અસમથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, આસામના કરીમગંજમાં ભાજપમાં જોડાવા બદલ 11 મુસ્લિમ પરિવારો સામે ફતવો બહાર પાડીને તેમને ગામની બહાર કાઢી મુકવામાં આવ્યાં હતા ગામના જ ઇસ્લામિક ધર્મગુરુએ ભાજપમાં જોડાવા બદલ 11 મુસ્લિમ પરિવારો સામે ફતવો બહાર પાડ્યો અને તેમને નાત બહાર કરીવાના આદેશ આપ્યા હતા
અહેવાલ અનુસાર આસામના કરીમગંજમાં ભાજપમાં જોડાવા બદલ 11 મુસ્લિમ પરિવારો સામે ફતવો બહાર પડવાની ઘટના કરીમગંજના બિશ્કુટ ગામની છે, અહીના 11 પરિવારો તાજેતરમાં સત્તાધારી પક્ષમાં જોડાયા હતા. પરંતુ તેઓ ભાજપમાં જોડાયા બાદ ગામના અન્ય મુસ્લિમ પરિવારોએ તેમના પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ ગામના મૌલવીએ 11 મુસ્લિમ પરિવારો વિરુદ્ધ ફતવો બહાર પાડ્યો અને ગ્રામજનોએ તેમનો બહિષ્કાર કરીને ગામ બહાર ધકેલી દીધા હતા.
ઓર્ગેનાઈઝરે આપેલા અહેવાલ મુજબ તાજેતરમાં ભાજપમાં જોડાયેલા અબ્દુલ રહીમે કહ્યું હતું કે અબ્દુલ માતલબ અને રકીબ અલીની આગેવાનીમાં લગભગ 200 લોકો તેમના ઘરે આવ્યા અને તેના પરિવાર પર હુમલો કર્યો હતો. એટલું જ નહિ, મુસ્લિમ ટોળાએ તેનું ઘર સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.
પરિવારોના મસ્જીદમાં અને શાળામાં જવા પર પ્રતિબંધ
રીપોર્ટમાં જણાવ્યાં અનુસાર પીડિત મુસ્લિમ પરિવારોને ભાજપમાં જોડાયા બાદ ગામની મસ્જિદમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. તેમના બાળકોને ગામની શાળાઓમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ભાજપમાં જોડાયેલા મતિઉર્ર રહેમાને જણાવ્યું હતું કે તેમનો પરિવાર શાસક પક્ષ ભાજપમાં જોડાયો ત્યારથી તેઓ ગ્રામજનો તરફથી ધમકીઓનો સામનો કરી રહ્યા છે.
આટલું જ નહિ તેમને ગામના રસ્તાઓ પર નીકળવા દેવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જ્યારે પીડિત વ્યક્તિ શુક્રવારની નમાઝ પઢવા ગયા ત્યારે તેમને ત્યાંથી ધક્કા મારીને કાઢી મુકવામાં આવ્યાં હતા. આસામ ભાજપમાં જોડાયેલા અન્ય એક સોનહર અલી નામના વ્યક્તિએ પણ જણાવ્યું હતું કે કટ્ટરવાદીઓએ તેમના ઘરની સામે વાંસની એક વાડ લગાવી દીધી છે, જેથી તેમનો પરિવાર ગામમાં જઈ ન શકે.