Friday, October 18, 2024
More
    હોમપેજગુજરાતગૌહત્યા મામલે ઝડપાયેલા કસાઈ અબ્બા ફકીર મહંમદ અને બેટા શાહરુખને 7 વર્ષની...

    ગૌહત્યા મામલે ઝડપાયેલા કસાઈ અબ્બા ફકીર મહંમદ અને બેટા શાહરુખને 7 વર્ષની કેદ: ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું- અમે માત્ર કેસ નથી નોંધતા, છેક સુધી લડીએ પણ છીએ

    આ ચુકાદા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે, "ગૌહત્યા પર માત્ર કેસ નથી નોંધતા, અમે સજા સુધી લડીએ છીએ. ગુજરાતમાં ગૌહત્યાના કેસોમાં સજાનું દર વધ્યું છે. છેલ્લા બે મહિનામાં 7થી વધુ કેસોમાં સજા સંભળાવવામાં આવી છે."

    - Advertisement -

    મહેસાણાના (Mehsana) તાલુકાના ધનાલી ગામેથી ગૌહત્યા મામલે (Cow Slaughter Case) ઝડપાયેલા આરોપી ફકીર મહંમદ નુરૂદ્દીમીયા સૈયદ અને તેના દીકરા શાહરુખ મહંમદ ફકીર મહંમદ સૈયદને ગૌહત્યાના નવા કાયદા હેઠળ સજા સાંભળવવામાં આવી છે. મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટે (Mehsana District Court) બાપ-બેટાને 7 વર્ષની સખત કેદ અને ₹1-1 લાખનો દંડ ફટકાર્યો છે. 2017માં લાવવામાં આવેલા ગુજરાત રાજ્ય પશુ સંરક્ષણ હેઠળ ઉત્તર ગુજરાતમાં આ પ્રથમ ચુકાદો આપવામાં આવ્યો છે.

    મંગળવારે (15 ઑક્ટોબર) મહેસાણા સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ કેસને લઈને ચુકાદો આપ્યો હતો. સ્પેશ્યલ નીમવામાં આવેલા સરકારી વકીલ ભરતસિંહ બી. ચાવડાની દલીલો અને સાક્ષીની જુબાનીઓ સહિતના અન્ય પણ ઘણા પુરાવાના આધારે ડિસ્ટ્રિક્ટ જજ જે.આર શાહે આરોપી બાપ-બેટાને ગૌહત્યા મામલે ગુનેગાર ઠેરવ્યા હતા. કોર્ટે ચુકાદો આપતા બંને ગુનેગારોને 7-7 વર્ષની કેદ અને એક-એક લાખનો દંડ ફટકાર્યો હતો.

    આ ચુકાદા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પોસ્ટ પણ સામે આવી છે. તેમણે સોશિયલ મીડિયા પલેફોર્મ X પર પોસ્ટ કરી છે. પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, “ગૌહત્યા પર માત્ર કેસ નથી નોંધતા, અમે સજા સુધી લડીએ છીએ. ગુજરાતમાં ગૌહત્યાના કેસોમાં સજાનું દર વધ્યું છે. છેલ્લા બે મહિનામાં 7થી વધુ કેસોમાં સજા સંભળાવવામાં આવી છે.”

    - Advertisement -

    તેમણે વધુમાં કહ્યું કે, “આ અમારી પ્રતિબદ્ધતા છે કે, ગૌહત્યાના દોષિતોને સજા મળે અને સમાજમાં તેના પ્રત્યે જાગૃતિ આવે.” આ સાથે જ તેમણે ગુજરાત પોલીસ અને પ્રશાસનને આ ઉપલબ્ધિ માટે અભિનંદન પણ પાઠવ્યા હતા. આ કેસનો ઝડપી નિવેડો લાવવા માટે સરકાર તરફથી તમામ કાર્યવાહી કરવામાં આવી હતી અને વહેલી તકે ચાર્જશીટ પણ દાખલ કરી દેવામાં આવી હતી.

    શું હતી ઘટના?

    ગૌહત્યા મામલેની આ ઘટના 16 જાન્યુઆરી, 2021ના રોજ બની હતી. તે સમયે નંદાસણ પોલીસ સ્ટાફ નાઈટ રાઉન્ડમાં પેટ્રોલિંગ કામગીરી કરી રહ્યો હતો. દરમિયાન બાતમી મળી હતી કે, ધનાલી ગામના ફકીર મહંમદ સૈયદ અને તેના દીકરા શાહરુખે પોતાના ઘરે ગૌવંશ કતલ કરવા માટે લાવીને બાંધી રાખેલ છે. જે બાદ પોલીસે પંચોને સાથે રાખીને તેના ઘરે દરોડા પાડ્યા હતા. દરમિયાન બંને બાપ-દીકરો ગૌવંશને દોરડાથી બાંધીને કતલ કરવાની પેરવી કરી રહ્યા હતા અને તે જ સમયે પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતા.

    પોલીસે ઘટનાસ્થળેથી પાંચ જીવિત ગૌવંશ, કતલ માટે ઉપયોગમાં લેવાતા હથિયારો, કુહાડા, દોરડા તેમજ ગૌમાંસની હેરફેર માટે રાખેલ વાહન સહિત કુલ ₹73110નો મુદ્દામાલ કબજર કર્યો હતો. ત્યારબાદ બંને બાપ-બેટા વિરુદ્ધ ગુજરાત રાજ્ય પશુ સંરક્ષણ અધિનિયમ 2017ની કલમ 66(1) અને 6 (ખ) તથા અન્ય કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ત્યારપછી પોલીસે ચાર્જશીટ રજૂ કરી હતી અને હવે એ મામલે ચુકાદો પણ સામે આવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં