Friday, June 28, 2024
More
    હોમપેજગુજરાતફરી એક વાર અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: ડિરેક્ટરના આઈડી પર...

    ફરી એક વાર અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: ડિરેક્ટરના આઈડી પર આવ્યો મેઈલ, સઘન સુરક્ષા તપાસ

    વહેલી સવારે એક ઈમેલ દ્વારા અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી અમદાવાદ એરપોર્ટના ડિરેક્ટરના ઈમેલ આઈડી પર મેલ કરીને આપવામાં આવી હતી. ઈમેલ મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ સાબદી થઈ ગઈ હતી

    - Advertisement -

    અમદાવાદ એરપોર્ટને ફરી એક વાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ વખતે ઈમેલ દ્વારા આ ધમકી આપવામાં આવી છે. ધમકીના પગલે એરપોર્ટ સિક્યુરીટી તેમજ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. આખા એરપોર્ટ પર સઘન સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે સુરક્ષા એજન્સીઓને સર્ચ ઓપરેશન દરમિયાન કશું વાંધાજનક ન મળી આવતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

    મળતી માહિતી અનુસાર વહેલી સવારે એક ઈમેલ દ્વારા અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી અમદાવાદ એરપોર્ટના ડિરેક્ટરના ઈમેલ આઈડી પર મેલ કરીને આપવામાં આવી હતી. ઈમેલ મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ સાબદી થઈ ગઈ હતી. CISF સહિત પોલીસ તેમજ બોમ્બ સ્કવોડ તરત હરકતમાં આવી હતી અને આખા એરપોર્ટ પર સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.

    આ સર્ચ ઓપરેશન દરમિયાન એજન્સીઓએ ઝીણીઝીણી બાબતોની તપાસ કરી હતી. લાંબા સમય સુધી ચાલેલી તપાસના અંતે કશું વાંધાજનક સામે ન આવતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. હાલ આ ધમકી ર્યો ઈમેલ કોણે અને ક્યાંથી કર્યો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

    - Advertisement -

    આ પહેલા પણ મળી ચૂકી છે અનેક ધમકીઓ

    ઉલ્લેખનીય છે કે આ કોઈ પ્રથમ ઘટના નથી કે જેમાં કોઈ જાહેર સ્થળને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોય. પાછલા 2 મહિનામાં આ પ્રકારની અનેક ધમકીઓ મળી ચૂકી છે. આ પહેલા વડોદરા એરપોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઇલ એરપોર્ટ ઓથોરીટીને મળ્યો હતો. ધમકીના પગલે સ્થાનિક પોલીસ સહિત અન્ય સુરક્ષાદળોના કાફલા ખડકી દેવામાં આવ્યા છે. CIFS અને પોલીસની ટીમો હાલ તપાસ કરી હતી. તે પહેલા તે પહેલા દિલ્હીથી મુંબઈ જઈ રહેલી ફ્લાઇટને બૉમ્બની ધમકી મળતા ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

    1 જૂન 2024ના રોજ પણ ન્ડિગોની ચેન્નાઈ-મુંબઈની 6E-5314 નંબરની ફ્લાઇટમાં બૉમ્બ હોવાની ધમકી મળી હતી. તે પહેલાં 28 મેના રોજ દિલ્હીથી વારાણસી જઈ રહેલી ફ્લાઇટને બૉમ્બની ધમકી આપવામાં આવી હતી. દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું હતું કે, સવારે 5 કલાકને 35 મિનિટે દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટમાં બૉમ્બ હોવાની સૂચના મળી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં