Sunday, December 22, 2024
More
    હોમપેજગુજરાતજ્યાં હાથમાં તલવારો લઈને ફરતા હતા ટપોરીઓ, ત્યાં હવે હાથ જોડતા દેખાયા:...

    જ્યાં હાથમાં તલવારો લઈને ફરતા હતા ટપોરીઓ, ત્યાં હવે હાથ જોડતા દેખાયા: બાપુનગરના વિડીયો મામલે અલ્તાફ, ફઝલ સહિતના આરોપીઓ પોલીસની કસ્ટડીમાં, રિકન્સ્ટ્રક્શન કરાવાયું

    વિડીયોમાં આરોપીઓના હાથે દોરડાં બાંધેલાં જોવા મળે છે અને તમામ હાથ જોડતા દેખાય છે. અમુકને ચાલવાનાં પણ ફાંફાં પડી રહ્યાં છે. 

    - Advertisement -

    તાજેતરમાં અમદાવાદના (Ahmedabad) બાપુનગર-રખિયાલ વિસ્તારનો એક વિડીયો (Video) સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં અમુક માથાભારે ઇસમો હાથમાં હથિયારો લઈને રસ્તા પર ફરતા જોવા મળ્યા હતા અને તેમાંથી અમુકે પોલીસને પણ ધમકી આપીને પોલીસકર્મીઓને તેમના વાહનમાં બળજબરીપૂર્વક બેસાડી દીધા હતા. આ મામલે અમદાવાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તમામની ધરપકડ કરી લીધી છે અને શુક્રવારે (20 ડિસેમ્બરે) તમામને ઘટનાસ્થળ પર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. 

    અમદાવાદ પોલીસે X પર વિડીયો પોસ્ટ કરતાં લખ્યું કે, “તા.18/12/24ના રાત્રિના સમયે બાપુનગર રખિયાલ વિસ્તારના વાયરલ થયેલા વિડીયો બાબતે પોલીસ દ્વારા તપાસ કરીને આરોપીની ઓળખ કરીને ધરપકડ કરવામાં આવેલ. આરોપીને ઘટનાસ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું.”

    વિડીયોમાં આરોપીઓના હાથે દોરડાં બાંધેલાં જોવા મળે છે અને તમામ હાથ જોડતા દેખાય છે. અમુકને ચાલવાનાં પણ ફાંફાં પડી રહ્યાં છે. 

    - Advertisement -

    આરોપીઓની ઓળખ ફઝલ શેખ, સમીર શેખ, અલ્તાફ શેખ અને મહેફૂઝ મિયાં તરીકે થઈ છે. 

    ઘટનાની વિગતો એવી છે કે, તાજેતરમાં જ અમદાવાદનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં અમુક ઇસમો હાથમાં હથિયારો લઈને જાહેર રસ્તા પર ખુલ્લેઆમ રખડતા જોવા મળ્યા. એટલું જ નહીં, તેમાંથી એક હાથમાં તલવાર લઈને પોલીસના વાહન પાસે પહોંચી ગયો અને પોલીસકર્મીઓને ધમકાવીને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી દીધા હતા. 

    વિડીયો સામે આવ્યા બાદ અમદાવાદ પોલીસની પણ ખૂબ ટીકા થઈ અને આવા ગુંડાતત્વો સામે કાર્યવાહીની માંગ પણ ઉઠી. જોકે, પોલીસે પછીથી ગણતરીના કલાકોમાં જ આરોપીઓમાંથી અમુકને દબોચી લીધા હતા. જેમાં ધમકી આપનાર શખ્સ ફઝલને પણ ઊંચકી લેવામાં આવ્યો હતો. પછીથી તેનો વિડીયો પણ સામે આવ્યો, જેમાં તેને પોલીસ કસ્ટડીમાં ચાલવાનાં પણ ફાંફાં હતાં. 

    પછીથી પોલીસે અન્ય આરોપીઓની પણ ધરપકડ કરીને તેમની સામે ગુનો દાખલ કર્યો હતો. હવે તમામને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં