Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપ્રજાસત્તાક દિવસ પર 21 તોપોની સલામીમાં બ્રિટિશ યુગની 25-પાઉન્ડરની જગ્યા લેશે ભારતીય...

    પ્રજાસત્તાક દિવસ પર 21 તોપોની સલામીમાં બ્રિટિશ યુગની 25-પાઉન્ડરની જગ્યા લેશે ભારતીય બનાવટની 105 એમએમ ભારતીય ફીલ્ડ ગન

    ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઉજવાયેલા સ્વતંત્રતા દિવસના સમારોહ દરમિયાન 75 વર્ષમાં પ્રથમ વખત સ્વદેશી રીતે વિકસિત હોવિત્ઝર ATAGS તોપ લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસના સમારોહ દરમિયાન 21-તોપની સલામીનો ભાગ બની હતી.

    - Advertisement -

    આ વર્ષે પ્રજાસત્તાક દિવસ પર 25 પાઉન્ડર ગનવાળી જૂની તોપોને બદલે નવી 105 એમએમ ભારતીય ફીલ્ડ ગન સાથે રાષ્ટ્રપતીને 21 તોપોની સલામી આપવામાં આવશે. સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને આગળ વધારવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી એરિયા ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ ભાવનીશ કુમારે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ બાબતે માહિતી આપતા કહ્યું હતું કે, “પ્રજાસત્તાક દિને 21 તોપોની સલામીમાં 105 એમએમ ભારતીય ફીલ્ડ ગન ગાજશે, અમે સ્વદેશીકરણ તરફ જઈ રહ્યા છીએ અને તે સમય દૂર નથી જ્યારે તમામ ઉપકરણો સ્વદેશી હશે.”

    અહેવાલો મુજબ તેમણે માહિતી આપી હતી કે 74માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં સેના દ્વારા પ્રદર્શિત કરવામાં આવતા તમામ ઉપકરણો ભારતમાં બનાવવામાં આવ્યા છે જેમાં આકાશ વેપન સીસ્ટમ અને હેલિકોપ્ટર, રુદ્ર અને ALH ધ્રુવનો સમાવેશ થાય છે. કુમારે જણાવ્યું કે આ વર્ષે પ્રજાસત્તાક દિને 21 તોપોની સલામીમાં 105 એમએમ ભારતીય ફીલ્ડ ગન ગાજશે જે બ્રિટીશ બનાવટની 25 પાઉન્ડરની જગ્યા લેશે.”

    નોંધનીય છે કે 2281 ફિલ્ડ રેજિમેન્ટની 1940 ની શરૂઆતમાં બનાવવામાં આવેલી સાત તોપો કર્તવ્ય પથ પર આયોજિત ગણતંત્ર દિવસની પરેડને સલામી આપવા માટે ફોડવામાં આવતી હતી. તેને બ્રિટનમાં બનાવવામાં આવી હતી અને આ તોપે બીજા વિશ્વ યુદ્ધમાં પણ ભાગ લીધો હતો. કુમારે જણાવ્યું હતું કે 105 ભારતીય ફિલ્ડ ગન વર્ષ 1972માં ડિઝાઇન કરવામાં આવી હતી અને તેનું ઉત્પાદન ગન કેરેજ ફેક્ટરી જબલપુર અને ફિલ્ડ ગન ફેક્ટરી કાનપુરમાં કરવામાં આવ્યું હતું અને તે 1984થી સેવામાં છે.

    - Advertisement -

    ગયા વર્ષે પ્રથમ વખત ‘મેડ ઇન ઇન્ડિયા’ તોપની સલામી આપવામાં આવી હતી

    ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઉજવાયેલા સ્વતંત્રતા દિવસના સમારોહ દરમિયાન 75 વર્ષમાં પ્રથમ વખત સ્વદેશી રીતે વિકસિત હોવિત્ઝર ATAGS તોપ લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસના સમારોહ દરમિયાન 21-તોપની સલામીનો ભાગ બની હતી. DRDO દ્વારા વિકસિત, એડવાન્સ્ડ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ (ATAGS) નો ઉપયોગ પરંપરાગત બ્રિટિશ મૂળની ’25 પાઉન્ડર્સ’ આર્ટિલરી ગન સાથે કરવામાં આવ્યો હતો. 75 વર્ષમાં પ્રથમ વખત, ‘મેડ ઇન ઇન્ડિયા’ તોપની સલામી આપવામાં આવી હતી.

    દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન કેન્દ્રની આત્મનિર્ભર ભારત પહેલ વિશે બોલતા તોપનો ઉલ્લેખ કર્યો હતો પીએમે કહ્યું હતું કે. “આજે, આઝાદીના 75 વર્ષોમાં પ્રથમ વખત, તિરંગાને આપવામાં આવતી 21 તોપોની સલામીમાં મેડ-ઇન-ઇન્ડિયા આર્ટિલરી ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તમામ ભારતીયો આ અવાજથી પ્રેરિત અને સશક્ત થશે. અને તેથી જ, આજે, હું આત્મનિર્ભરતાની જવાબદારી તેમના ખભા પર સંગઠિત રીતે વહન કરવા માટે આપણા સશસ્ત્ર દળોનો આભાર માનું છું, ”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં