ગુજરાત આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટી ઘણા લાંબા સમયથી અનેક વખત ગુજરાત સરકારના માજી ધારાસભ્યોને “પેન્શનની રેવડી” ખાતા હોવાનો દાવો કરતા આવ્યા છે. તાજેતરમાં એક ટેલીવિઝન ડીબેટમાં ગોપાલ ઈટાલીયા ફરી એક વાર ભાજપના એક સીનીયર નેતા ભૂષણ ભટ્ટ સામે “ધારાસભ્યો પેન્શન ખાઈ રહ્યા છે” તેવો દાવો કરતા જોવા મળ્યા હતા, ગુજરાત આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાની અજ્ઞાનતાનો ખુલાસો વાંચો આ લેખમાં.
વિડીયોમાં જોઈ શકાય છે કે ગોપાલ ઈટાલીય દ્વારા ભાજપના વરિષ્ઠ નેતા ભૂષણ ભટ્ટને ઘેરવાની લાલસામાં અનેક વખત “ગુજરાતના માજી ધારાસભ્યોને “પેન્શનની રેવડી” મળે છે કે નહી, માજી ધારાસભ્યો મફતનું પેન્શન ખાય છે કે નહી” જેવા શબ્દોનું રટણ કરતા નજરે પડી રહ્યા છે, ગુજરાત આપના પ્રદેશ અધ્યક્ષ જેવા મોટા પદ પર હોવા છતાં ગોપાલ ઈટાલીયા પોતાની અજ્ઞાનતાનો પરિચય આપી રહ્યા હતા.
If this was not a debate and speech (monologue), the falsehood could go uncorrected to public, like it happens often ! Yes Gujarat MLAs don’t get pension. Delhi and Punjab MLAs get and would continue to get it, as AAP govts have not repealed the practice. pic.twitter.com/tX4hTjcvdj
— Japan K Pathak (@JapanPathak) August 3, 2022
ત્યારે ગુજરાત આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાને તેમની અજ્ઞાનતાનો પરિચય અપાવતા, ભાજપ નેતા ભૂષણ ભટ્ટે ગુજરાતના માજી ધારા સભ્યોને પેન્શન ન મળતું હોવાનો ખુલાસો કરી ઇતલીયાને અને આપને માફી માંગવા કહ્યું હતું. અને આપ દ્વારા કેન્દ્ર સરકાર પાસે માંગવામાં આવેલા 50,000 કરોડની માંગણી બદલ પણ માફી માંગવા કહ્યું હતું.
ગુજરાત એક માત્ર એવું રાજ્ય જેમાં ધારાસભ્યોને પેન્શન આપવામાં આવતું નથી
26 એપ્રિલ 2022 ના રોજ દિવ્ય ભાસ્કરે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જે મુજબ ગાંધીનગરમાં પૂર્વ ધારાસભ્યોની 48મી કારોબારી બેઠક યોજાઈ, જરૂરિયાતમંદ ધારાસભ્યોને 21 હજાર પેન્શન આપવા માંગણી કરી હતી. દિવ્ય ભાસ્કર દ્વારા પ્રકાશિત કરાયેલા આ લેખમાં ઉલ્લેખ કરાયો હતો કે 26 એપ્રિલના રોજ ગાંધીનગર ખાતે પૂર્વ ધારાસભ્યોની 48મી કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં જરૂરિયાત મંદ ધારાસભ્યોને મહિને 21 હજારનું પેન્શન આપવાની માંગણી કરવામાં આવી હતી. આ લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશના તમામ રાજ્યોમાંથી એક માત્ર ગુજરાત રાજયમાં પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવામાં આવતું નથી.
1997 થી ગુજરાતમાં માજી ધારાસભ્યોને પેન્શન આપવાની માંગ
એક મીડિયા અહેવાલ મુજબ વર્ષ 1997માં કાઉન્સિલની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીની ભૂતપૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવાની માંગણી હંમેશા થતી રહી છે. શંકરલાલ ગુરુએ પેન્શનને ધારાસભ્યનો હક્ક તરીકે ગણ્યો હતો. પ્રથમ વિધાનસભામાં નડિયાદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર દેસાઈ ધારાસભ્યપદ મટી ગયા પછી કાઉન્સિલના સભ્ય બન્યા હતા અને તેઓ નિવૃત્તિ વેતનની વિરૂદ્ધમાં હતા. એમણે તો તેના વિરોધમાં અમદાવાદના સાબરમતી આશ્રમમાં બે વાર જાહેર ઉપવાસ કર્યા હતા. પેન્શન માંગનાર અને તેના વિરોધ કરનારા એક જ પક્ષના હતા. જે પક્ષ ભાઈકાકાનો સ્વતંત્ર પક્ષ હતો. ત્યાર બાદ આજ દિન સુધી આ માંગણી સ્વીકારવામાં આવી નથી. આ પરથી એક વાત સાબિત થાય છે કે હજુ સુધી ગુજરાતમાં માજી ધારાસભ્યોને પેન્શન આપવામાં આવતું નથી.
મીડિયા અહેવાલ મુજબ ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને પેન્શન તો ઠીક મેડિકલ ખર્ચાના બિલ પણ આપવામાં નથી આવતા, અને અધૂરામાં પૂરું તેઓને બસ મુસાફરીમાં પણ તેઓને આપવામાં આવેલા કાર્ડ માન્ય ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેવામાં ગુજરાત આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા દ્વારા જાહેરમાં ટેલીવિઝન પર ગુજરાતમાં માજી ધારાસભ્યોને મફતના પેન્શન ખાવાનો દાવો તેમની અજ્ઞાનતા છે, કે પછી તેમણે ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા અને જુઠાણા ફેલાવીને પોતાની પાર્ટીને “વોટની રેવડી” ખવડાવવા માટે “પેન્શનની રેવડી” બનાવી તે જોવું રહ્યું