Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી કેમ્પસના ઉદ્ઘાટન સમારંભ પહોંચ્યા કેજરીવાલ, સ્ટેજ પર પહોંચતા જ શરૂ...

    ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી કેમ્પસના ઉદ્ઘાટન સમારંભ પહોંચ્યા કેજરીવાલ, સ્ટેજ પર પહોંચતા જ શરૂ થયા મોદી-મોદીના નારા: મુખ્યમંત્રીએ હાથ જોડીને કહ્યું- ‘પ્લીઝ, 5 મિનિટ સાંભળો’

    યુનિવર્સિટીના ઉદ્ઘાટન પહેલા, એલજી અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચ્ચે બોલાચાલીના અહેવાલો હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું હતું કે નવા કેમ્પસના ઉદ્ઘાટન માટે બંને નેતાઓએ અલગ-અલગ સમય આપ્યો હતો, પરંતુ હવે મામલો ઉકેલાઈ ગયો છે. જે બાદ ગુરુવારે બંને નેતાઓએ સાથે મળીને રિબન કાપી હતી.

    - Advertisement -

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ ગુરુવારે (8 જૂન) પૂર્વ દિલ્હીમાં ગુરુ ગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી (GGSIPU) ના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. તે જ સમયે, યુનિવર્સિટીના નવા કેમ્પસની બહાર, ભાજપના સમર્થકોએ સીએમ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સૂત્રોચ્ચાર વચ્ચે, સીએમ કેજરીવાલે ભાજપ સમર્થકોને હાથ જોડીને તેમની વાત સાંભળવા વિનંતી કરી.

    ગુરુ ગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીના નવા કેમ્પસમાં ભાજપ અને AAP સમર્થકોના સૂત્રોચ્ચાર અને વિવાદ વચ્ચે સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું, “હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે 5 મિનિટ મારી વાત સાંભળો.” પણ છતાંય બંને પક્ષના લોકોએ વિવાદ ચાલુ રાખ્યો હતો.

    ઉદ્ઘાટન બાબતે ગવર્નર અને સીએમ વચ્ચે હતી ટસલ

    તે જ સમયે, યુનિવર્સિટીના ઉદ્ઘાટન પહેલા, એલજી અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચ્ચે બોલાચાલીના અહેવાલો હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું હતું કે નવા કેમ્પસના ઉદ્ઘાટન માટે બંને નેતાઓએ અલગ-અલગ સમય આપ્યો હતો, પરંતુ હવે મામલો ઉકેલાઈ ગયો છે. જે બાદ ગુરુવારે બંને નેતાઓએ સાથે મળીને રિબન કાપી હતી.

    - Advertisement -

    અગાઉ, દિલ્હી સરકારે જાહેરાત કરી હતી કે મુખ્ય પ્રધાન કેજરીવાલ આઇપી યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. જ્યારે રાજ નિવાસે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે એલજી વીકે સક્સેના પાસેથી તેના ઉદ્ઘાટન માટે સમય માંગવામાં આવ્યો હતો અને એલજી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે.

    આ દરમિયાન બીજેપી નેતાઓ અને કાર્યકરોએ ગુરુ ગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીના પૂર્વ દિલ્હી કેમ્પસની બહાર સીએમ કેજરીવાલને કાળા ઝંડા બતાવીને અને મોદી-મોદીના નારા લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

    ગવર્નર વીકે સક્સેનાએ યુનિવર્સિટી કેમ્પસને લગતા ફેક્ટ્સ સામે મુક્યા

    પોતાના ભાષણ દરમિયાન વીકે સક્સેનાએ AAPના દાવાઓને સંબોધતા કહ્યું કે આ સંકુલના બાંધકામ માટે 2014 માં ભૂતપૂર્વ માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

    તેમણે વધુમાં કહ્યું કે નવા ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી કેમ્પસમાં ખર્ચવામાં આવેલા કુલ 378 કરોડ રૂપિયામાંથી, 346 કરોડ રૂપિયા યુનિવર્સિટીએ પોતાના ભંડોળમાંથી ખર્ચ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે દિલ્હી સરકારે આ પ્રોજેક્ટ માટે અંદાજે 41 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા તે આપ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં