Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશક્તિસિંહને કોંગ્રેસ મજબૂત કરવાનો હરખ, પણ પાર્ટીના જ નેતાઓ પાણી ફેરવશે?: ફરી...

    શક્તિસિંહને કોંગ્રેસ મજબૂત કરવાનો હરખ, પણ પાર્ટીના જ નેતાઓ પાણી ફેરવશે?: ફરી ઉપડ્યા નારાજગીના સૂર, પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખે કહ્યું- ઇતિહાસની સૌથી કારમી હાર પછી પણ પાર્ટી કશું નથી શીખી

    ખરાબ હારના કારણોની તપાસ કરતી ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ પોતાના રિપોર્ટમાં એ નથી કહ્યું કે દિવસ-રાત કામ કરનારાઓને પણ મહત્વ આપવામાં આવે?: કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખ

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર મળ્યા બાદ મળ્યા કોંગ્રેસ પાર્ટી બેઠી થવાના પ્રયાસો કરી રહી છે. તાજેતરમાં જ નવા પ્રદેશ અધ્યક્ષ પણ નિમાયા અને ચર્ચા છે કે સંગઠનમાં અન્ય પણ ફેરફારો થઇ શકે છે. પરંતુ તેમ છતાં પાર્ટીમાં આંતરિક વિખવાદ અને નેતાઓની નારાજગી અટકી રહ્યાં નથી. હવે પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ઈશારા ઈશારામાં નારાજગી વ્યક્ત કરવા માંડી છે. 

    અમદાવાદ દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે એક ટ્વિટ કર્યું હતું, જે પાર્ટી માટે ચિંતાનું કારણ બનતું જણાઈ રહ્યું છે. તેમણે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, ઇતિહાસની કારમી હાર મળી હોવા છતાં કોંગ્રેસ કશું શીખી રહી નથી અને કામ કરતા નેતાઓને મહત્વ આપવામાં આવી રહ્યું નથી. 

    શેખે ટ્વિટ કરીને લખ્યું, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને વરિષ્ઠ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ તમને વિનંતી કરે છે કે એવું લાગી રહ્યું છે કે ગુજરાત કોંગ્રેસે ઇતિહાસની સૌથી ખરાબ હાર પછી પણ કશું શીખ્યું નથી. સાથે તેમણે કોંગ્રેસ નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી,  મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ અને શક્તિસિંહ ગોહિલને ટેગ કર્યા હતા. ત્યારબાદ આગળ લખ્યું કે, ખરાબ હારના કારણોની તપાસ કરતી ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ પોતાના રિપોર્ટમાં એ નથી કહ્યું કે દિવસ-રાત કામ કરનારાઓને પણ મહત્વ આપવામાં આવે?

    - Advertisement -

    ગ્યાસુદ્દીન શેખે ટ્વિટમાં જે તસ્વીર જોડી હતી તેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને ગુજરાત કોંગ્રેસના અન્ય નેતાઓ જોવા મળે છે. જોકે, તેમણે એ ફોડ પાડ્યો નથી કે કયા કારણોસર તેમને આવું લાગે છે અને કેમ લાગે છે કે કામ કરતા નેતાઓને મહત્વ આપવામાં આવી રહ્યું નથી. 

    ગુજરાત કોંગ્રેસમાં આંતિરક વિખવાદ કોઈ નવી બાબત રહી નથી. 2017ની વિધાનસભા ચૂંટણી બાદ પાર્ટીએ અનેક પછડાટો ખાધી છે, એમાં આ પણ એક બાબત છે કે તેમના નેતાઓ પાર્ટીમાં ટકતા નથી. 2017 પછી સતત પાર્ટી તૂટતી જ રહી છે અને એ જ કારણ છે કે 2022ની ચૂંટણીમાં માત્ર 17 બેઠકોમાં જ સમેટાઈ ગઈ હતી. 

    પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી થયા બાદ એક તરફ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસ મજબૂત કરવા માંગે છે અને જેઓ પણ જોડાવા માંગે છે તેમને તેઓ જોડીને આગળ વધશે. પરંતુ જે નેતાઓ હાલ પાર્ટીમાં છે તેમણે જ નારાજગીના સૂર ઉપાડ્યા છે. જેના કારણે પાર્ટીની ચિંતા ઘટવાને લઈને વધશે તેમ જણાઈ રહ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં