Friday, November 22, 2024
More
    હોમપેજદેશઆસામના કામાખ્યા દેવી પહોંચેલા બાબા બાગેશ્વરે 'બટેગેં તો કટેગેં' સૂત્રનું કર્યું સમર્થન:...

    આસામના કામાખ્યા દેવી પહોંચેલા બાબા બાગેશ્વરે ‘બટેગેં તો કટેગેં’ સૂત્રનું કર્યું સમર્થન: હિંદુઓની ચેતના જગાડવા કરશે પદયાત્રા

    પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી શનિવારે (2 નવેમ્બર 2024) મા કામાખ્યા મંદિર ખાતે દર્શને પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે 'બટેગેં તો કટેગેં- એક રહેંગે તો નેક રહેંગે'ના નારનું સમર્થન કર્યું.

    - Advertisement -

    ‘બાબા બાગેશ્વર’ નામથી (Bageshwar Baba) પ્રખ્યાત પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Pandit Dhirendra Krushna Shashtri) આસામના કામાખ્યા મંદિર (Kamakhya Devi Assam) ખાતે દર્શને પહોંચ્યા હતા. અહીં તેમણે મીડિયા સાથે વાત કરતા મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે ‘બટેગેં તો કટેગેં- એક રહેંગે તો નેક રહેંગે’નો નારો લગાવીને તેનું સમર્થન આપ્યું હતું. તેમણે માતાજીના દર્શન બાદ હિંદુઓને એક થવા માટે આહ્વાન કર્યું હતું. તેમના આ નિવેદનનો વિડીયો પણ સામે આવ્યો છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી શનિવારે (2 નવેમ્બર 2024) મા કામાખ્યા મંદિર ખાતે દર્શને પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ‘બટેગેં તો કટેગેં- એક રહેંગે તો નેક રહેંગે’ના (batenge toh katenge) નારાનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે હિંદુઓના બાળકોને હિંદુ શાસ્ત્રો, પુરાણો વગેરેનો અભ્યાસ કરવો જોઈએ. તેમણે કહ્યું કે તેમને હિંદુઓમાંથી નાત-જાતના ભેદભાવને દૂર કરવાના સંકલ્પ સાથે એક પદયાત્રા કરવાની ઈચ્છા છે.

    તેમણે આ પદયાત્રા આસામમાં બદલાઈ રહેલી જનસંખ્યાની સમસ્યા સામે જાગૃતિ લાવવા માટે અને ખ્રિસ્તી ધર્માંતરણને અટકાવવા માટે કરવાનું કહ્યું છે. તેમણે હિંદુ બાળકોમાં ધર્મ પ્રત્યે ચેતના ન હોવા પર પણ ચિંતા દર્શાવી હતી. આ દરમિયાન તેમણે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના (Himanta Biswa Sarma) પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, સીએમ સરમા સનાતન ધર્મ માટે ઘણું કામ કરી રહ્યા છે.

    - Advertisement -

    નોંધનીય છે કે બાબા બાગેશ્વર એટલે કે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દ્વારા કામાખ્યા ખાતે કહેવામાં આવેલી આ વાતનો વિડીયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકો તેમના હિંદુત્વ તરફેણના આ નિવેદનને લઈને તેમનું સમર્થન આપી રહ્યા છે. તેમણે મીડિયા સાથેની વાતચીત દરમિયાન હિંદુઓની જાગૃતિને લઈને કરેલી વાતને લોકો સમર્થન આપીને તેમનો વિડીયો શેર કરી રહ્યા છે. નોંધવું જોઈએ કે તેમણે જે નારાની વાત કરી તે સૌપ્રથમ UPના CM યોગી આદિત્યનાથે આપેલો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં