Tuesday, July 2, 2024
More
    હોમપેજદેશફરી તિહાડભેગા થયા અરવિંદ કેજરીવાલ, CBIના કેસમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી: દિલ્હી...

    ફરી તિહાડભેગા થયા અરવિંદ કેજરીવાલ, CBIના કેસમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી: દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે ચાલી રહી છે તપાસ

    ગત 26 જૂન 2024ના રોજ CBIએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ બાદ એજન્સીએ તેમના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે રિમાન્ડ પૂર્ણ થયા બાદ દિલ્હીની કોર્ટે CBIની અરજી પર નિર્ણય સુરક્ષિત કરી લીધો હતો. જોકે બાદમાં નિર્ણય એજન્સીના પક્ષમાં આવ્યો અને કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આગામી 12 જુલાઈ એટલે કે આવતા 14 દિવસ સુધી જેલમાં મોકલી આપ્યા છે.

    - Advertisement -

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દારુ કૌભાંડ મામલે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં જ CBIએ તેમની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી હતી, ત્યારે હવે કોર્ટે તેમને 12 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે. 12 જુલાઈ સુધી તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેશે. 

    ગત 26 જૂન 2024ના રોજ CBIએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ બાદ એજન્સીએ તેમના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને એજન્સીએ વધુ રિમાન્ડની માંગ તો ન કરી પરંતુ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટે રજૂઆત કરી હતી. બાદમાં નિર્ણય એજન્સીના પક્ષમાં આવ્યો અને કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આગામી 12 જુલાઈ એટલે કે આવતા 14 દિવસ સુધી જેલમાં મોકલી આપ્યા. 

    CBIએ કોર્ટમાં શું કહ્યું?

    ઉલ્લેખનીય છે કે CBIએ પોતાની રિમાન્ડ અરજીમાં કોર્ટને કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ તેમને પૂછપરછમાં સહયોગ નથી આપી રહ્યા. એજન્સીએ તેમ પણ કહ્યું હતું કે તેઓ જાણીજોઈને એવા જવાબ આપી રહ્યા છે જે રેકોર્ડમાં નોંધાયેલા પુરાવાઓથી વિપરીત હોય. કોર્ટને જણાવવામાં આવ્યું કે, “તેમની સામે જ્યારે પુરાવા રજૂ કરવામાં આવ્યા, જેનાથી સ્પષ્ટ થયું કે લિકર પોલીસી 2021-22 અંતર્ગત વેપારીઓના નફાને 5 ટકાથી વધારીને 12 ટકા કરી દેવામાં આવ્યો હતો, પરંતુ તેમણે આ બાબતે કોઇ સ્પષ્ટીકરણ આપ્યું ન હતું.”

    - Advertisement -

    એજન્સીએ કહ્યું કે, કેજરીવાલ એ સમજાવવામાં પણ નિષ્ફળ રહ્યા છે કે કોરોનાની બીજી લહેર જ્યારે ચરમસીમાએ હતી ત્યારે માત્ર એક જ દિવસમાં સંશોધિત લિકર પોલિસીને મંજૂરી શા માટે આપી દેવામાં આવી, તે પણ એવા સમયે જ્યારે સાઉથ ગ્રુપના આરોપીઓ દિલ્હીમાં હતા અને કેજરીવાલના નજીકના માણસ વિજય નાયર સાથે બેઠકો કરી રહ્યા હતા. 

    કોર્ટે અરજીને ધ્યાને લઇ આદેશ સંભળાવ્યો

    સ્પેશિયલ જજ સુનયના શર્માએ CBIની અરજી પર સુનાવણી કરતા આદેશ સંભળાવ્યો હતો. બીજી તરફ કેજરીવાલના વકીલે કહ્યું છે કે તેમણે આવેદન કર્યું હતું કે કસ્ટડી દરમિયાન ડાયાબિટીસની દવા, ટેસ્ટ કીટ અને ઘરનું જમવાનું આપવાની પરવાનગી આપવામાં આવે અને તેમને આની પરવાનગી મળી ચૂકી છે. વકીલે તેમ પણ જણાવ્યું હતું કે આગામી મંગળવારે (2, જુલાઈ 2024) જામીન મેળવવા માટે અરજી કરશે. 

    ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ એક સાથે 2 કેસનો સામનો કરી રહ્યા છે. બંને કેસ દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસને લગતા છે. પહેલો કેસ EDનો છે, જે મની લોન્ડરિંગ મામલે દાખલ કરવામાં આવ્યો હતો. જે મામલે EDએ 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી અને ત્યારથી જેલમાં બંધ હતા. બીજો કેસ CBIનો છે, જે ઉપરાજ્યપાલના આદેશ પર નોંધવામાં આવ્યો હતો. CBI દિલ્હી એક્સાઈઝ પોલિસી થકી થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરી રહી છે. આ જ કેસમાં તાજેતરમાં ધરપકડ કરવામાં આવી હતી. 

    EDના કેસમાં તાજેતરમાં દિલ્હીની ટ્રાયલ કોર્ટની વેકેશન બેન્ચે કેજરીવાલને જામીન આપ્યા હતા, પરંતુ તેને EDએ દિલ્હી હાઇકોર્ટમાં પડકારતાં હાઇકોર્ટે સ્ટે મૂકી દીધો હતો. જેથી કેજરીવાલ બહાર આવી શક્યા નહીં. બીજી તરફ CBIએ તેમની જેલમાં જ પૂછપરછ શરૂ કરી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં