthi Terrorist) પર નિશાનો સાધ્યો છે. ઇઝરાયેલની એરફોર્સે યમનના બંદરગાહ શહેર હોદેઇદાહમાં સ્થિત હુતી આતંકીઓના ઠેકાણાઓ પર ફાઈટર જેટથી હુમલા કર્યા હતા.
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે (IDF) આ સંદર્ભમાં એક સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. IDFએ જણાવ્યું કે ઇઝરાયલના મિલિટરી ઇન્ટેલિજન્સ ડાયરેક્ટરના નિર્દેશ પર એરફોર્સે રવિવારે (29 સપ્ટેમ્બર 2024) મોટા પાયે કરેલ ઓપરેશનમાં યમન ખાતે રાસ ઇસ્સાર અને હોદેદાહ સ્થિત હુતી આતંકીઓના વિસ્તારો પર હુમલો કર્યો હતો. ઇઝરાયેલે આ ઠેકાણાઓ પર ફાઈટર જેટ વડે એર સ્ટ્રાઈક કરી હતી.
ઇઝરાયેલી સેનાએ નિવેદન આપ્યું હતું કે, “IDFએ પાવર પ્લાન્ટ્સ અને એક બંદરગાહ પર હુમલો કર્યો, જેનો ઉપયોગ તેલની આયાત કરવા માટે થાય છે.” ઇઝરાયેલની સેનાનું કહેવું છે કે, તેના દેશના નાગરિકો માટે ખતરો છે, તેવા દરેક દુશ્મન સામે સમાન કાર્યવાહી કરશે અને તેને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ રહેશે. ભલે તે ગમે તેટલી દૂર બેઠો હોય.
⭕️BREAKING: The IAF struck military targets belonging to the Houthi terrorist regime in Yemen in response to their recent attacks against Israel.
— Israel Defense Forces (@IDF) September 29, 2024
The targets included power plants and a seaport, which were used by the Houthis to transfer Iranian weapons to the region, in… pic.twitter.com/QaWSD3uMEJ
IDF અનુસાર, હુતી આતંકવાદીઓ પરનો હુમલો ઇઝરાયેલ પરના તાજેતરના હુમલાનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો. આ પહેલા શુક્રવારે (27 સપ્ટેમ્બર) તેઓએ હિઝબુલ્લાહ ચીફ હસન નસરાલ્લાહને મોતને ઘાટ ઉતાર્યો હતો. ઇઝરાયેલે હુતી આતંકવાદીઓ પર કરેલ હુમલામાં 4ના મોત અને 29 ઘાયલ હોવાના અહેવાલ મળ્યા હતા.
હુતીઓ પરના હુમલા એવા સમયે આવ્યા છે જ્યારે તેઓ પેલેસ્ટિનિયનો સાથે એકજૂથ થઈને ઇઝરાયેલ પર હુમલો કરી રહ્યા છે. આ હુમલા હિઝબુલ્લાહ ચીફ નસરાલ્લાહની હત્યા પછી આ વધુ તીવ્ર બન્યા છે. નસરાલ્લાહના મૃત્યુ પર રોનારા હુતી આતંકવાદીઓ એકલા ન હતા. પરંતુ, પાકિસ્તાનમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓ પણ નસરલ્લાહના મોતનો શોક માનવી રહ્યા છે.
પાકિસ્તાનમાં પણ ઈસ્લામિક કટ્ટરપંથીઓ નસરાલ્લાહના મૃત્યુ પર મનાવી રહ્યા છે શોક
અહેવાલ મુજબ, નસરાલ્લાહના મૃત્યુના વિરોધમાં પાકિસ્તાનના કરાચીમાં જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે હિઝબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહની હત્યાના વિરોધમાં પ્રદર્શનકારીઓ અમેરિકી વાણિજ્ય દુતાવાસ તરફ જઈ રહ્યા હતા. જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો પ્રદર્શનકારીઓ ગુસ્સે થઈ ગયા અને હિંસા શરૂ થઈ ગઈ. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તેમની સાથે ઘર્ષણ થયું હતું. અંતે, પોલીસે તેમને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો હતો.