Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆસામના સીએમ વિરુદ્ધ આરોપ લગાવી ફસાયા દિલ્હીના ઉપમુખ્યમંત્રી સિસોદિયા : કાયદાકીય કાર્યવાહીની...

    આસામના સીએમ વિરુદ્ધ આરોપ લગાવી ફસાયા દિલ્હીના ઉપમુખ્યમંત્રી સિસોદિયા : કાયદાકીય કાર્યવાહીની લટકતી તલવાર

    વામપંથી પોર્ટલ ધ વાયરના રિપોર્ટનો આધાર લઈને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આસામના મુખ્યમંત્રીના પત્ની પર આરોપ લગાવ્યા હતા તેમાં તેઓ ખુદ જ ફસાઈ રહ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

    - Advertisement -

    વામપંથી મીડિયા પોર્ટલ ‘ધ વાયરે’ એક રિપોર્ટ પ્રકાશિત કરીને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા વિરુદ્ધ કોરોનાકાળ દરમિયાન પીપીઈ કિટના સપ્લાયમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યા બાદ આ વિવાદમાં દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા પણ કૂદ્યા હતા. તેમણે ‘ધ વાયર’ના રિપોર્ટના આધારે આરોપ લગાવ્યો હતો કે હિમંત બિસ્વા સરમાએ તેમની પત્ની અને નજીકના વ્યક્તિઓની માલિકી ધરાવતી કંપનીઓને સરકારી કોન્ટ્રાક્ટ આપી દીધા હતા. તેમણે કૉપી પણ શૅર કરી હતી.

    આ રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે સીએમ સરમાની પત્ની રિંકી ભુઈયાં સરમાની માલિકીની એક ફર્મને પીપીઈ કિટ અને કોવિડ-19 સબંધિત અન્ય સામાનના સપ્લાય માટે જરૂરી પ્રક્રિયાઓનું પાલન કર્યા વગર આદેશ આપવામાં આવ્યો હતો. 

    આરોપો બાદ 5 જૂનના રોજ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આમ આદમી પાર્ટી નેતા અને દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા દ્વારા લગાવવામાં આવેલા આરોપોને લઈને દસ્તાવેજો જારી કર્યા હતા. એક ટ્વિટમાં સીએમ સરમાએ કહ્યું કે, “કંપનીએ આસામના NHMને એક પત્રમાં જણાવ્યું હતું કે, કોવિડ વોરિયર્સ માટે લગભગ 1500 પીપીઈ કિટની આપૂર્તિને CSR યોગદાન તરીકે માનવામાં આવે અને જેથી સરકાર દ્વારા આ માટે એક પણ રૂપિયાનો ખર્ચ કરવામાં ન આવે.”

    - Advertisement -

    સીએમ સરમાએ પત્ની રિંકી ભુઇયાં સરમાની કંપની જેસીબી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન (NHM) આસામને મોકલેલા 26 માર્ચ 2020ના પત્રનો ફોટો પણ જોડ્યો છે. પત્રમાં જેસીબી ઇન્ડસ્ટ્રીઝે NHM પાસેથી કૉર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબીલિટી (CSR) હેઠળ 1485 પીપીઈ કિટ સ્વીકારવા માટે વિનંતી કરી હતી. પત્રમાં લખ્યું છે કે, “અમે એમરેલિસ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડની કુલ 1485 પીપીઈ કિટનો એક જથ્થો મોકલ્યો છે.”

    સીએમ હિમંત બિસ્વા સરમા દ્વારા 4 જૂનના રોજ દિલ્હી ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા પર બદનામ કરવાનો આરોપ લગાવીને કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી હતી. 

    રિપોર્ટ બાદ રિંકી સરમાએ આરોપોનું ખંડન કરતા કહ્યું હતું કે, તેમણે પીપીઈ કિટની આપૂર્તિ માટે એક પણ રૂપિયો લીધો નથી અને CSR હેઠળ નેશનલ હેલ્થ મિશનને પીપીઈ કિટ દાનમાં આપવામાં આવી હતી અને તે માટે કોઈ ખર્ચ કરવામાં આવ્યો ન હતો. 

    આ આરોપોનો જવાબ આપતા હિમંત બિસ્વા સરમાએ ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરતા કહ્યું હતું કે, “જ્યારે દેશ 100થી વધુ વર્ષોની સૌથી ખરાબ મહામારીમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે આસામ પાસે પીપીઈ કિટની ઘટ હતી. આવા સમયે મારી પત્નીએ આગળ આવવાનું સાહસ કર્યું અને લોકોના જીવ બચાવવા માટે સરકારને લગભગ 1500 કિટ મફત દાન કરી હતી. તેમણે એક પણ રૂપિયો લીધો ન હતો.”

    આ મામલે આસામ સરકારના પ્રવક્તાએ પણ સ્પષ્ટતા કરતા કહ્યું કે, “કોરોનાકાળ દરમિયાન પીપીઈ કિટના સપ્લાયમાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો નથી અને કોરોના મહામારીના કોઈ પણ સામાનના સપ્લાયમાં મુખ્યમંત્રીના પરિવારનો કોઈ પણ સભ્ય સામેલ ન હતો. તેમણે તમામ આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, જો બંને સંસ્થાઓ પાસે સબૂતો હોય તો તેઓ કોર્ટમાં કેમ જતા નથી?”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં