પશ્ચિમ બંગાળની શિક્ષિકા ચૈતાલી ચાકીને મુસ્લિમ વિદ્યાર્થીનીને વઢતા સિક્ષિકા ઉપર ટોળાએ હુમલો કર્યાની ભયાનક ઘટના સામે આવી છે, પશ્ચિમ બંગાળમાં ચૈતાલી ચાકી નામના એક મહિલા શિક્ષિકાએ વિદ્યાર્થીમાં અભ્યાસ કરતી જરનાતુન ખાતુન નામની વિદ્યાર્થીનીને ઠપકો આપ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓના ટોળા દ્વારા હિંસક હુમલો કરીને શિક્ષિકને રીતસર ધક્કે ચડાવી હતી. આ ઘટના દક્ષિણ દિનજાપુરની ત્રિમોહિની પ્રતાપ ચંદ્ર હાઈ સેકન્ડરી સ્કૂલમાં બની હતી, મહત્વની વાત તો એ છે કે ઘટનાને ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ દ્વારા ગુનેગારો સામે કોઈ કાર્યવાહી કવામાં આવી નથી.
મીડિયા અહેવાલો મુજબ, ગુરુવારે જ્યારે નવમા ધોરણની વિદ્યાર્થી જરનાતુન ખાતૂન વર્ગમાં બેસીને ભણવાને બદલે શાળાના કમ્પાઉન્ડમાં ફરી રહી હતી ત્યારે શિક્ષિકા ચૈતાલી ચાકીએ ખાતુનને કાન પકડીને ઠપકો આપ્યો હતો. જર્નાતુનનો આરોપ છે કે શિક્ષકે તેની પીઠ પર ધબ્બો મારતા તેનો હિજાબ તેના માથા પરથી સરકી ગયો હતો.
ઘરે પહોંચ્યા બાદ જરનાતુને તેના માતા-પિતાને આ ઘટનાની જાણ કરી હતી, ત્યાર બાદ પરિવારના સભ્યો અને અન્ય લોકો હોબાળો કરીને શાળાએ પહોંચ્યા હતા. તેઓ એ વાતથી ગુસ્સે ભરાયા હતા કે શિક્ષકે વિદ્યાર્થીનીને માર મારવાના કારણે તેણીનો હિજાબ નીચે પડીગયો હતો. જેથી તેઓએ શાળાના સ્ટાફ રૂમમાં ઘૂસીને મહિલા શિક્ષિક સાથે મારપીટ કરી હતી. હુમલા દરમિયાન ટોળાએ ચૈતાલી ચાકીના કપડા ખેંચીને ફાડી નાંખવાની કોશિશ કરી હતી. આ જોઈને અન્ય શિક્ષકો પણ ચોંકી ગયા હતા પરંતુ ટોળું એટલું હિંસક થઇ ગયું હતું કે તેઓ ટોળાને રોકી શક્યા ન હતા.
આ સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ શોસીયલ મીડિયામાં ફરતો થયો છે, આ વિડીયોમાં જોઈ શકાય છે કે શાળાના સ્ટાફ રૂમમાં વિધ્યાર્થીનીના માતા પિતા સહીત કેટલાક મુસ્લિમ ટોપી પહેરેલા લોકો શિક્ષિક ઉપર હિંસક હુમલો કરી રહ્યા છે.
Chaitali Chaki, a teacher of Trimohini Pratapchandra High School of Hili, South Dinajpur allegedly scolded a student, Jarnatun Khatun, by holding her ear for roaming around during class. After that, guardians of student attacked school & reportedly physically abused the teacher. pic.twitter.com/MyGamS97rp
— Prasun Maitra(প্রসূন মৈত্র) (@prasunmaitra) July 24, 2022
આ ઘટનાથી શાળામાં અને તેની આસપાસના વિસ્તારમાં ભારે તણાવ વાળું વાતાવરણ સર્જાયું હતું. આ બીજા દિવસે પણ વાતાવરણ તંગ રહેતા વધુ હિંસા થતી અટકાવવા માટે ભારે સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા. સંયુક્ત BDO અને જિલ્લા શાળા નિરીક્ષકે પરિસ્થિતિની સમીક્ષા કરવા શાળાની મુલાકાત લીધી.
ઉલ્લેખનીય છે કે, ઘટનાના એક દિવસ બાદ શુક્રવારે શાળાના આચાર્ય કમલ કુમાર જૈને દાવો કર્યો હતો કે બંને પક્ષો વચ્ચે સમાધાન બાદ મામલો ઉકેલાઈ ગયો છે. પરંતુ ટૂંક સમયમાં જ તેમનો દાવો ખોટો સાબિત થયો હતો, કારણ કે જ્યારે બંને પક્ષો વચ્ચે બેઠક યોજવામાં આવી હતી, ત્યાં કોઈ પ્રકારનું સમાધાન થયું ન હતું. બાદમાં પ્રિન્સિપાલ પોતે શિક્ષિકા ચૈતાલી ચાકી સાથે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા હતા. ફરિયાદમાં ફિરદૌસ મંડલ, અફરુઝા મંડલ, ઝાકિર હુસેન, મસુદ ખાતૂન અને મફૂજા ખાતૂન સહિત અનેક લોકોના નામ છે.
મીડિયા અહેવાલો મુજબ શાળાના વિદ્યાર્થીઓ અને અન્ય વાલીઓ શિક્ષક પર હુમલો કરવા બદલ ટોળા સામે કાર્યવાહીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ પણ હુમલાખોરને પકડવામાં આવ્યા નથી. પરિણામે, શનિવારે સમગ્ર દક્ષિણ દિનજાપુર જિલ્લામાં ગુનેગારો સામે કાર્યવાહીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ અંગે સ્થાનિક ભાજપના નેતાઓ સહિત અનેક લોકો અને સંગઠનો દ્વારા પોલીસમાં અનેક ફરિયાદો દાખલ કરવામાં આવી છે.
આ વિસ્તારની કેટલીક શાળાઓના વિદ્યાર્થીઓ ગઈકાલે વિરોધમાં આવ્યા હતા અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 512 ને બ્લોક કરી દીધો હતો. તેમની સાથે ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ જોડાયા હતા. જો કે બાદમાં નાકાબંધીને કારણે મોટી સંખ્યામાં વાહનો અટવાયા બાદ પોલીસે રસ્તો ખાલી કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત પણ અન્ય ઘણી સ્થાનિક શાળાઓના શિક્ષકોએ તેમના ચહેરા પર કપડા બાંધીને વિરોધ માર્ચ યોજી હતી. તેઓ શિક્ષિકા પર થયેલા હુમલાની ઘટનાને વખોડી કાઢતા ત્વરીત કાર્યવાહીની માંગ કરતા પ્લેકાર્ડ લઈને વિરોધ નોંધાવ્યો હતો. ઓલ બંગાળ શિક્ષક સંઘે પણ આ હુમલાની નિંદા કરતા બાલુરઘાટ ખાતે વિરોધ રેલી યોજી હતી.