Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે ત્રીજી વખત કર્યા નિકાહ, સાનિયા મિર્ઝાની ઇન્સ્ટાગ્રામ...

    પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે ત્રીજી વખત કર્યા નિકાહ, સાનિયા મિર્ઝાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી તલાકની અટકળોને વેગ

    સાનિયા મિર્ઝાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અમુક પંક્તિઓ લખી હતી, જે લગ્નજીવન અને અંગત જીવન પર કેન્દ્રિત છે. લોકો તેની ઉપરથી અનુમાન લગાવી રહ્યા છે કે હવે પતિ-પત્ની એકબીજાથી અલગ થઈ ગયાં છે.

    - Advertisement -

    પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે અભિનેત્રી સના જાવેદ સાથે નિકાહ કર્યા છે. તેમણે બીજા નિકાહ ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા સાથે કર્યા હતા. ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ કરીને શોએબે આ બાબતની જાણકારી આપી. બીજી તરફ, સાનિયાએ પણ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી અપલોડ કરી હતી, જેનાથી બંને વચ્ચે તલાક થયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. 

    શોએબ મલિકે X પર સના જાવેદ સાથેની તસવીર પોસ્ટ કરી છે. જેમાં કેપ્શનમાં લખવામાં આવ્યું છે- અલહમદુલિલ્લાહ. 

    મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો શોએબ મલિક અને સના જાવેદ એકબીજાને ડેટ કરતાં હોવાની ચર્ચાઓ થોડા સમયથી ચાલી રહી હતી. ગત વર્ષે અભિનેત્રીના જન્મદિવસે મલિકે બંનેની તસવીરો પણ પોસ્ટ કરી હતી. 

    - Advertisement -

    સના જાવેદની વાત કરવામાં આવે તો તે પાકિસ્તાની અભિનેત્રી છે. વર્ષ 2020માં તેણે ગાયક ઉંમર જસવાલ સાથે નિકાહ કર્યા હતા, પરંતુ સંબંધ લાંબો ન ટક્યો અને 2023માં બંને વચ્ચે તલાક થઈ ગયા હતા. ત્યારબાદ તે શોએબ મલિકને ડેટ કરી રહી હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી. 

    દરમ્યાન, સોશિયલ મીડિયા પર સાનિયા મિર્ઝાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીનો સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેનાથી બંને વચ્ચે તલાક થયા હોવાની અટકળો વહેતી થઈ છે. આ પ્રકાશિત થઈ રહ્યું છે ત્યાં સુધીમાં બંને પક્ષેથી ફોડ પાડીને કશું કહેવામાં આવ્યું નથી. 

    સાનિયા મિર્ઝાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી

    સાનિયા મિર્ઝાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અમુક પંક્તિઓ લખી હતી, જે લગ્નજીવન અને અંગત જીવન પર કેન્દ્રિત છે. લોકો તેની ઉપરથી અનુમાન લગાવી રહ્યા છે કે હવે પતિ-પત્ની એકબીજાથી અલગ થઈ ગયાં છે. આ સ્ટોરી તેમણે ગત બુધવારે અપલોડ કરી હોવાનું કહેવાય છે.

    સાનિયા અને શોએબના નિકાહ વર્ષ 2010માં થયા હતા. તે પહેલાં જ શોએબે પહેલી પત્ની આયેશા સિદ્દીકીને તલાક આપ્યા હતા. પહેલાં હૈદરાબાદમાં મુસ્લિમ પરંપરા અનુસાર પ્રસંગ થયો હતો અને ત્યારબાદ એક પ્રસંગ પાકિસ્તાનના સિયાલકોટમાં પણ કર્યો હતો. 2018માં તેમને પ્રથમ સંતાન પણ થયું હતું. આ પહેલાં પણ બંને અલગ થશે તેવી અટકળો વહેતી રહી હતી, પરંતુ ગયા વર્ષે જ્યારે દંપતીએ તેમના પુત્રનો જન્મદિવસ દુબઈમાં ઉજવ્યો ત્યારે તેની ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. ત્યારબાદ તેમણે બંનેએ સાથે મળીને એક ટીવી શો પણ હોસ્ટ કર્યો હતો. 

    જોકે, ગત વર્ષે જ્યારે શોએબ મલિક અને સાનિયા મિર્ઝાએ પોતપોતાનાં સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર અમુક ફેરફારો કર્યા ત્યારે ફરી બંને ચર્ચામાં આવ્યાં હતાં. રિપોર્ટ એવું પણ કહે છે કે બંનેએ સોશિયલ મીડિયા ખાતાં પરથી એકબીજાની તસવીરો હટાવી દીધી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં