Friday, November 22, 2024
More
    હોમપેજદેશડૉક્ટર સાથે મારામારીની ઘટનાને લઈને કુમાર વિશ્વાસે માંગી માફી: સુરક્ષા કાફલામાં રહેલ...

    ડૉક્ટર સાથે મારામારીની ઘટનાને લઈને કુમાર વિશ્વાસે માંગી માફી: સુરક્ષા કાફલામાં રહેલ જવાનોની કરાઈ બદલી

    કવિ ડૉ.કુમાર વિશ્વાસના કાફલામાં સામેલ સુરક્ષાકર્મીઓની કારને સાઇડ આપતી વખતે ટક્કર વાગતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ દરમિયાન ડોક્ટર પલ્લવ બાજપાઇએ આરોપ લગાવ્યો હતો કે કુમાર વિશ્વાસની સુરક્ષા કરી રહેલા CRPFના જવાનોએ તેતેમની સાથે મારપીટ કરી હતી.

    - Advertisement -

    બુધવારે (8 નવેમ્બર, 2023) થયેલી રોડ રેજની એક ઘટનામાં કવિ કુમાર વિશ્વાસની સુરક્ષામાં રહેલા કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના જવાનોને બદલી દેવામાં આવ્યા છે. વાસ્તવમાં, હિંસાની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી અગાઉના સુરક્ષા જવાનોને દૂર કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ કુમાર વિશ્વાસની સુરક્ષા કરી રહેલા સુરક્ષા કર્મચારીઓ અને એક ડૉક્ટર વચ્ચે થયેલી મારપીટ થયા બાદ આ મામલો સામે આવ્યો છે.

    ઉલ્લખનીય છે કે કુમાર વિશ્વાસને કેન્દ્ર સરકાર તરફથી વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. ગયા વર્ષે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર ખાલિસ્તાન સમર્થકોને સમર્થન આપવાનો આરોપ લગાવ્યા બાદ તેમને આ સુરક્ષા આપવામાં આવી હતી. આ અંતર્ગત તેમને CRPFના વીઆઈપી સુરક્ષા એકમનું એક નાનું ‘વાય’ કેટેગરીનું સશસ્ત્ર સુરક્ષા યુનિટ આપવામાં આવ્યું હતું.

    સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, શુક્રવારે (10 નવેમ્બર, 2023) કવિ કુમાર વિશ્વાસના VIP સુરક્ષા યુનિટમાં તૈનાત CRPF કમાન્ડોને બે દિવસ પહેલા બનેલી રોડ રેજની કથિત ઘટનાની તપાસ સુધી ફરજ પરથી દૂર કરવામાં આવ્યા છે. જો કે આ પછી કમાન્ડોના અન્ય યુનિટે તેમની જગ્યા લઇ લીધી છે.

    - Advertisement -

    આ મામલે સમીક્ષા કર્યા બાદ CRPFના ડાયરેક્ટર જનરલ એસ એલ થાઓસેને કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ આપ્યો છે. આ કથિત ઘટના બુધવારે તે સમયે બની હતી જ્યારે કુમાર વિશ્વાસ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ સ્થિત વસુંધરા હાઉસથી અલીગઢ જઈ રહ્યા હતા.

    જાણકારી અનુસાર કવિ ડૉ. કુમાર વિશ્વાસના કાફલામાં સામેલ સુરક્ષાકર્મીઓની કારને સાઇડ આપતી વખતે ટક્કર વાગતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ દરમિયાન ડોક્ટર પલ્લવ બાજપાઇએ આરોપ લગાવ્યો હતો કે કુમાર વિશ્વાસની સુરક્ષા કરી રહેલા CRPFના જવાનોએ તેમની સાથે મારપીટ કરી હતી.

    બીજી તરફ કુમાર વિશ્વાસે આરોપ લગાવ્યો હતો કે, સામેની કારમાં આવેલા શખ્સે યુપી પોલીસના કોન્સ્ટેબલ અને કેન્દ્રીય સુરક્ષાકર્મીઓ પર હુમલો કર્યો હતો. આ સાથે જ પોલીસ કમિશનર અજય કુમાર મિશ્રાએ નિવેદન આપ્યું હતું કે, કુમાર વિશ્વાસ દ્વારા કરવામાં આવેલા હુમલાના આરોપ પર પ્રારંભિક તપાસમાં કોઇ પુષ્ટિ થઇ નથી.

    ત્યાર બાદ તેમને આ વાતને લઇને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા. આ પછી કુમાર વિશ્વાસે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ મૂકીને માફી માંગી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં