Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંઘની ધરપકડ થશે?: 6 સાથીઓ પકડાયા, અમૃતપાલ ફરાર, પંજાબ...

    ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંઘની ધરપકડ થશે?: 6 સાથીઓ પકડાયા, અમૃતપાલ ફરાર, પંજાબ પોલીસ પાછળ પડી

    હાલ મોગા અન્ય જિલ્લાની પોલીસના ઉચ્ચ અધિકારીઓ અમૃતપાલ સિંઘનો પીછો કરી રહ્યા છે તેમજ વિવિધ ઠેકાણે બેરિકેડ લગાવીને વાહનો ચેક કરવામાં આવી રહ્યાં છે.

    - Advertisement -

    થોડા સમય પહેલાં પંજાબના એક પોલીસ મથકે ખાલિસ્તાની સમર્થકોના ટોળાએ ઉત્પાત મચાવ્યા બાદ ચર્ચામાં આવેલા અમૃતપાલ સિંઘની (Amritpal Singh) ધરપકડ માટે પંજાબ પોલીસે ઓપરેશન લૉન્ચ કર્યું છે. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે અમૃતપાલ સિંઘના છ સાથીઓને પકડી લીધા છે જ્યારે અમૃતપાલ સિંઘ સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો, જેની ધરપકડ માટે પોલીસ પીછો કરી રહી છે. જોકે, પંજાબ પોલીસે હજુ સુધી આ કાર્યવાહીની પુષ્ટિ કરી નથી કે નકારી પણ નથી.

    શનિવારે સવારે પોલીસે જાલંધર પાસે અમૃતપાલ સિંઘના કાફલાને રોક્યો હતો. ત્યારબાદ તેના અમુક સાથીઓને પકડી લેવામાં આવ્યા હતા, જ્યારે અમૃતપાલ સિંઘ ફરાર થઇ ગયો હતો. હાલ મોગા અન્ય જિલ્લાની પોલીસના ઉચ્ચ અધિકારીઓ અમૃતપાલ સિંઘનો પીછો કરી રહ્યા છે તેમજ વિવિધ ઠેકાણે બેરિકેડ લગાવીને વાહનો ચેક કરવામાં આવી રહ્યાં છે.

    - Advertisement -

    ટ્વિટર પર અમુક વિડીયો વાયરલ થઇ રહ્યા છે, જે આજના હોવાનું કહેવાય છે. એક વીડિયોમાં અમૃતપાલ સિંઘનો સાથી ફેસબુક લાઈવ કરીને જણાવી રહ્યો છે કે પંજાબ પોલીસના લગભગ 100 જેટલા અધિકારીઓ તેની ધરપકડ માટે પીછો કરી રહ્યા છે. 

    અન્ય એક વિડીયો અમૃતપાલ સિંઘની ગાડીનો હોવાનું કહેવાય છે. જેમાં પાછળથી એક વ્યક્તિ કહી રહ્યો છે કે, તેમની પાછળ પોલીસ લાગેલી છે અને તે લોકોને કોઈક સ્થળે ભેગા થવા માટે પણ કહેતો સંભળાય છે. 

    પંજાબમાં ઇન્ટરનેટ સેવા બંધ

    અમૃતપાલ સિંઘ અને તેના સમર્થકો સામે લૉન્ચ કરવામાં આવેલ ઓપરેશન વચ્ચે પંજાબમાં ઈન્ટરનેટ સેવા અસ્થાયીરૂપે બંધ કરી દેવામાં આવી છે. PTIએ અધિકારીઓને ટાંકીને જણાવ્યા અનુસાર, રવિવાર સવાર સુધી રાજ્યમાં ઈન્ટરનેટ સેવા બંધ રહેશે.

    ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં પંજાબ સરકારે અમૃતપાલ સિંઘના કેટલાક સાથીઓના હથિયાર લાયસન્સ રદ કરી દીધાં હતાં. ત્યારબાદ તેણે ધમકી પણ આપી હતી અને કહ્યું હતું કે તેઓ (સરકાર) તેમને કાયમ માટે હથિયારવિહોણા કરી શકે નહીં અને પોતાની સુરક્ષાની વ્યવસ્થા કરી લેશે. 

    30 વર્ષીય અમૃતપાલ સિંઘ ખાલિસ્તાન સમર્થક છે. તે ‘વારિસ પંજાબ દે’ નામના એક સંગઠનનો પ્રમુખ છે, જેને એક્ટર-એક્ટિવિસ્ટ દીપ સિદ્ધુએ સ્થાપ્યું હતું. એ જ દીપ સિદ્ધુ જે 26 જાન્યુઆરી 2021ના દિવસે લાલ કિલ્લા પર થયેલી ધમાલમાં મુખ્ય આરોપી હતો અને જેણે ખેડૂત આંદોલનો દરમિયાન પણ મોટો ભાગ ભજવ્યો હતો. 

    અમૃતપાલ સિંઘ વર્ષોથી દુબઇ રહેતો હતો. પરંતુ ફેબ્રુઆરી 2022માં દીપ સિદ્ધુના મૃત્યુ બાદ સપ્ટેમ્બરમાં તે ભારત આવી ગયો અને સંગઠનનો પ્રમુખ બની ગયો હતો. તે ખાલિસ્તાની જરનૈલ સિંઘ ભીંડરાંવાલેનો પણ સમર્થક છે. 

    તાજેતરમાં પંજાબ પોલીસે એક કિડનેપિંગ અને મારામારીના કેસમાં અમૃતપાલના સાથીની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ તેના સમર્થકોનું ટોળું અમૃતસરના અજનાલા પોલીસ મથકે ધસી ગયું હતું અને ધમાલ મચાવી હતી. ત્યારથી અમૃતપાલ સિંઘ સતત ચર્ચામાં છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં