Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉજ્જૈનમાં બિન-મુસ્લિમોને લોભાવવા 'પૈગામ-એ-ઈન્સાનિયત સોસાયટી'ની મોડસઓપરેન્ડી; હઝરત મહમ્મદ પર નિબંધ લાખો ને...

    ઉજ્જૈનમાં બિન-મુસ્લિમોને લોભાવવા ‘પૈગામ-એ-ઈન્સાનિયત સોસાયટી’ની મોડસઓપરેન્ડી; હઝરત મહમ્મદ પર નિબંધ લાખો ને 21 હજાર લઇ જાઓ: હોબાળો થતા કાર્યક્રમ રદ

    મામલો પ્રકાશમાં આવ્યા પછી પોલીસે આયોજકોને સ્પર્ધા સ્થગિત કરવાની સૂચના આપી હતી. જે બાદ આયોજક 'પૈગામ-એ-ઈન્સાનિયત' સંસ્થાએ તરત જ સ્પર્ધા મોકૂફ કરી દીધી હતી.

    - Advertisement -

    ઉજ્જૈનમાં બિન-મુસ્લિમો માટે હઝરત મહમ્મદ પર નિબંધ સ્પર્ધા યોજવામાં આવી આયોજકોના ઈરાદા પર સવાલ ઉઠતા તેને મોકૂફ રાખવાનો આદેશ કરાયો હતો. આ અંગે મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પણ આ ઘટનાની નોંધ લઈને આયોજિત નિબંધ સ્પર્ધાને મુલતવી રાખવાની સૂચના આપી હતી. ગૃહમંત્રીની આ સૂચનાઓ ઉજ્જૈનના એસપી સુધી પહોંચી છે.

    અહેવાલો અનુસાર પૈગામ-એ-ઈન્સાનિયત સોસાયટી દ્વારા મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બિન-મુસ્લિમો માટે હઝરત મહમ્મદ પર નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેને લઈને મોટો હોબાળો થયો હતો. હિંદુત્વવાદી સંગઠનોનું કહેવું છે કે સ્પર્ધા દ્વારા હિંદુઓનું ધર્માંતરણ કરવાની યોજના બનાવવામાં આવી રહી હતી. સ્પર્ધામાં બિન-મુસ્લિમો ભાગ લેવાના હતા, એટલે કે તેમનું લક્ષ્ય હિન્દુઓ હતા, જેમણે પયગંબર મોહમ્મદ પર જીવનચરિત્ર પર નિબંધ લખવાનો હતો. આ માટે આયોજકો દ્વારા રજીસ્ટ્રેશન બાદ એક ઇસ્લામિક પુસ્તક પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી હતી. આ પુસ્તક પ્રોફેટ મોહમ્મદના જીવન ચરિત્ર પર આધારિત હતું.

    રાજ્યના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ મંગળવારે જણાવ્યું હતું કે મારા ધ્યાન પર આ વિષય લાવવામાં આવ્યો હતો કે ઉજ્જૈનમાં બિન-મુસ્લિમો માટે હઝરત મહમ્મદ પર નિબંધ સ્પર્ધા યોજવા જઈ રહી છે, ગૃહ મંત્રીએ જણાવ્યું કે, “આવું કઈ રીતે થઇ શકે મને તે નથી સમજાઈ રહ્યું. આ કઈ રીત છે? જેમાં આયોજકોની નિયત પર જ પ્રશ્નો ઉભા થઈ જાય. જેવી આ બાબત મારા ધ્યાન પર આવી મે એસ.પીને આ નિબંધ સ્પર્ધા સ્થગિત કરાવવાના નિર્દેશો આપ્યા છે.

    - Advertisement -

    હિંદુ સંગઠનોએ નોંધાવ્યો હતો વિરોધ

    અહેવાલો મુજબ બજરંગ દળના નેતા પિન્ટુ કૌશલે માહિતી આપી હતી કે સ્પર્ધાના નામે આ લોકો મોહમ્મદ સાહેબની જીવનચરિત્ર શીખવીને લોકોને ધર્માંતરિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલું જ નહીં, સ્પર્ધામાં વધુમાં વધુ લોકોને સામેલ કરવા માટે 21 હજારથી લઈને 500 રૂપિયા સુધીના રોકડ ઈનામો પણ રાખવામાં આવ્યા હતા. બધા માટે પ્રોત્સાહક ઈનામોની વ્યવસ્થા હતી. સ્પર્ધા દ્વારા હિંદુઓનું ધર્માંતરણ કરવાની યોજના બનાવવામાં આવી રહી હતી. સ્પર્ધામાં બિન-મુસ્લિમો ભાગ લેવાના હતા, એટલે કે તેમનું લક્ષ્ય હિન્દુઓ હતા, જેમણે પયગંબર મોહમ્મદ પર જીવનચરિત્ર પર નિબંધ લખવાનો હતો.

    મામલો પ્રકાશમાં આવ્યા પછી પોલીસે આયોજકોને સ્પર્ધા સ્થગિત કરવાની સૂચના આપી હતી. જે બાદ આયોજક ‘પૈગામ-એ-ઈન્સાનિયત’ સંસ્થાએ તરત જ સ્પર્ધા મોકૂફ કરી દીધી હતી. સ્પર્ધાના આયોજકોમાંના એક સૈયદ નાસિરે જણાવ્યું હતું કે દરેક જાતિ અને ધર્મના લોકોને હઝરત મોહમ્મદ વિશે જણાવવા માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાંધો ઉઠાવ્યા બાદ કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં