Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ'₹2500 કરોડમાં CM, 500 કરોડમાં મંત્રી બનાવે છે ભાજપ': રાહુલ ગાંધીને 7...

    ‘₹2500 કરોડમાં CM, 500 કરોડમાં મંત્રી બનાવે છે ભાજપ’: રાહુલ ગાંધીને 7 જૂને રજૂ થવા બેંગ્લોર કોર્ટનું ફરમાન, કહ્યું- કોઈપણ સંજોગોમાં હાજર થાઓ

    બેંગ્લોર કોર્ટે શનિવારે (1 જૂન, 2024) ભાજપ નેતા એસ કેશવ પ્રસાદ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસની સુનાવણી કરી હતી. આ કેસમાં એવું કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસે 2023ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપને ભ્રષ્ટ તરીકે દર્શાવતી જાહેરાતો ચલાવી હતી, જેના કારણે ભાજપની માનહાનિ થઈ છે.

    - Advertisement -

    બેંગ્લોરની એક કોર્ટે આદેશ આપ્યો છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 7 જૂન, 2024ના રોજ તેમની સમક્ષ હાજર થાય. બેંગ્લોર કોર્ટે રાહુલ ગાંધીને ફરમાન જારી કરીને કહ્યું છે કે, તેમણે કોઈપણ સંજોગોમાં હાજર થવું પડશે. કોર્ટે આ આદેશ ભાજપના એક નેતા દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં આપ્યો છે. આ કેસ 2023ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપ વિરુદ્ધ ભ્રામક જાહેરાતો ચલાવવા સાથે સંકળાયેલો છે.

    બેંગ્લોર કોર્ટે શનિવારે (1 જૂન, 2024) ભાજપ નેતા એસ કેશવ પ્રસાદ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસની સુનાવણી કરી હતી. આ કેસમાં એવું કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસે 2023ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપને ભ્રષ્ટ તરીકે દર્શાવતી જાહેરાતો ચલાવી હતી, જેના કારણે ભાજપની માનહાનિ થઈ છે.

    આ કેસમાં કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિ, મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર અને રાહુલ ગાંધીને આરોપી બનાવવામાં આવ્યા હતા. કોર્ટે સુનાવણી દરમિયાન સિદ્ધારમૈયા અને શિવકુમારને જામીન આપ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી કોર્ટ સમક્ષ હાજર થયા ન હતા. તેમના હાજર ન થવા પછી ભાજપ નેતાના વકીલે માંગ કરી હતી કે રાહુલ ગાંધી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવે.

    - Advertisement -

    કોર્ટમાં, રાહુલ ગાંધીએ ચૂંટણી વ્યસ્તતાને કારણે બેંગલોર જવાની તેમની અસમર્થતા વ્યક્ત કરી હતી, જેને કોર્ટે 1 જૂને સ્વીકારી હતી. પરંતુ કડક સૂચના આપી હતી કે, તેમણે 7 જૂને હાજર રહેવું પડશે. રાહુલ ગાંધીએ આ પહેલાં માર્ચમાં પોતાના વિરુદ્ધ સમન્સ જારી કરવામાં આવ્યા બાદ જૂનમાં તારીખ માંગી હતી. બેંગ્લોર કોર્ટે રાહુલ ગાંધીને 7 જૂનના રોજ હાજર થવા માટે ફરમાર પણ જારી કર્યું છે.

    શું છે કેસ?

    ભાજપના નેતા દ્વારા દાખલ કરાયેલા આ કેસમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કોંગ્રેસે ભાજપ પર મુખ્યમંત્રી પદ ₹2500 કરોડમાં અને મંત્રી પદ ₹500 કરોડમાં વેચવાની વાત કહી હતી. જેનાથી ભાજપની છબી ખરાબ થઈ છે. આ સિવાય કોંગ્રેસે મે 2023માં અખબારોમાં જાહેરાતો પ્રકાશિત કરીને દાવો કર્યો હતો કે, રાજ્યમાં ભાજપ સરકાર દરમિયાન કોવિડ સંબંધિત કોન્ટ્રાક્ટમાં 75% કમિશન, PWD કોન્ટ્રાક્ટમાં 40% અને ધાર્મિક સંસ્થાઓને દાન આપવાના કિસ્સામાં 30% કમિશન લેવામાં આવ્યું હતું. ભાજપ નેતાએ આરોપ લગાવ્યો કે આનાથી પાર્ટીની છબી ખરાબ થઈ છે.

    ઉલ્લેખનીય છે કે, 2023ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે મોટી જીત મેળવી હતી અને ભાજપને સત્તામાંથી બહાર થવું પડ્યું હતું. દરમિયાન જ એવી અટકળો વહેતી થઈ હતી કે, કોંગ્રેસે જૂઠનો સહારો લઈને કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં