Tuesday, July 2, 2024
More
    હોમપેજદુનિયા'હું ગર્વિત હિંદુ, ધર્મ મારું માર્ગદર્શન કરતો રહ્યો છે': લંડનના મંદિરમાં દર્શને...

    ‘હું ગર્વિત હિંદુ, ધર્મ મારું માર્ગદર્શન કરતો રહ્યો છે’: લંડનના મંદિરમાં દર્શને પહોંચ્યા બ્રિટીશ PM ઋષિ સુનક, કહ્યું- ભગવદ્ ગીતા પર હાથ મૂકીને શપથ લેવાનો મને ગર્વ

    - Advertisement -

    બ્રિટનના ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનકે શનિવારે (29 જૂન, 2024) લંડનના હિંદુ મંદિરની મુલાકાત લીધી હતી. પત્ની અક્ષતા મૂર્તિ સાથે મંદિરે પહોંચેલા વડાપ્રધાન સુનકે ભગવાનના દર્શન કર્યા હતા. આ દરમિયાન તેમણે પોતાની હિંદુ અસ્થા વિશે ખુલીને વાત કરી હતી. તેમણે હિંદુ ધર્મને પોતાની પ્રેરણાનો સ્ત્રોત ગણાવ્યો હતો. સાથે જ કહ્યું હતું કે હિંદુ ધર્મ તેમને શાંતિ પ્રદાન કરે છે.

    આગામી 4 જુલાઇના રોજ બ્રિટનમાં ચૂંટણી યોજાનાર છે. આ માટે હાલ ઋષિ સુનક હાલ કેમ્પેઇન કરી રહ્યા છે. દરમ્યાન તેઓ પત્ની સાથે લંડનના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મંદિરમાં હાજર હિંદુ શ્રદ્ધાળુઓ સાથે પણ વાતચીત કરી. આ દરમિયાન તેમણે પોતાની હિંદુ ધર્મમાં અસ્થાને લઈને પણ ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “હું એક હિંદુ છું અને આપ તમામ લોકોની જેમ જ મને પણ પોતાની ધાર્મિક આસ્થાના કારણે પ્રેરણા અને શાંતિ મળે છે.”

    આ વાતચીત દરમિયાન ઋષિ સુનકે કહ્યું હતું કે, “મને શ્રીમદ્ ભગવદ્ ગીતા પર હાથ મૂકીને સંસદ સભ્ય તરીકે શપથ લેવા પર પણ ગર્વ છે. આપણો વિશ્વાસ જ આપણને કર્મ કરવા પ્રેરિત કરે છે અને જ્યાં સુધી શ્રદ્ધાથી તેનું વહન કરીએ ત્યાં સુધી પરિણામોની ચિંતા નથી રહેતી. આ મને મારા માતા-પિતાથી મળ્યું છે અને હું તે રીતે જ જીવન જીવવાનો પ્રયત્ન કરું છું. આ જ બાબત હું મારી પુત્રીઓને તેમના મોટા થવા બાદ આપવા માંગું છું. આ મારો ધર્મ જ છે, જે મને સાર્વજનિક સેવા પ્રત્યે મારા દૃષ્ટિકોણમાં મારું માર્ગદર્શન કરતો રહે છે.”

    - Advertisement -

    મંદિરમાં દર્શન કરતી વખતે તેમણે ત્યાં હાજર શ્રદ્ધાળુઓ સાથે પણ મુલાકાત કરી. દરમિયાન એક સંતે વડાપ્રધાન સુનકને લઈને કહ્યું હતું કે તેમણે હિંદુ સમાજમાં બાળકો માટે સ્તર વધાર્યું છે. તેઓ હવે માત્ર ડૉકટર, વકીલ કે એકાઉન્ટેટ બનવા સિવાય પણ ઘણું-બધું કરી રહ્યા છે. તેના પર સુનકે રમુજી અંદાજમાં કહ્યું હતું કે, “જો મારા માતાપિતા અહીં હોત, તો કદાચ તેઓ તમને જણાવતા કે જો હું ડૉક્ટર, વકીલ કે પછી બીજું કશું બની જાત તો તેઓ આના કરતા વધુ રાજી હોત.” આ દરમિયાન તેમણે ભારતના T20 વર્લ્ડકપ જીતવાને લઈને પણ વાત કરી હતી અને ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી હતી.

    G20 વખતે પણ કહ્યું હતું- હિંદુ હોવાનો મને ગર્વ

    ઋષિ સુનક પોતાના ધર્મ અને મૂળને લઈને સતત જાહેરમાં વાતો કરતા રહેતા હોય છે. આ પહેલાં પણ જ્યારે તેઓ G20 સમિટને લઈને ભારતના પ્રવાસે આવ્યા હતા ત્યારે પણ તેમણે હિંદુ ધર્મ વિશે વાતો કરી હતી. 8 સપ્ટેમ્બર, 2023ના રોજ જયારે તેઓ G20માં ભાગ લેવા આવી પહોંચ્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે, “હું એક ગર્વિત હિંદુ છું. મારો ઉછેર પણ એ જ રીતે થયો છે. મારા માટે આસ્થાનું ઘણું મહત્વ છે. આસ્થા એવી બાબત છે જે સૌ કોઈને જીવનમાં મદદ કરે છે. ખાસ કરીને મારા જેવા લોકોને, જેમને ઘણું કામ હોય છે, તેમને તે શક્તિ આપે છે. એટલે તેનું એક આગવું મહત્વ છે. ભારત આવવું મારા માટે વ્યક્તિગત રીતે એક બહુ મોટી અને વિશેષ બાબત છે. આ એવો દેશ છે જેને હું ખૂબ ચાહું છું, એ દેશ છે, જ્યાંથી મારો પરિવાર આવે છે. પરંતુ અહીં હું યુકેનું પ્રતિનિધિત્વ કરવા માટે તેમજ ભારત માટે નિકટતા વધારવાના પ્રયાસો માટે આવ્યો છું અને મને વિશ્વાસ છે કે ભારત માટે આ G20 સમિટ અત્યંત સફળ રહેશે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં