Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ભારતમાં 10 બિલિયન ડોલરનું રોકાણ કરશે ગૂગલ’: પીએમ મોદી સાથે મુલાકાત બાદ...

    ‘ભારતમાં 10 બિલિયન ડોલરનું રોકાણ કરશે ગૂગલ’: પીએમ મોદી સાથે મુલાકાત બાદ CEO સુંદર પિચાઈનું એલાન, ગુજરાત વિશે પણ અગત્યની જાહેરાત કરી 

    PM મોદી સાથેની મુલાકાત બાદ સુંદર પિચાઈએ કહ્યું કે, તેમની ઐતિહાસિક અમેરિકા યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવું એ ગર્વપૂર્ણ બાબત છે.

    - Advertisement -

    પોતાની અમેરિકા યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક ભારતીય-અમેરિકી ઉદ્યોગપતિઓને પણ મળ્યા હતા. જેમાં વિશ્વવિખ્યાત કંપની ‘ગૂગલ’ના સીઈઓ સુંદર પિચાઈ પણ સામેલ હતા. પીએમ મોદી સાથેની મુલાકાત બાદ ગૂગલ CEO પિચાઈએ ભારતમાં મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરી હતી તેમજ ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર શરૂ કરવાનું પણ એલાન કર્યું હતું. 

    PM મોદી સાથેની મુલાકાત બાદ સુંદર પિચાઈએ કહ્યું કે, તેમની ઐતિહાસિક અમેરિકા યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવું એ ગર્વપૂર્ણ બાબત છે. તેમણે જાહેરાત કરી હતી કે, ગૂગલ ભારતમાં ડિજિટાઈઝેશન ફંડમાં 10 મિલિયન યુએસ ડોલરનું રોકાણ કરશે. તેમજ ગાંધીનગર ગિફ્ટ સીટી ખાતે ગ્લોબલ ફિનટેક સેન્ટરની શરૂઆત કરશે. આ સિવાય તેમણે ભારતની આર્થિક પ્રગતિ અને ડિજિટલાઈઝેશનની પણ પ્રશંસા કરી હતી. 

    સુંદર પિચાઈએ વડાપ્રધાન મોદીના ડિજિટલ ઇન્ડિયાના વિઝનનાં વખાણ કરતાં કહ્યું હતું કે, વડાપ્રધાનનું આ વિઝન સમય કરતાં ઘણું આગળ અને વિશાળ છે અને આ બ્લુપ્રિન્ટને હવે અન્ય દેશો પણ અપનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, આર્થિક વિકાસ માટે ભારતની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે અને તેમની આ યાત્રાનો એક ભાગ બની રહેવાનો અમને આનંદ છે. 

    - Advertisement -

    યુએસ યાત્રા દરમિયાન પીએમ મોદી સુંદર પિચાઈ ઉપરાંત ઘણા ઉદ્યોગપતિઓને મળ્યા હતા અને તેમની સાથે ભારતમાં રોકાણ અને આર્થિક વિકાસને લઈને ચર્ચા કરી હતી. તેમણે એમેઝોન અને બોઇંગના CEO સાથે પણ મુલાકાત કરી હતી. આ બંને ઉદ્યોગપતિઓએ પણ પીએમ મોદીની અને તેમના વિઝનની પ્રશંસા કરી હતી. એમેઝોનના CEO એન્ડ્રૂ જેસ્સીએ પીએમ મોદી સાથેની મુલાકાત બાદ કહ્યું કે, તેઓ ભારતમાં વધુ રોજગારીની તકો સર્જવા માટે મદદરૂપ થવા માટે પ્રતિબદ્ધ છે. તો બીજી તરફ, બોઇંગના CEOએ ભારતને આગળ લઇ જવા માટેના પીએમ મોદીના સમર્પણની પ્રશંસા કરી અને કહ્યું કે, તેઓ ખાસ કરીને એવિએશનના ક્ષેત્રમાં પણ વિશેષ રદ ધરાવે છે અને વાતચીત દરમિયાન તેમણે ભારતમાં તેના મહત્વ પર ભાર મૂક્યો હતો. 

    વડાપ્રધાન મોદી અમેરિકાની રાજકીય મુલાકાતે ગયા હતા, જ્યાં તેમણે અનેક કાર્યક્રમો અને બેઠકોમાં ભાગ લીધો તો અમેરિકાની સંસદને બીજી વખત સંબોધી હતી. સતત બે વખત યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરનારા તેઓ પહેલા ભારતીય વડાપ્રધાન છે. હાલ તેઓ ઇજિપ્તમાં છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં