Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘તારા માટે બરોડાથી લાવ્યો છું’ કહીને ભરૂચની શાળાના 75 વર્ષીય ટ્રસ્ટી ગુલામ...

    ‘તારા માટે બરોડાથી લાવ્યો છું’ કહીને ભરૂચની શાળાના 75 વર્ષીય ટ્રસ્ટી ગુલામ હુસૈને શિક્ષિકાને ‘ગિફ્ટ’ આપી, ખોલીને જોયું તો અન્ડરગાર્મેન્ટ્સ નીકળ્યાં: છેડતીની ફરિયાદ બાદ ધરપકડ

    ટ્રસ્ટી જતા રહ્યા બાદ શિક્ષિકાએ નિર્દોષ ભાવે વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સામે જ ગિફ્ટનું પેકેટ ખોલી નાંખ્યું હતું. જેમાં આંતરવસ્ત્રો મળી આવતાં તે ડઘાઈ ગઈ હતી.

    - Advertisement -

    ભરૂચની એક શાળાના 75 વર્ષીય ટ્રસ્ટીએ ફરજ બજાવતી 26 વર્ષીય શિક્ષિકાને ભેટમાં આંતરવસ્ત્રો આપતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. મહિલાની છેડતીની ફરિયાદના આધારે પોલીસે ટ્રસ્ટી ગુલામ હુસૈન બુટવાલા સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી લીધી હતી. 

    ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી મહેદવિયા વિદ્યાભવન હાઈસ્કૂલમાં એક 26 વર્ષીય યુવતી શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તાજેતરમાં એક દિવસ શાળાનો 75 વર્ષીય ટ્રસ્ટી ગુલામ હુસૈન તેના વર્ગખંડમાં પહોંચી ગયો હતો અને પહેલાં અભ્યાસ અંગે થોડીઘણી પૂછપરછ કર્યા બાદ ‘તારા માટે વડોદરાથી ગિફ્ટ લાવ્યો છું’ કહીને એક થેલી આપી હતી. એટલું જ નહીં તેણે શિક્ષિકાને એમ પણ કહ્યું હતું કે, જો પસંદ આવે તો મારા કેબિનમાં આવી જજે. ત્યારબાદ તે ત્યાંથી ચાલ્યો ગયો હતો. 

    ટ્રસ્ટી જતા રહ્યા બાદ શિક્ષિકાએ નિર્દોષ ભાવે વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સામે જ ગિફ્ટનું પેકેટ ખોલી નાંખ્યું હતું. જેમાં આંતરવસ્ત્રો મળી આવતાં તે ડઘાઈ ગઈ હતી અને ટ્રસ્ટી પાસે જઈને તેને પણ ઠપકો આપ્યો હતો તેમજ પ્રિન્સિપાલને પણ ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેણે પોલીસનો સંપર્ક કરવાનું નક્કી કર્યું. 

    - Advertisement -

    શિક્ષિકા ગુલામે તેને ભેટમાં આપેલી થેલી લઈને ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી હતી અને સઘળી હકીકત જણાવ્યા બાદ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. શિક્ષિકાએ પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યો કે ટ્રસ્ટીએ બદઈરાદાપૂર્વક અન્ડરગાર્મેન્ટ્સની ગિફ્ટ આપીને આકર્ષવાના પ્રયાસ કર્યા છે. 

    પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુલામ હુસૈન સામે છેડતીનો ગુનો દાખલ કરીને ધરપકડ પણ કરી લીધી હતી. જોકે પછીથી જામીન પણ મળી ગયા હતા. આ મામલે બી ડિવિઝનના પીઆઈએ જણાવ્યું હતું કે, શાળાની શિક્ષિકાએ ટ્રસ્ટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી, જોકે હાલ તેઓ જામીન પર મુક્ત થયા છે. બંને પક્ષે સમાધાન થઇ ગયું હોવાનું જાણવા મળ્યું છે પરંતુ ફરિયાદના આધારે અમારી તપાસ ચાલુ છે. 

    શિક્ષિકાને આંતરવસ્ત્રો ભેટ આપવાની ભરૂચની શાળાના ટ્રસ્ટી ગુલામ હુસૈનની આ હરકતના કારણેભરૂચના શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ દિવ્ય ભાસ્કરે રિપોર્ટમાં જણાવ્યું હતું કે તેમણે ટ્રસ્ટીનો પક્ષ જાણવા માટે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો પરંતુ તેના પુત્રે તેઓ હાલ આ બાબતે કંઈ જણાવવા માંગતા નથી તેમ કહીને પૂર્ણવિરામ મૂક્યું હતું. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં