Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ2014 પહેલાં સવાલો ન ગમવાના કારણે 24 મંત્રીઓએ કર્યો હતો કાર્યક્રમનો બહિષ્કાર:...

    2014 પહેલાં સવાલો ન ગમવાના કારણે 24 મંત્રીઓએ કર્યો હતો કાર્યક્રમનો બહિષ્કાર: ઇન્ડિયા ટૂડેનાં કલી પુરીએ ‘ગોદી મીડિયા’ કહેનારાઓને આપ્યો જવાબ

    ઇન્ડિયા ટુડે ગ્રુપના ઉપપ્રમુખ કલી પુરીએ સતત 10 વર્ષ સુધી એક ઉધોગ હાઉસ તરફથી સતત ધમકીઓ મળી હતી તેનો પણ ખુલાસો કર્યો હતો.

    - Advertisement -

    છેલ્લા ઘણા સમયથી મીડિયા પર અલગ અલગ આરોપો લગાવવામાં આવે છે. જેમાં ભારતના મોટા ઉધોગપતિઓને પણ ટાર્ગેટ કરવામાં આવે છે કે તેઓ મીડિયાને કંટ્રોલ કરે છે. ગોદી મીડિયા શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ તમામ બાબતો પર India Today Group ના ઉપપ્રમુખ કલી પૂરીએ જવાબ આપ્યો છે. તેમણે 2014 પહેલાનો એક કિસ્સો શેયર કરીને કહ્યું હતું કે “એક સમયે એક પક્ષના બધા મંત્રીઓએ અમારા કાર્યક્રમનો બોયકોટ કર્યો હતો. કારણ કે તેઓ અમારા સવાલ પૂછવાથી નારાજ હતા” 

    India Today Group દ્વારા દેશની રાજધાની દિલ્લીમાં બે દિવસીય કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. જેમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. આ જ કોન્કલેવમાં ગ્રુપના ઉપપ્રમુખ કલી પૂરી કે જેઓ India Today Groupના કર્તાધર્તા અરુણ પૂરીની દીકરી પણ છે, તેમણે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે “આજકાલ મીડિયાને ‘બીકાઉ’ અને ‘ગોદી મીડિયા’ કહેવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. લોકો મને અંગત રીતે ઘણી વાર પૂછે છે કે શું તમારા પર ઘણું દબાણ છે? તો હું કહેવા માંગીશ કે હા ઘણું જ દબાણ છે જેમાં રાજનેતાઓ, ઉધોગપતિઓથી લઈને વિદેશો સરકારો સુધીનું દબાણ છે. આ દબાણ નવું નથી.” 

    તેમણે વધુમાં ઉમેર્યું હતું કે “એક ઉધોગિક હાઉસ દ્વારા અમને કવર સ્ટોરી ન ચલાવવા માટે સતત 10 વર્ષ સુધી ધમકીઓ મળી હતી. દલાઈ લામા પર કવર સ્ટોરી કરવાના કારણે અમને એક દેશના રાજદૂતે ધમકી આપી હતી. અને એટલું જ નહીં, એક રાજનીતિક પક્ષ અમારા સવાલો પૂછવાથી નારાજ થવાના કારણે તેમના 24 મંત્રીઓને અમારા કાર્યક્રમમાં બેસવા દીધા ન હતા. આ બધું જ 2014 પહેલાનું છે. 

    - Advertisement -

    તેમણે એ પણ કહ્યું હતું કે “દબાણ બનાવવા માટે અમારી ચેનલનું બોયકોટ કરવામાં આવે છે. એપ્પને મોબાઈલમાંથી ડીલીટ કરવાના અભિયાનો પણ ચલાવે છે. પણ હવે આ બધું કોઠે પડી ગયું છે. 

    તેમના નિવેદનનો આ વિડીયો લઈને બીજેપીના સોશિયલ મીડિયા હેડ અમિત માલવિયાએ ટ્વીટ કરી હતી. તેમણે આ બબાતે રાહુલ ગાંધી પર સવાલ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે “રાહુલ ગાંધી વારંવાર કહે છે કે દેશમાં લોકશાહી સંકટમાં છે. પરંતુ આ જુઓ ઇન્ડિયા ટુડેના ઉપપ્રમુખ 2014 પહેલા મંત્રીઓણ કાર્યક્રમમાં ન મોકલવા બાબતે કહી રહ્યા છે.” 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં