બિહાર રાજ્યના પટનામાં એક સરકારી કાર્યક્રમનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં ‘સશક્ત બેટી, સમૃદ્ધ બિહાર’ નામના એક કાર્યક્રમમાં એક વિદ્યાર્થીનીએ ફ્રી સેનિટરી પેડ માટે વિનંતી કરતાં ત્યાં હાજર એક મહિલા AIS અધિકારી અકળાઈ ઉઠ્યાં હતાં અને એવો જવાબ આપ્યો હતો કે જેની ખૂબ ટીકા થઇ રહી છે. બીજી તરફ, આ મામલામાં રાષ્ટ્રીય મહિલા આયોગે પણ હસ્તક્ષેપ કર્યો છે.
આ કાર્યક્રમ બિહારની રાજધાની પટણામાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ વર્કશોપનું આયોજન મહિલા અને બાળ વિકાસ કોર્પોરેશન નિગમ દ્વારા યુનિસેફ અને સેવ ધ ચિલ્ડ્રન તથા પ્લાન ઇન્ટરનેશનલ દ્વારા સંયુક્તરૂપે કરવામાં આવ્યું હતું. જેનો મકસદ લૈંગિક સમાનતા દૂર કરતી સરકારી યોજનાઓથી કન્યાઓને વાકેફ કરવાનો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત બિહાર મહિલા અને બાળ વિકાસ કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટર IAS અધિકારી હરજૌત કૌર ભામરાને એક છોકરીએ ફરિયાદ કરીને મફત સેનિટરી પેડ ઉપલબ્ધ કરાવવા માટે વિનંતી કરતાં તેમણે કહ્યું હતું કે, આજે તમે સેનેટરી પેડ માંગી રહ્યા છો, કાલે કૉન્ડોમ માંગશો. શા માટે તમારે સરકાર પાસેથી જ બધું જોઈએ છે.”
अब नितिश-तेजस्वि सरकार के IAS से मिलिए। हरजोत कौर बिहार की बेटियों को सानिटरी नैपकिन माँगने पर पाकिस्तान भेजेंगी। pic.twitter.com/VjVv0EF0AP
— Dr. Amrita Rathod BJP (@AmritaRathodBJP) September 28, 2022
છોકરીએ કહ્યું હતું કે, પોશાક વગેરે માટે તો સરકાર આપે જ છે તો શું વીસ-ત્રીસ રૂપિયાના સેનેટરી પેડ ન આપી શકે? ત્યારબાદ મહિલા અધિકારી કહે છે કે, આ માગઓ કોઈ અંત છે? 20-30 રૂપિયાના પેડ પણ આપી શકીએ, કાલે જીન્સ પેન્ટ પણ આપી શકીએ, પરમ દિવસે જૂતા પણ આપી શકીએ અને પછી પરિવાર નિયોજનની વાત આવે તો નિરોધ પણ મફતમાં જ આપવું પડશે. બધું જ મફત લેવાની આદત કેમ છે? સરકાર પાસેથી લેવાની શું જરૂર છે? પોતે એટલા સંપન્ન થાવ.
ત્યારબાદ અધિકારી કહે છે કે, સરકારની ઘણી યોજનાઓ છે, પરંતુ આ વિચાર ખોટો છે. ત્યારબાદ વિદ્યાર્થીની કહે છે કે સરકાર વોટ માંગવા પણ આવે છે. જેના જવાબમાં અધિકારી કહે છે કે, એમ હોય તો મત ન આપો, સરકાર તમારી છે. ચાલ્યા જાવ પાકિસ્તાન.
આ મહિલા અધિકારીનું નામ હરજોત કૌર ભામરા છે. તેમને આ અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું હતું કે, કાર્યક્રમનું ખોટું રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું.
મહિલા આયોગે સંજ્ઞાન લીધું
The Commission has sought a written explanation for the remarks given by her to the students. The reply must be communicated within seven days: NCW
— ANI (@ANI) September 29, 2022
આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ રાષ્ટ્રીય મહિલા આયોગ પણ વચ્ચે પડ્યું છે. કમિશને એક નિવેદન જારી કરીને કહ્યું કે, તેમણે બિહારના પટનાની ઘટના અંગે સંજ્ઞાન લીધું છે અને સાત દિવસમાં લેખિત જવાબ માંગ્યો છે.