Saturday, September 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમુખ્તાર અંસારીની પુત્રવધુના આઈફોનમાં મળ્યા દુબઈ-યુએઈના નંબરઃ જેલમાં દરોડો પડતા જ ફોન...

    મુખ્તાર અંસારીની પુત્રવધુના આઈફોનમાં મળ્યા દુબઈ-યુએઈના નંબરઃ જેલમાં દરોડો પડતા જ ફોન કરી દીધો હતો લોક, પોલીસે કડકાઈ બતાવતા આપ્યો પાસવર્ડ

    જ્યારે નિખત જેલમાં તેના પતિને મળવા ગઈ ત્યારે તે આ બે ફોન પોતાની સાથે લઈ ગઈ હતી. પોલીસ નિખત સુધી પહોંચી કે તરત જ તેણે તેના બંને ફોન લોક કરી દીધા. વારંવાર વિનંતી કરવા છતાં નિખત તેના iPhoneનો પાસવર્ડ આપતી ન હતી. આઈફોન ખુલતાની સાથે જ પોલીસને ઘણી ચોંકાવનારી માહિતી મળી છે.

    - Advertisement -

    જેલમાં બંધ ગેંગસ્ટર પિતા-પુત્ર મુખ્તાર અંસારી અને ધારાસભ્ય અબ્બાસ અંસારી બાદ હવે નિખત અન્સારી માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. નિખત અન્સારી અબ્બાસની પત્ની છે અને તે તેને ચિત્રકૂટ જેલમાં ગેરકાયદેસર રીતે મળતી હતી. પોલીસને નિખતના મોબાઈલમાંથી વિદેશી નંબરો મળ્યા છે. તેનું દુબઈ કનેક્શન સામે આવ્યું છે.

    ચિત્રકૂટ જેલના ડેપ્યુટી જેલરના રૂમમાં પતિ સાથે મુલાકાત કરવા અને સમય પસાર કરવા બદલ 10 ફેબ્રુઆરી 2023ના રોજ નિખતની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી પોલીસ નિખત અને તેના ડ્રાઈવર નિયાઝ અહેમદની સતત પૂછપરછ કરી રહી હતી. પૂછપરછ દરમિયાન નિખત તેના આઇફોનનો પાસવર્ડ પોલીસને આપતી ન હતી.

    ગેંગસ્ટર મુખ્તારની પુત્રવધૂની ઉત્તર પ્રદેશ SIT, STF અને સાયબર ટીમ દ્વારા લગભગ 8 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. જોકે કડકાઈ બાદ તેણે પોતાના બંને મોબાઈલના પાસવર્ડ આપી દીધા હતા. જેમાં દુબઈ અને યુએઈના નંબરો મળ્યા હતા. પોલીસ ટીમને તેના નંબરની કોલ ડિટેઈલ મળી આવી હતી અને અનેક વિદેશી નંબરો પર વાતચીત પણ મળી હતી.

    - Advertisement -

    હકીકતમાં જ્યારે નિખત જેલમાં તેના પતિને મળવા ગઈ ત્યારે તે આ બે ફોન પોતાની સાથે લઈ ગઈ હતી. પોલીસ નિખત સુધી પહોંચી કે તરત જ તેણે તેના બંને ફોન લોક કરી દીધા. વારંવાર વિનંતી કરવા છતાં નિખત તેના iPhoneનો પાસવર્ડ આપતી ન હતી. આઈફોન ખુલતાની સાથે જ પોલીસને ઘણી ચોંકાવનારી માહિતી મળી છે.

    જેલમાંથી ફેસટાઈમથી ચલાવતો હતો ધંધો

    મોબાઈલ ચેક કર્યા બાદ પોલીસને જાણવા મળ્યું કે આઈફોન યુએઈ અને દુબઈના છે. હવે નિખતના આઈફોનની ફેસટાઈમ એપ તપાસવામાં વ્યસ્ત છે. પોલીસને શંકા છે કે અબ્બાસ જેલમાંથી ફેસટાઈમ એપ દ્વારા પોતાનો ધંધો ચલાવતો હતો. તેના પર આરોપ છે કે તેણે ફેસટાઈમ એપ દ્વારા જ લોકોને ધમકી આપવાથી લઈને પોતાના માણસો સાથે વાત કરતો હતો.

    પોલીસે હાલ નિખત અને ડ્રાઈવર નિયાઝને રિમાન્ડ પર લીધા છે. નિયાઝ હંમેશા નિખતની સાથે રહેતો. નિખત કોની સાથે મળી રહી છે, કોની સાથે વાત કરી રહી છે, આ બધી બાબતો તેને ખબર છે. નિયાઝે ધરપકડ સમયે તેનો મોબાઈલ પણ ગાયબ કરી દીધો હતો. પોલીસ તેનો મોબાઈલ રિકવર કરવામાં વ્યસ્ત છે.

    નિખત અન્સારી પર તેના પતિને જેલમાંથી છટકાવવાનું કાવતરું ઘડવાનો પણ આરોપ

    રિપોર્ટ અનુસાર જ્યારે મહિલા પોલીસકર્મીઓએ દરોડા દરમિયાન નિખતને પકડી ત્યારે તેણે પોલીસકર્મીઓના હાથને ધક્કો મારી દીધો હતો. નિખતે તેનો હાથ પકડનાર મહિલા પોલીસકર્મીને ધમકી આપી હતી અને કહ્યું હતું કે ‘હું જાતે જ ચાલી રહી છું, જો ખેંચવાનો પ્રયત્ન કરીશ તો પરિણામ સારું નહીં આવે’. નિખત પાસેથી બે મોબાઈલ અને સાઉદી અરબની કરન્સી મળી આવી હતી.

    ઉલ્લેખનીય છે કે, અબ્બાસ અન્સારીને તેની પત્ની સાથે જેલમાં દરરોજ કલાકો પસાર કરવાની ઘટના સામે આવ્યા બાદ તેને ચિત્રકૂટથી કાસગંજ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. અબ્બાસ મની લોન્ડરિંગના કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી ચિત્રકૂટ જેલમાં બંધ હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં