દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનના નવીનીકરણનો મામલો જોર પકડી રહ્યો છે. રાજ્યના એલજી વીકે સક્સેનાએ આ મામલે મીડિયા રિપોર્ટ્સનું સંજ્ઞાન લીધું છે. એલજી ઓફિસના પ્રિન્સિપલ સેક્રેટરીએ મુખ્ય સચિવને પત્ર લખીને મુખ્યમંત્રી આવાસના નવીનીકરણ સાથે સંબંધિત તમામ કાગળો અને ફાઇલોને સુરક્ષિત રાખવા અને 15 દિવસમાં રિપોર્ટ સબમિટ કરવાની સૂચના આપી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનના નવીનીકરણનો મામલો જોર પકડી રહ્યો છે. એલજી વીકે સક્સેનાએ આ મામલે મીડિયા રિપોર્ટ્સનું સંજ્ઞાન લીધું છે. એલજી ઓફિસના પ્રિન્સિપલ સેક્રેટરીએ મુખ્ય સચિવને પત્ર લખીને મુખ્યમંત્રી આવાસના નવીનીકરણ સાથે સંબંધિત તમામ કાગળો અને ફાઇલોને સુરક્ષિત રાખવા અને 15 દિવસમાં રિપોર્ટ સબમિટ કરવાની સૂચના આપી છે.
AAP નેતાએ એલજી સક્સેનાને કેજરીવાલનું ઘર લઇ લેવાની કરી હતી અપીલ
આ વિવાદ વચ્ચે AAPના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કરે એલજી સક્સેનાને સીએમ કેજરીવાલનું ઘર સંભાળવાની અપીલ કરી હતી. પ્રિયંકા કક્કરે મંગળવારે દિલ્હીના એલજી વીકે સક્સેનાને AAP કન્વીનરનું ઘર લેવા અને મુખ્ય પ્રધાનને તેમનું ઘર આપીને ચર્ચાનો અંત લાવવા જણાવ્યું હતું.
શું છે મૂળ મુદ્દો
વાસ્તવમાં, અરવિંદ કેજરીવાલ આરોપોનો સામનો કરી રહ્યા છે કે તેમણે તેમના સત્તાવાર મુખ્યમંત્રી આવાસના નવીનીકરણ પર 45 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. દિલ્હી બીજેપી અધ્યક્ષે કહ્યું હતું કે મુખ્યમંત્રીના બંગલાના બ્યુટિફિકેશન પર 11 કરોડથી વધુનો ખર્ચ સામે આવ્યો છે. તેણે કહ્યું હતું કે બંગલામાં ઈલેક્ટ્રીકલ ફીટીંગ્સ 2.58 કરોડ રૂપિયામાં અને રસોડું 1.10 કરોડ રૂપિયામાં બનાવવામાં આવ્યું હતું.
કોંગ્રેસના નેતા અજય માકને કેજરીવાલને યાદ અપાવ્યું કે 2013માં સીએમ કેજરીવાલે લાલ બત્તીવાળી કાર, વધારાની સુરક્ષા અને સત્તાવાર બંગલાનો ઉપયોગ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. માકને કહ્યું કે તેમણે ડાયર પોલિશ્ડ વિયેતનામ માર્બલ, મોંઘા પડદા, મોંઘા કાર્પેટ ખરીદ્યા અને તેમની પાર્ટીનું નામ આમ આદમી પાર્ટી છે.