બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ અને સનાતન હિંદુ ધર્મના પ્રચારક ધીરેન્દ્ર શાસ્ત્રી અત્યારે ગુજરાતના મહેમાન બન્યા છે. પહેલા સુરતમાં પોતાનો દિવ્ય દરબાર યોજ્યા બાદ અમદાવાદમાં દિવ્ય દરબાર યોજવા જઇ રહ્યા હતા. ભારે વરસાદના કારણે 29 મે 2023ના રોજ આયોજીત દિવ્ય દરબાર રદ્દ કરવો પડ્યો હતો. જોકે, ધીરેન્દ્ર શાસ્ત્રી હવે આજે 30 મે 2023ના રોજ સાંજે અમદાવાદના વટવામાં દિવ્ય દરબાર યોજવા જઈ રહ્યા છે.
અહેવાલો મુજબ ધીરેન્દ્ર શાસ્ત્રીના અમદાવાદમાં દિવ્ય દરબાર યોજવાના છે. ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં 30 મે, 2023ના રોજ દિવ્ય દરબાર યોજાશે. બાબાનો આ દરબાર અમદાવાદમાં વટવા ખાતે શ્રીરામ મેદાન ખાતે યોજવાનો છે. આ એ જ સ્થળ છે જ્યાં તાજેતરમાં એક ધાર્મિક કાર્યક્રમની પૂર્ણાહૂતિ વખતે ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવ્યા છે. અમદાવાદના વટવામાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર 30 મે મંગળવારના રોજ સાંજે 5 થી 7 વાગ્યા સુધી યોજાનાર છે. શિવકૃપા મિત્ર મંડળ દ્વારા અમદાવાદના વટવામાં દિવ્ય દરબાર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવનાર છે.
નોંધનીય છે કે સૌ પહેલાં અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં 29 અને 30 મે ના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું લોકદરબાર આયોજન કરવામાં આવ્યું હતું. જો કે ત્યાં સ્થળ ખૂબ જ નાનું સ્થળ હોવાથી પોલીસ મંજૂરી મળી ન હતી. તેથી કાર્યક્રમનું સ્થળને બદલીને ઓગણજમાં સ્થળ નક્કી કરાયું હતું. જો કે અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસતા ઓગણજ ખાતે દિવ્ય દરબારને રદ કરવામાં આવ્યો હતો.
29 મે ના રોજ ઓગણજ ખાતેનો કાર્યક્રમ વરસાદને કારણે થયો હતો રદ્દ
અમદાવાદમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો 29 મેના રોજ દરબાર યોજાવાનો હતો જે વરસાદના કારણે સમગ્ર કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી.
अहमदाबाद में भारी बारिश के बावजूद दीवानगी की हद | @BageshwarDhamSarkar pic.twitter.com/m3bYbH3Kg2
— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) May 29, 2023
અમદાવાદમાં ઓગણજ વિસ્તારમાં જે જગ્યાએ બીએપીએસ શતાબ્ધી મહોત્સવ યોજવામાં આવ્યો હતો એ જ જગ્યાએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાવાનો હતો. પરંતુ પાણી ભરાઈ જવાના કારણે વ્યવસ્થા ખોરવાઈ ગઈ જેને પગલે કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી.
1 અને 2 જૂને રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ પર દરબાર ભરાશે
સૌરાષ્ટ્રના રંગીલા શહેર રાજકોટમાં તારીખ 1 અને 2 જૂનના રોજ બાગેશ્વર ધામ સરકાર એવા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજનાર છે. રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડ ખાતે સાંજના સમયના દિવ્ય દરબાર યોજનાર છે. જેમાં એક લાખથી વધુ લોકો ઉમટી પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ત્યારે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાય તે પહેલા રાજકોટમાં એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવે તે પહેલા બાગેશ્વર ધામ સમિતિ દ્વારા રાજકોટના અલગ અલગ માર્ગો ઉપર એક શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં બાગેશ્વર ધામના સમર્થકો ઉમટી પડ્યા હતા. જ્યારે 700થી વધુ કારનો કાફલો પણ જોવા મળ્યો હતો. આ સાથે જ શોભાયાત્રામાં જય શ્રી રામ અને બાલાજીના નારા લોકો લગાવી રહ્યા હતા. આ શોભાયાત્રા રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતેથી શરૂ થઈ હતી અને બાગેશ્વર ધામ કાર્યાલય ખાતે પૂર્ણ થઈ હતી.