કચ્છની દરિયાઈ સીમાએથી ડ્રગ્સનું પકડાવાનું ચાલુ જ રહ્યું છે. હજી આ મહિનાની 21મી તારીખે કંડલા પોર્ટ પરથી એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ (ATS) તેમજ પ્રવર્તમાન નિર્દેશાલય (DRI) દ્વારા કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. હમણાં મળતાં સમાચાર અનુસાર આજે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે પાકિસ્તાનની દરિયાઈ સીમામાંથી ભારતની સીમામાં પ્રવેશ કરતા એક જહાજને આંતરી લઈને મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.
આંતરરાષ્ટ્રીય સીમા નજીક ATSને મળેલી જાણકારી મુજબ પાકિસ્તાનની સીમામાંથી ભારતની સીમામાં પ્રવેશ કરતી એક બોટ પર કોસ્ટ ગાર્ડની નજર હતી. આ બોટમાંથી લગભગ 330 કરોડની કિંમતનું 55 કિલો ડ્રગ્સ પકડાયું છે. આ બોટ સાથે 9 સ્મગલર્સને પણ પકડી લેવામાં આવ્યા છે.
મળતી જાણકારી અનુસાર જેવી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે આ બોટને આંતરી હતી કે આ પાકિસ્તાની બોટે કચ્છની દરિયાઈ સીમાએથી પરત ભાગવાનો પ્રયાસ શરુ કરી દીધો હતો. પરંતુ છેવટે આ બોટને રોકવા માટે કોસ્ટ ગાર્ડે ફાયરીંગ કર્યું અને અલ હજ નામની આ બોટમાં સવાર 9 સ્મગલર્સ પકડી લેવામાં આવ્યા હતા અને તેમની સાથે 55 કિલો હેરોઈનને પણ જપ્ત કરવામાં આવી હતી.
जानकारी यह भी है पाकिस्तानी बोट ने भारतीय एजंसियों को देख पाकिस्तान सीमा में भागने की खूब कोशिश की,बाद में बोट को रोकने के लिए फायरिंग करनी पड़ी।आखिर अल हज बोट और उस में सवार 09 लोग 55 किलो हेरोइन के साथ पकड़े गए। https://t.co/7L9JvZZ8y8
— Janak Dave (@dave_janak) April 25, 2022
ગત વર્ષે સપ્ટેમ્બર મહિનાથી અત્યારસુધીમાં કુલ 15 વખત સમગ્ર ગુજરાત અથવાતો ગુજરાતની દરિયાઈ સીમામાંથી વિશાળ સંખ્યામાં ડ્રગ્સ ઝડપાયું હતું, જેમાં મોરબીમાં 600 કરોડની કિંમતનું તેમજ મુન્દ્રા પોર્ટ પરથી 3000 કિલો એટલેકે 21 હજાર કરોડની કિંમતનું ડ્રગ્સ મહત્ત્વના હતાં.
ગત 21 એપ્રિલે ATS અને DRIએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી અને કંડલા પોર્ટ પરથી 300 કિલો ડ્રગ્સ જપ્ત કરી લેવામાં આવ્યું હતું. આ સમગ્ર ડ્રગ્સ પાંચ કન્ટેનર્સમાં રાખવામાં આવ્યું હતું. એ સમયે DRI દ્વારા એમ જણાવવામાં આવ્યું હતું કે તેને આશંકા છે કે આ ડ્રગ્સ અફઘાનિસ્તાનથી ઈરાન થઈને ગુજરાતના કંડલા પોર્ટ પર આવ્યું હતું.
DRIને વખતોવખત આ પ્રકારે સમુદ્ર માર્ગેથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસો અંગે માહિતી મળતી રહેતી હોય છે અને તેના ઉચ્ચ અધિકારીઓ આ અંગે કાર્યવાહી પણ કરતા હોય છે. પરંતુ આ સમગ્ર મામલે પાકિસ્તાનનો હાથ હોવાની શક્યતા પણ બિલકુલ નકારી શકાતી નથી. આજે પકડાયેલી બોટ પણ પાકિસ્તાનની જ હતી અને પાકિસ્તાનની જળસીમા લાંઘીને ભારતમાં પ્રવેશી રહી હતી એ હકીકતને પણ અવગણી શકાય તેમ નથી.