Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાહુલ ગાંધી પર વધુ એક સંકટ તોળાયું: RSSને 'કૌરવો' કહેવાના મામલે હરિદ્વારમાં...

    રાહુલ ગાંધી પર વધુ એક સંકટ તોળાયું: RSSને ‘કૌરવો’ કહેવાના મામલે હરિદ્વારમાં માનહાનિનો દાવો દાખલ, સંઘ કાર્યકર્તાએ કોર્ટમાં અરજી કરી

    ફરિયાદ દાખલ કર્યા બાદ કોર્ટે રાહુલ ગાંધીને 12 એપ્રિલે હાજર થવા માટે નોટિસ પણ ફટકારી છે.

    - Advertisement -

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દિવસેને દિવસે કાયદાકીય ભીંસમાં આવતા જોવા મળી રહ્યા છે. હજુ મોદી સમાજ વિશે કરેલી ટિપ્પણીના મામલામાં નિવેડો આવે તે પહેલાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને કૌરવ કહેવાના મામલે હરિદ્વારમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો દખલ કરવામાં આવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. રાહુલ વિરુદ્ધ સંઘના એક કાર્યકર્તા દ્વારા હરિદ્વારના દ્વિતીય ન્યાયિકની કોર્ટમાં માનહાનિનો દાવો માંડવામાં આવ્યો છે. જેના પર ન્યાયાલય દ્વારા અગામી 12 એપ્રિલ 2023ના રોજ સુનાવણી કરવા માટેની તારીખ મુકરર કરવામાં આવી છે.

    અહેવાલો અનુસાર જગજીતપુર કનખલના રહેવાસી અને સંઘના કાર્યકર્તા કમલ ભદૌરિયા દ્વારા RSSને કૌરવ કહેવાના મામલે હરિદ્વારમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો દાખલ કરવામાં આવ્યો છે. ભદોરિયાએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં કલમ 370 હટાવવી, મુસ્લિમ મહિલાઓને અધિકાર આપતો ત્રણ તલાક પર કાયદો બનાવવો ઉપરાંત રામ મંદિરનો પાયો નાંખવા સહિત ઘણાં કામો થયાં અને આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પૂરતો સહયોગ આપ્યો અને સતત ખડેપગે રહ્યું.

    તેમણે કહ્યું કે, દેશમાં ક્યાંય પણ કોઈ પણ આપત્તિના સમયે સંઘની મહત્વની ભૂમિકા હોય છે. તેમ છતાં રાહુલ ગાંધીએ 9 જાન્યુઆરી 2023ના રોજ કુરુક્ષેત્ર અંબાલામાં સંઘને 21મી સદીના કૌરવ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું, “આજના કૌરવો ખાખી હાફ પેન્ટ પહેરે છે અને હાથમાં લાકડીઓ રાખે છે.” તેમણે આગળ કહ્યું કે, રાહુલ ગાંધીને કૌરવો વિશે જાણકારી હોવા છતાં તેમણે RSS જેવા કર્મઠ, મહેનતુ અને દેશને સમર્પિત સંગઠનને કૌરવો સાથે સરખાવ્યું અને સાથે એમ પણ કહ્યું કે તેઓ ‘હર-હર મહાદેવ’ કે ‘જય શ્રીરામ’ નથી કહેતા, જે તેમની નબળી માનસિકતા પ્રદર્શિત કરે છે.

    - Advertisement -

    પોતાની અરજીમાં કમલ ભદૌરિયાએ આગળ જણાવ્યું છે કે, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ દેશ પૂજારીઓનો નથી, પરંતુ તપસ્વીઓનો છે. તેમણે રાહુલના આ નિવેદનને લાગણીઓને ઠેસ પહોંચાડનારું ગણાવ્યું હતું. ફરિયાદ દાખલ કર્યા બાદ કોર્ટે રાહુલ ગાંધીને 12 એપ્રિલે હાજર થવા માટે નોટિસ પણ ફટકારી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં