આઝમખાનના દીકરા અબ્દુલ્લાની ધારાસભ્યની સીટ બીજી વાર ખાલી થઈ હોવાના અહેવાલો સામે આવી રહ્યાં છે, આ પહેલા તેના પિતાનું પણ ધારાસભ્ય પદ છીનવાઈ ચુક્યું છે, હાલ વિધાનસભાએ અબ્દુલ્લાની રામપુર ખાતેની સ્વાર બેઠક ખાલી ઘીષિત કરી દીધી છે. મુરાદાબાદના છજલેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક કેસમાં કોર્ટે 2 વર્ષની સજા સંભળાવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપે પણ વિધાનસભાના પ્રમુખ સચિવને પત્ર લખીને સ્વાર બેઠકને ખાલી ઘોષિત કરવાની માંગ કરી હતી.
અહેવાલો અનુસાર આઝમખાનના દીકરા અબ્દુલ્લાની સીટ જવા પાછળનું કારણ 15 વર્ષ પહેલાના કેસમાં 2 વર્ષની સજા છે, તેમણે હરિદ્વાર હાઈવેને જામ કર્યો હતો, રામપુરની સ્વર બેઠક પરથી અબ્દુલ્લા વર્ષ 2022માં ધારાસભ્યની ચૂંટણી જીત્યા હતા. નોંધનીય છે કે ત્રણ વર્ષ પહેલા પણ તેમની સીટ ખાલી ઘોષિત કરવામાં આવી હતી. તે વખતે તેમણે ઉમરના ખોટા પ્રમાણપત્રો ઉભા કરીને ધારાસભ્યની સીટ મેળવી હતી, અબ્દુલ્લાના પિતા આઝમખાન દ્વેષ પૂર્ણ નિવેદનો આપવા બદલ પહેલા જ ધારાસભ્ય પદ ખોઈ ચુક્યા છે.
आज़म खान के बेटे अब्दुल्लाह आजम की विधान सभा की मेंबरशिप गई –सीट रिक्त घोषित —, रामपुर की स्वार विधानसभा से विधायक थे अब्दुल्लाह— pic.twitter.com/RK9IVDSDWm
— Amitabh Agnihotri (@Aamitabh2) February 15, 2023
શું હતી આખી ઘટના?
જે મામલામાં અબ્દુલ્લા આઝમ ખાનને સજા સંભળાવવામાં આવી છે તે કેસ 15 વર્ષ પહેલા 29 જાન્યુઆરી 2008માં નોંધાયો હતો. તે દિવસે મુરાદાબાદની છજલેટ પોલીસ વહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસે આઝમખાનની ગાડી થોભાવી હતી, જેનાથી નારાજ થઈને આઝમખાને રસ્તો જામ કરીને ધારણા પ્રદર્શન કર્યું હતું.
આ ઘટનામાં તેમની સાથે તેમનો દીકરો અબ્દુલ્લા ખાન, અમરોહના સપા ધારાસભ્ય મહેબુબ અલી, પૂર્વ ધારાસભ્ય ડીપી યાદવ, સપા નેતા રાજેશ યાદવ અને નેતા કુંવર પ્રજાપતિ પણ શામેલ હતા. જે બાદ આ તમામ પર રસ્તો બંધ કરવા, સરકારી કાર્યમાં અવરોધ ઉભો કરવા અને ટોળાને ગેરમાર્ગે દોરીને ભડકાવવાના ગુનામાં FIR દાખલ થઈ હતી, મુરાદાબાદની એમપી એમએલએ કોર્ટે આ મામલામાં આઝમ ખાન અને અબ્દુલ્લા આઝમ સિવાયના તમામને દોષ મુક્ત કર્યા હતા. જયારે અબ્દુલ્લા આઝમ ખાનને 2 વર્ષની જેલની સજા સંભળાવી હતી.
આઝમ ખાન પહેલા જ ખોઈ ચુક્યા છે પદ
અહી નોંધનીય છે કે સપાના નેતા આઝમ ખાનને 27 ઓક્ટોબરે રામપુરની સાંસદ-ધારાસભ્ય અદાલતે દ્વેષભર્યા ભાષણ આપવા બદલ દોષિત ઠેરવ્યા હતા અને ત્રણ વર્ષની જેલની સજા અને છ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટમાંથી ત્રણ વર્ષની સજા મળ્યા બાદ બીજા દિવસે 28 ઓક્ટોબરે તેમનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવ્યું હતું અને રામપુર વિધાનસભા બેઠક ખાલી જાહેર કરવામાં આવી હતી.