Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટRBIએ LRSનો વિસ્તાર વધાર્યો, સાથે જ 20% TCSની ઘોષણા: જાણીએ શું કહે...

    RBIએ LRSનો વિસ્તાર વધાર્યો, સાથે જ 20% TCSની ઘોષણા: જાણીએ શું કહે છે ક્રેડિટ કાર્ડ ધારકો માટેનો આ નવો નિયમ

    આ પહેલાં વિદેશમાં ક્રેડિટ કાર્ડના વપરાશને LRSમાં સામેલ નહોતું કરવામાં આવ્યું, માત્ર ફોરેકસ કાર્ડ અને બેન્ક ટ્રાન્સફર પર જ આ નિયમ લાગુ હતો.

    - Advertisement -

    ભારત સરકાર દ્વારા દેશની બહાર ક્રેડિટ કાર્ડના વપરાશ પર 20% TCS (Tax collection at source) લગાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે RBI સાથે સલાહ સૂચન બાદ આ નિર્ણય લીધો છે. જેની જાણકારી એક નોટીફીકેશન દ્વારા જાહેર કરવામાં આવી છે. LRSનો વિસ્તાર વધતાંની સાથે જ વિદેશમાં ક્રેડિટ કાર્ડના વપરાશ પર 20% TCS લાગશે.

    મીડિયા અહેવાલો અનુસાર નાણા મંત્રાલયે જાહેર કરેલી અધિસૂચનામાં જણાવ્યું છે કે, મુદ્રા પ્રબંધન (ચાલુ ખાતાની લેણદેણ) (સંશોધન) નિયમ 2023માં જુલાઈ 2023થી લીબરેલાઈઝ્ડ રેમિટેન્સ સ્કીમ (LRS) અંતર્ગત આંતરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ વપરાશ પણ સામેલ કરવામાં આવશે. તેમાં તેમ પણ જણાવવામાં આવ્યું છે કે વિદેશી મુદ્રા પ્રબંધન 2000ના નિયમ 7ને હટાવી લેવામાં આવ્યો છે, જે LRS અંતર્ગત ભારતની બહાર યાત્રા પર ખર્ચ કરવા પર આંતરાષ્ટ્રીય ક્રેડિટ ઉપયોગમાં લાવવામાં આવે છે.

    આ નોટિફિકેશનને તાત્કાલિક અસરથી ભારતની બહાર ક્રેડિટકાર્ડના માધ્યમથી કરવામાં આવેલી લેણદેણને LRS અંતર્ગત લાવી દે છે. જેના કારણે વિદેશમાં ક્રેડિટ કાર્ડના વપરાશ પર 20% TCS લગાવવામાં આવશે. આ નિયમને 1 જુલાઈ 2023થી લાગુ કરવામાં આવશે. નોંધનીય છે કે આ પહેલા વિદેશમાં ક્રેડિટ કાર્ડના વપરાશને LRSમાં સામેલ નહોતું કરવામાં આવ્યું, માત્ર ફોરેકસ કાર્ડ અને બેન્ક ટ્રાન્સફર પર જ આ નિયમ લાગુ હતો. નાણા મંત્રાલયે આ નિર્ણય RBI સાથે વિચારણા કર્યા બાદ લીધો હોવાનું કહેવાય છે.

    - Advertisement -

    જોકે મેડિકલ અને શિક્ષણ સાથે સંકળાયેલા સેક્ટરને આ નવા નિયમમાં બાકાત રાખવામાં આવ્યાં છે. આ સિવાય ભારતની બહાર ક્રેડિટ કાર્ડના વપરાશ પર 1 જુલાઈથી 20% TCS લાગશે. જોકે LRS સ્કીમ અંતર્ગત ભારતમાં રહેતા નાગરિકોને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કોઈ પણ પ્રી-અપ્રુવલ વગર દર વર્ષે 250,000 ડૉલર (અંદાજે 2 કરોડથી વધુ રૂપિયા) મોકલવાની છૂટ છે. એક નાણાકીય વર્ષમાં પ્રતિ વ્યક્તિ 2.5 લાખ ડૉલરની LRS લિમિટની ગણતરી સમયે ભારતીયો તરફથી વિદેશ યાત્રાઓ કે ઓનલાઈન આંતરાષ્ટ્રીય ખરીદી પર ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડનો વપરાશ આ દાયરામાં સામેલ નહતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં