દુશ્મનોનો કાળ એવી AK-203 અસોલ્ટ રાઈફલ્સ અમેઠીમાં બનીને તૈયાર થઇ ગઈ છે. દેશ અને દુનિયામાં પોતાની આગવી ઓળખ ધરાવતી અમેઠી હવે આધુનિક શસ્ત્રોના ક્ષેત્રમાં વિકાસ કરી રહી છે. જો કે અમેઠીની રાજકીય ઓળખ ગાંધી પરિવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની છે, પરંતુ હવે દેશની રક્ષા કરનારા રણબંકરોના હાથમાં લહેરાવતી AK-203 અસોલ્ટ રાઈફલ્સ પણ તેમને આ જિલ્લાની યાદ અપાવશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે અમેઠીમાં ઉત્પાદિત વિશ્વની શ્રેષ્ઠ રાઈફલ્સમાંથી એક AK-203 રાઈફલ્સની પ્રથમ બેચ સેનાને સોંપી છે.
#WATCH Indian Army’s Futuristic Infantry Soldier as a System (F-INSAS) soldier gives a briefing to Defence Minister Rajnath Singh on his new weapon systems and aids including the AK-203 assault rifle#Delhi pic.twitter.com/66aVvIfqHL
— ANI (@ANI) August 16, 2022
મીડિયા અહેવાલો અનુસાર વર્ષ 2019માં જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેઠીથી જાહેરાત કરી હતી કે હવેથી જિલ્લાની ઓળખ એકે-203 રાઈફલ હશે, ભલે વિરોધીઓએ આ જાહેરાતને માત્ર જુમલો ગણાવ્યો હતો, પરંતુ આજે ત્રણ વર્ષ પછી તે એક એક શબ્દ સાચો સાબિત થયો છે. અહીં ભારત અને રશિયાના સંયુક્ત ટેકનિકલ સહયોગથી વિશ્વની સર્વશ્રેષ્ઠ રાઈફલ્સમાંથી એક AK-203 રાઈફલ્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. AK-203 રાઈફલ જવાનો માટે કોઈ વરદાનથી ઓછી નથી. રશિયાના ટેકનિકલ સહયોગથી દેશમાં તૈયાર થયેલી આ રાઈફલ હવે સેનાના હાથમાં આવી ગઈ છે. મંગળવારે રાજનાથ સિંહે આ અત્યાધુનિક સ્વદેશી હથિયાર સેનાને સોંપ્યું છે.
અમેઠીને નવી ઓળખ મળી
મીડિયા અહેવાલો અનુસાર હાલમાં જ 5 લાખ રાઈફલના ઉત્પાદનની મંજૂરી મળ્યા બાદ અહીં કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે. અમેઠીના HAL કોરવા પરિસરમાં બનેલી ઓર્ડનન્સ ફેક્ટરીની રાઈફલ હવે અમેઠીની ઓળખ બનશે. લોકો સમજી ગયા કે પીએમ મોદીએ શું કહ્યું હતું તે તે સમયે, જ્યારે રશિયાની મદદથી બનાવવામાં આવનાર વિશ્વની સૌથી અત્યાધુનિક AK-203 રાઇફલ્સના ઉત્પાદનની મંજૂરી અહીં મળી હતી.
AK-203 એસોલ્ટ રાઈફલની વિશેષતાઓ
AK-203 એસોલ્ટ રાઈફલ કલાશ્નિકોવ શ્રેણીની સૌથી આધુનિક અને ઘાતક રાઈફલ છે. 7.62 X 39mm કેલિબરવાળી AK-203 રાઇફલ ત્રણ દાયકા પહેલા શામેલ કરવામાં આવેલી INSAS રાઇફલનું સ્થાન લેશે. આ એસોલ્ટ રાઇફલ્સ ઘૂસણખોરી અને બળવાખોરી વિરોધી કામગીરીમાં ભારતીય સેનાની તાકાતમાં વધારો કરશે. AK-203 એસોલ્ટ રાઈફલ INSAS રાઈફલ કરતા નાની, વજનમાં હળવી અને વધુ ઘાતક ક્ષમતા ધરાવે છે. AK-203નું વજન 3.8 કિલો છે, જ્યારે INSAS રાઈફલનું વજન મેગેઝિન અને બેયોનેટ વિના 4.15 કિલો છે. અને INSAS ની લંબાઈ 960 mm છે, જ્યારે તેની સામે AK-203 રાઈફલ માત્ર 705 mm લાંબી છે, સેથી સૈનિકોને તેના વપરાશમાં ઘણી સરળતા રહેશે.
અનેક સ્વદેશી આધુનિક હથિયાર રાજનાથ સિંહના હસ્તક સેનાને સોંપાયા
અહેવાલો અનુસાર કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે મંગળવારે સેનાને અનેક સ્વદેશી હથિયારો આપ્યા. જેમાં એન્ટી પર્સનલ માઈન્સ, એકે-203 રાઈફલ્સ, ડ્રોન અને ખાસ પ્રકારની બોટ સામેલ છે. યુદ્ધની બદલાતી રીતની સાથે સેના પણ પોતાની રણનીતિ અને શસ્ત્રો બદલી રહી છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને જરૂરી હથિયાર બનાવવામાં આવી રહ્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ (MES) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આ દરમિયાન તેમણે ઘણી વાતો કહી હતી.
Handed over indigenously-developed equipment & systems to the Indian Army. These systems will enhance the operational preparedness of the Army and help them to deal with future challenges.
— Rajnath Singh (@rajnathsingh) August 16, 2022
It is a shining example of India’s growing self-reliance prowess.https://t.co/bmr4ggianT pic.twitter.com/X86d2uppcI
આ અવસરે ભારતીય સેનાના ચીફ એન્જિનિયર લેફ્ટનન્ટ જનરલ હરપાલ સિંહે આર્મી સ્ટાફ વતી કહ્યું કે અમે કોઈપણ ખતરાનો સામનો કરવા તૈયાર છીએ. પછી તે પાકિસ્તાનની સરહદ હોય કે ચીન સાથેની સરહદ. સંરક્ષણ ક્ષેત્રમાં સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે.