Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'હોસ્પિટલમાં ધસી જઈને ગાળાગાળી કરી, કર્મચારીને તમાચો મારીને 'ઠેકાણે પાડી દેવાની’ ધમકી...

    ‘હોસ્પિટલમાં ધસી જઈને ગાળાગાળી કરી, કર્મચારીને તમાચો મારીને ‘ઠેકાણે પાડી દેવાની’ ધમકી આપી’: સુરતના AAP કોર્પોરેટરની ધરપકડ

    પોલીસે યુવકની ફરિયાદના આધારે AAP કોર્પોરેટર વિરુદ્ધ IPCની કલમ 323, 332, 186, 504, 506(2) હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરી લીધી હતી. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.

    - Advertisement -

    સુરત શહેર સ્થિત સ્મીમેર હોસ્પિટલમાં ધસી જઈને કર્મચારી સાથે ઝઘડો કરી મારામારી કરવાના ગુનામાં આમ આદમી પાર્ટીના (AAP) એક કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે. તેમની ઓળખ વિપુલ સુહાગિયા તરીકે થઈ છે. હોસ્પિટલના કર્મચારી યુવકે ફરિયાદ નોંધાવ્યા બાદ વરાછા પોલીસે ગુનો દાખલ કરીને ધરપકડ કરી લીધી હતી. 

    ફરિયાદી યુવક સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવે છે. તેનું કામ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને આયુષ્માન કાર્ડ અંગે માહિતી આપવાનું છે. ફરિયાદમાં તેણે જણાવ્યું કે, 4 ઓક્ટોબરના રોજ બપોરે અઢી વાગ્યે તે સહકર્મીઓ સાથે ફરજ પર હાજર હતો. દરમ્યાન, સેન્ટ્રલ નંબર પડાવવાની બારી ઉપર ફરજ બજાવતા વિપુલ રાણા નામના કર્મચારીને આવવામાં મોડું થઈ જતાં ત્યાં મોટી લાઇન લાગી ગઈ હતી. 

    આ લાઇનમાં ઊભેલા લોકોમાંથી એક વ્યક્તિ આવીને ફરિયાદી યુવક સાથે ઊંચા અવાજે વાત કરીને કોઇ માણસ હાજર ન હોવાની ફરિયાદ કરવા માંડ્યો હતો. ત્યારબાદ તેણે કોઈને ફોન લગાવીને યુવકને ફોન આપ્યો પરંતુ યુવકે ચાલુ ફરજે તે કોઇની સાથે ફોન પર વાત કરી શકે નહીં અને સેન્ટ્રલ નંબર પાડવાનું કામ બીજા કર્મચારી કરે છે અને તેઓ આવે છે તેમ કહીને વાત કરવાની ના પાડી દીધી હતી. 

    - Advertisement -

    યુવકે જણાવ્યું કે, દરમ્યાન વિપુલ રાણાનો તેને ફોન આવ્યો હતો જેમણે તેને તેઓ પહોંચે ત્યાં સુધી પોતાનું કામ કરવા માટે કહ્યું હતું, જેથી તેણે સેન્ટ્રલ નંબર પાડવાનું કામ શરૂ કરી દીધું હતું. દરમ્યાન ત્યાં આમ આદમી પાર્ટી કોર્પોરેટર વિપુલ સુહાગિયા આવી પહોંચ્યા હતા, જેમણે કેબિનમાં ઘૂસી જઈને ગાળાગાળી કરવા માંડી હતી. 

    આરોપ છે કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે હોસ્પિટલના કર્મચારી સાથે ગાળાગાળી કરીને ‘તને ક્યારનો ફોન કરવા ટ્રાય કરું છું, મારી સાથે ફોન પર વાત કેમ કરતો નથી અને મારો માણસ કેટલા સમયથી લાઇનમાં ઉભો છે તો તું કામ કેમ કરી આપતો નથી’ તેમ કહીને ઝઘડો કરવા માંડ્યો હતો. ત્યારબાદ તેણે ઉશ્કેરાઈ જઈને યુવકને જોરથી ડાબા ગાલ પર તમાચો મારી દીધો હતો અને જોરજોરથી ગાળાગાળી કરીને ‘સીધું કામ કર નહીંતર ઠેકાણે પાડી દેવો પડશે’ તેવી ધમકી પણ આપી હતી. અચાનક હોબાળો મચી જતાં ત્યાં હોસ્પિટલના સિક્યુરિટીના માણસો અને અન્ય કર્મચારીઓ પણ આવી પહોંચ્યા હતા અને મામલો શાંત પાડ્યો હતો. 

    યુવકને તમાચો વાગવાના કારણે ડાબા કાને સંભળાતું ન હોઈ સારવાર માટે દાખલ થયો હતો અને ત્યારબાદ પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવકની ફરિયાદના આધારે AAP કોર્પોરેટર વિરુદ્ધ IPCની કલમ 323, 332, 186, 504, 506(2) હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરી લીધી હતી. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં